Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

બાંગ્લાદેશમાં લોહિયાળ ખેલ: જેસોરમાં હિન્દુ યુવક રાણા પ્રતાપની ગોળી મારીને હત્યા

બાંગ્લાદેશના જેસોર જિલ્લામાં ફરી એકવાર લોહિયાળ મંજર જોવા મળ્યો છે, જ્યાં એક હિન્દુ યુવકની સરેઆમ હત્યા કરવામાં આવી છે. જે રીતે જાહેર બજારમાં આ કાવતરું પાર પાડવામાં આવ્યું, તેણે સમગ્ર લઘુમતી સમુદાયમાં ડરનો માહોલ પેદા કર્યો છે. અગાઉની અનેક ઘટનાઓ છતાં આ સિલસિલો કેમ અટકતો નથી? આ હુમલા પાછળનો હેતુ શું હતો અને હાલ ત્યાં કેવી સ્થિતિ છે?
બાંગ્લાદેશમાં લોહિયાળ ખેલ  જેસોરમાં હિન્દુ યુવક રાણા પ્રતાપની ગોળી મારીને હત્યા
Advertisement
  • બાંગ્લાદેશમાં જાહેર બજારમાં હિન્દુ યુવકની ગોળી મારી હત્યા (Hindu Killed in Bangladesh)
  • જેસોરના મણિરામપુરમાં રાણા પ્રતાપ બૈરાગી પર ફાયરિંગ
  • બજારમાં હાજર યુવકનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત
  • અજાણ્યા હુમલાખોરો ગુનો આચરીને થયા ફરાર
  • લઘુમતીઓ પર સતત વધતા હુમલાથી વિસ્તારમાં તણાવ

Hindu Killed in Bangladesh : બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર અત્યાચારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરની ચોંકાવનારી ઘટનામાં જેસોર જિલ્લાના મણિરામપુર વિસ્તારમાં એક હિન્દુ યુવકની જાહેરબજારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને તણાવનો માહોલ ફેલાઈ ગયો છે.

મૃતકની ઓળખ 45 વર્ષીય રાણા પ્રતાપ બૈરાગી તરીકે થઈ છે, જે કેશબપુર ઉપજિલ્લાના અરુઆ ગામના રહેવાસી હતા. આ લોહિયાળ ઘટના સોમવારે સાંજે મણિરામપુરના કોપાલિયા બજાર વિસ્તારમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રાણા પ્રતાપ જ્યારે બજારમાં હાજર હતા ત્યારે અચાનક અજાણ્યા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીઓ વાગવાને કારણે રાણા પ્રતાપનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Advertisement

Advertisement

Hindu Killed in Bangladesh : જાહેર બજારમાં હિન્દુ યુવકની હત્યા

આ ઘટનાને પગલે બજારમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ મણિરામપુર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ અધિકારી રાજીઉલ્લાહ ખાને જણાવ્યું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયાસો ચાલુ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

લઘુમતીઓ પર વધતા હુમલા

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓ વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે. રાણા પ્રતાપની હત્યા પહેલા દિપુ ચંદ્ર દાસ નામના ગારમેન્ટ કર્મચારીની ટોળા દ્વારા પીટી-પીટીને હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમૃત મંડલ અને ખોકન દાસ નામના વ્યક્તિઓ પણ આવી જ હિંસાનો ભોગ બની ચૂક્યા છે.

જેસોર જિલ્લામાં સુરક્ષા અંગે સવાલો

મયમનસિંઘ જિલ્લામાં પણ બજેન્દ્ર બિશ્વાસ નામના યુવકને ગોળી મારવાની ઘટના સામે આવી હતી. એક પછી એક બની રહેલી આ ઘટનાઓએ બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં મણિરામપુર અને આસપાસના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bangladesh Hindu Attack : બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ હેવાનિયતની પરાકાષ્ઠા કરી પાર, હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચર્યુ

Tags :
Advertisement

.

×