'હનુમાનજી ખોટા ભગવાન' કોણ છે આ ટ્રમ્પની પાર્ટીના નેતા, જેણે આપ્યું આ વિવાદિત નિવેદન ?
hanumanji statue controversy : ટેક્સાસમાં 90 ફૂટની હનુમાનજીની પ્રતિમા પરના વિવાદથી અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા પર નવી ચર્ચા છેડાઈ છે.
02:51 PM Sep 23, 2025 IST
|
Mihir Solanki
- અમેરિકાના ટેક્સાસમાં હનુમાજીની પ્રતિમા પર વિવાદ (hanumanji statue controversy )
- રિપબ્લિકન પાર્ટીના નેતાએ પ્રતિમા અંગે કર્યો વિરોધ
- એલેક્ઝાન્ડર ડંકન એક્સ પર હનુમાનજીને ખોટા ભગવાન ગણાવ્યા
hanumanji statue controversy : અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા અને સહનશીલતા પર એક નવો વિવાદ ઉભરી આવ્યો છે. ટેક્સાસના એક રિપબ્લિકન નેતાએ હનુમાનજીની એક ભવ્ય પ્રતિમાનો વિરોધ કરતાં તેને 'ખોટા હિન્દુ ભગવાન' ગણાવ્યા છે. તેમના આ નિવેદનથી સમગ્ર અમેરિકામાં ચર્ચા અને આક્રોશ ફેલાયો છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટેક્સાસના રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકન (Alexander Duncan) એ હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનો વિરોધ કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું, "આપણે ટેક્સાસમાં એક ખોટા હિન્દુ ભગવાનની મૂર્તિને શા માટે મંજૂરી આપી રહ્યા છીએ? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ." ડંકનનો ઈશારો શુગર લેન્ડ શહેરમાં શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં સ્થાપિત પ્રતિમા તરફ હતો.
બાઇબલનો હવાલો આપીને કર્યો વિરોધ (hanumanji statue controversy)
ડંકને પોતાના વિરોધને ન્યાયી ઠેરવવા માટે બાઇબલનો હવાલો પણ આપ્યો. તેમણે 'X' પર બાઇબલના 'એક્ઝોડસ 20:3-4' અને 'રોમન્સ 1:25' ના શ્લોકોને ટાંકીને કહ્યું કે આપણે અન્ય કોઈ ભગવાનને ન માનવો જોઈએ કે ન તો તેની કોઈ મૂર્તિ બનાવવી જોઈએ. એલેક્ઝાન્ડર ડંકનના આ નિવેદન બાદ તરત જ ઓનલાઈન ટીકાઓ શરૂ થઈ ગઈ. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) એ તેમના નિવેદનને 'હિન્દુ વિરોધી અને ભડકાઉ' ગણાવ્યું. ફાઉન્ડેશને ટેક્સાસ રિપબ્લિકન પાર્ટીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે એક ઔપચારિક ફરિયાદ પણ નોંધાવી છે. ડંકનની પોસ્ટ પર ઘણા યુઝર્સે તેમને અમેરિકાના બંધારણની યાદ અપાવી, જે તમામ નાગરિકોને કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે.
કોણ છે એલેક્ઝાન્ડર ડંકન?
એલેક્ઝાન્ડર ડંકન ટેક્સાસના એક રિપબ્લિકન નેતા છે જેમણે 2026માં યોજાનારી યુએસ સેનેટ ચૂંટણીમાં ટેક્સાસનું પ્રતિનિધિત્વ કરવા માટે પોતાની ઉમેદવારી જાહેર કરી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે લગભગ 12 વર્ષ સુધી પોલીસ અધિકારી તરીકે સેવા આપી હતી. ડંકન એક ખ્રિસ્તી ધર્મના અનુયાયી અને રૂઢિચુસ્ત વિચારધારાવાળા વ્યક્તિ છે જે પોતાને 'રાષ્ટ્રવાદી' ગણાવે છે.
'સ્ટેચ્યુ ઓફ યુનિયન' વિશે
સ્ટેચ્યુ ઓફ યુનિયન' નામની આ પ્રતિમા શુગર લેન્ડ, ટેક્સાસના શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં સ્થાપિત છે. આ પ્રતિમા ઉત્તર અમેરિકામાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા છે. 90 ફૂટ ઊંચી આ પ્રતિમા હનુમાનજીની શક્તિ, ભક્તિ અને સેવાનું પ્રતીક છે. તેનું અનાવરણ 18 ઓગસ્ટ, 2024ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાનું નામ હનુમાનજીની તે ભૂમિકાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમાં તેમણે ભગવાન રામ અને સીતાને ફરીથી ભેગા કર્યા હતા.
Next Article