ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હિન્ડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરનો મોટો નિર્ણય, કંપનીને બંધ કરવાનો લીધો નિર્ણય

અદાણી ગ્રુપને હચમચાવી નાખનારી યુએસ શોર્ટ-સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ તેની 'દુકાન' બંધ કરી રહી છે. તેના સ્થાપક Nathan Anderson એ બુધવારે જાહેરાત કરી હતી કે તેમણે કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ગ્રાઉન્ડ બ્રેકિંગ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન યુગનો અંત આવ્યો છે.
06:54 AM Jan 16, 2025 IST | Hardik Shah
અદાણી ગ્રુપને હચમચાવી નાખનારી યુએસ શોર્ટ-સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ તેની 'દુકાન' બંધ કરી રહી છે. તેના સ્થાપક Nathan Anderson એ બુધવારે જાહેરાત કરી હતી કે તેમણે કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ગ્રાઉન્ડ બ્રેકિંગ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન યુગનો અંત આવ્યો છે.
Hindenburg Research founder Nathan Anderson

Hindenburg Research : અદાણી ગ્રુપને હચમચાવી નાખનારી યુએસ શોર્ટ-સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચ તેની 'દુકાન' બંધ કરી રહી છે. તેના સ્થાપક Nathan Anderson એ બુધવારે જાહેરાત કરી હતી કે તેમણે કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ગ્રાઉન્ડ બ્રેકિંગ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન યુગનો અંત આવ્યો છે. હિન્ડનબર્ગના સ્થાપકે એક ભાવનાત્મક પોસ્ટમાં પોતાની યાત્રા, સંઘર્ષો અને સફળતાઓ શેર કરી છે. એન્ડરસને નોંધમાં લખ્યું, "અમે જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ થયા પછી તેને બંધ કરવાની યોજના હતી. તે દિવસ આજે છે."

હિન્ડનબર્ગ રિસર્ચ બંધ

હિન્ડનબર્ગ રિસર્ચ બંધ થવાનું છે. સ્થાપક Nathan Anderson એ તેમની કંપની હિન્ડનબર્ગ રિસર્ચ બંધ કરવાની જાહેરાત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી, જેમાં તેમણે આ કંપનીની સફર, સંઘર્ષ અને સિદ્ધિઓ વિશે જણાવ્યું. જણાવી દઇએ કે, 2017 માં તેની સ્થાપના થઈ ત્યારથી, હિન્ડનબર્ગ રિસર્ચે ઉદ્યોગમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો પર્દાફાશ કરવા માટે પ્રતિષ્ઠા મેળવી છે. એન્ડરસન કંપનીની સિદ્ધિઓ શેર કરતા કહે છે કે, "અમે કેટલાક સામ્રાજ્યોને હલાવી દીધા જેને અમને હલાવવાની જરૂર લાગી." જણાવી દઈએ કે અદાણી ગ્રુપ પણ તેમાંથી એક હતું. જાન્યુઆરી 2023 માં, 40 વર્ષીય એન્ડરસને ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને રેકેટિંગનો આરોપ લગાવતો એક અહેવાલ પ્રકાશિત કરીને વિશ્વભરમાં હલચલ મચાવી દીધી હતી.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી તે સમયે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ હતા.  એન્ડરસને ડોર્સીના બ્લોક ઇન્ક. અને ઇકાહ્નના ઇકાહ્ન એન્ટરપ્રાઇઝીસ પર પણ અહેવાલો પ્રકાશિત કર્યા. તે સમયે ગૌતમ અદાણીએ કહ્યું હતું કે અદાણી ગ્રુપ વિરુદ્ધ હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટ માત્ર ગ્રુપને અસ્થિર કરવા માટે જ નહીં પરંતુ ભારતને રાજકીય રીતે બદનામ કરવા માટે પણ હતો. બ્લૂમબર્ગના મતે, તે વર્ષે ત્રણેયની સામૂહિક સંપત્તિમાં $99 બિલિયનનું નુકસાન થયું હતું. જ્યારે, તેમની જાહેરમાં ટ્રેડ થતી કંપનીઓએ $173 બિલિયનનું માર્કેટ કેપ ગુમાવ્યું. હિન્ડનબર્ગને નાણાકીય તપાસના પાવરહાઉસમાં ફેરવવા માટે તેઓ તેમના પરિવાર, મિત્રો અને 11 લોકોની સમર્પિત ટીમના સમર્થનને શ્રેય આપે છે.

શરૂઆતના સંઘર્ષો શેર કર્યા

એન્ડરસને પોતાના શરૂઆતના સંઘર્ષો શેર કરતા કહ્યું કે તેમણે કોઈ પણ નાણાકીય પૃષ્ઠભૂમિ વિના કંપની શરૂ કરી હતી. તે સમયે તેમની પાસે ન તો નાણાકીય સંસાધનો હતા કે ન તો ઉદ્યોગ સાથે કોઈ જોડાણ. તે કબૂલ કર્યું કે, "જ્યારે મેં આ શરૂ કર્યું, ત્યારે મને શંકા હતી કે હું શું સક્ષમ છું." તેમણે એમ પણ કહ્યું, "મારી પાસે પરંપરાગત નાણાકીય પૃષ્ઠભૂમિ નહોતી. મારા કોઈ સંબંધી આ ક્ષેત્રમાં નથી. હું સરકારી શાળામાં ગયો હતો. હું ચાલાક સેલ્સમેન નથી. મને યોગ્ય કપડાં પહેરવાની આવડતી નથી. હું ગોલ્ફ રમી શકતો નથી."

આ પણ વાંચો :  Adani Group ના સ્વિસ બેંક ખાતાઓ ફ્રીઝ! Hindenburg ના આક્ષેપો પર Adani એ કહ્યું- વાહિયાત...

Tags :
Adani Group controversyAdani Hindenburg Reportbloomberg billionaires indexCorporate Scandals ExposedFinancial Investigations FirmFinancial Powerhouse LegacyFraud and Corruption ExposuresFraudulent Empires UncoveredGautam Adani Fraud AllegationsGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHindenburg Impact on Adanihindenburg researchHindenburg Research ClosureHindenburg Research founder Nathan AndersonMarket Cap Losses 2023Nathan Anderson AnnouncementNathan Anderson's Emotional PostShort-Selling Firm Shut Down
Next Article