Hezbollah chief killed: ઈઝરાયલી હુમલામાં હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમનું મોત, શું થશે યુદ્ધવિરામનું?
. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા બેરુતમાં કરવામાં આવેલા ટાર્ગેટેડ એટેકમાં નઈમ કાસિમનું મોત
. હુમલામાં ચીફના અંગત સચિવ અને ભત્રીજા અલી યૂસુફ ખર્શીના મોતથી હિઝબુલ્લાહના આંતરિક વહીવટને મોટું નુકસાન
. IDF એ દક્ષિણ લેબનાનમાં રાતભર બોમ્બમારો કરી હિઝબુલ્લાહના ગુપ્ત ઠેકાણાઓ અને નેતૃત્વને જડબાતોડ જવાબ આપ્યો
Hezbollah chief killed: ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસે (IDF) સત્તાવાર રીતે ઘોષણા કરી છે કે લેબનાનની રાજધાની બેરુતમાં બુધવારે રાત્રે કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ ચીફ (Hezbollah chief) નઈમ કાસિમ (Naim Qassem) ઠાર થયો છે. આ ઓપરેશનમાં ઈઝરાયલ (Israel) ને વધુ એક મોટી સફળતા મળી છે. સેનાના જણાવ્યા મુજબ, આ હુમલામાં કાસિમના અંગત સચિવ અને તેના સગા ભત્રીજા અલી યૂસુફ હર્શી (Ali Yusuf Harshi) નું પણ મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: Ceasefire થોડા કલાકો પણ ન ટક્યો? UAE-કુવૈત પર મિસાઈલ-ડ્રોન એટેક, Iranમાં બ્લાસ્ટ
IDF એ X પર આપી જાણકારી
ઈઝરાયલી સેનાએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અહેવાલની પુષ્ટિ કરી છે અને લખ્યું છે કે આઈડીએફે (IDF) બેરુતમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ઉપમહામંત્રી નઈમ કાસિમ (Naim Qassem) ને ઠાર કર્યો છે. ગઈકાલે દક્ષિણ લેબનાન (Lebanon) માં આતંકી પાયાગત માળખાઓની એક શ્રૃંખલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ દ્વારા ઈઝરાયલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે હિઝબુલ્લાહ (Hezbollah) ના કમાન્ડ સ્ટ્ર્ક્ચરને જડથી સમાપ્ત કરી રહ્યું છે.
צה"ל חיסל בביירות את מזכירו של מזכ"ל ארגון הטרור חיזבאללה נעים קאסם: שורת תשתיות טרור הותקפו הלילה בדרום לבנון
צה"ל תקף וחיסל אתמול את עלי יוסף חרשי, מזכירו האישי של מזכ"ל ארגון הטרור חיזבאללה, ואחיינו של נעים קאסם במרחב ביירות.
חראשי היה מקורב ויועץ אישי למזכ"ל חיזבאללה נעים…
— צבא ההגנה לישראל (@idfonline) April 9, 2026
આ પણ વાંચો: "ભારત-ઈઝરાયલ મુસ્લિમોના દુશ્મન": મુસ્લિમ જગતને એક થવા Pakistan એ કર્યું વિષવમન
સચિવ અને ભત્રીજા પર નિશાન
IDF એ પોતાના નિવેદનમા આગળ જણાવ્યું છે કે હુમલા દરમિયાન નઈમ કાસિમ (Naim Qassem) ના અંગત સચિવ અલી યૂસુફ હર્શી (Ali Yusuf Harshi) પણ હાજર હતો. ખર્શી ન માત્ર તેનો સચિવ હતો, પણ તે કાસિમનો નજીકનો સગો એટલે કે તેનો ભત્રીજો પણ હતો. ઈઝરાયલનો દાવો છે કે આ હુમલાએ હિઝબુલ્લાહ (Hezbollah) ના આંતરિક પ્રશાસન અને સંચાર વ્યવસ્થાને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધી છે.
આ પણ વાંચો: US Iran Ceasefire: ટ્રમ્પે પાકિસ્તાનને કારણ વગર હીરો બનાવ્યું, ભારત માટે ખતરાની ઘંટડી!
દક્ષિણ લેબનાનમાં રાતભર બોમ્બવર્ષા
બુધવારે રાત્રે ઈઝરાયલી વાયુસેનાએ બેરુત (Beirut) ના દક્ષિણી ઉપનગરોમાં આવેલા હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર તાબડતોબ મિસાઈલ એટેક્સ કર્યા હતા. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલા એ ગુપ્તચર જાણકારીઓને આધારે કરવામાં આવ્યા હતા કે જેમાં હિઝબુલ્લાહના ટોચના નેતાઓના એક ગુપ્ત ઠેકાણા પર એકઠા થવાની માહિતી હતી.
આ પણ વાંચો: Iran Ceasefire પર શાહબાઝ-મુનીર માટે નોબલની માંગ, સલાહ મળી-પાકિસ્તાનને ફરી ભારત બનાવો!


