Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Hormuz Blockade: US નેવીએ 10000 સૈનિકો સાથે ઈરાનના પોર્ટ્સની કરી નાકાબંધી

Hormuz Blockade: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ 10,000 સૈનિકો અને યુદ્ધજહાજો સાથે ઈરાની બંદરોની કડક નાકાબંધી કરી છે. CENTCOM મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં કોઈ પણ જહાજ આ નાકાબંધી તોડી શક્યું નથી. આ ગંભીર સ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પીએમ મોદી સાથે ચર્ચા કરી છે, જ્યારે ફ્રાન્સ-યુકે આ વૈશ્વિક ઉર્જા માર્ગને સુરક્ષિત કરવા 40 દેશોની બેઠક યોજશે
hormuz blockade  us નેવીએ 10000 સૈનિકો સાથે ઈરાનના પોર્ટ્સની કરી નાકાબંધી
Advertisement

. અમેરિકા દ્વારા ઈરાનના દરિયાઈ માર્ગો પર અભૂતપૂર્વ નાકાબંધી; 10 હજાર સૈનિકો અને ફાઈટર જેટ્સ તૈનાત
. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાની અને આર્થિક અસ્થિરતાની ભીતિ
. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે સુરક્ષા અંગે ચર્ચા, જ્યારે પેરિસમાં બહુપક્ષીય સુરક્ષા મિશન માટે સંમેલન યોજાશે

Hormuz Blockade: પશ્ચિમ એશિયા (West Asia) માં સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન અમેરિકા (US) ની સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM ) ઈરાન (Iran) ના પોર્ટ્સ પર કડક નાકાબંધી શરૂ કરી છે. જેમાં 10 હજારથી વધારે સૈનિકો, યુદ્ધજહાજ અને યુદ્ધવિમાનો સામેલ છે. આનાથી આ વિસ્તારની સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા છે.

Advertisement

અમેરિકાની સેનાના સેન્ટ્રલ કમાન્ડ CENTCOM તરફથી આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્ધારીત સમય મર્યાદાના સમાપ્ત થયા બાદ અમેરિકા દ્વારા ઈરાનની વિરુદ્ધ નૌસૈનિક નાકાબંધી શરૂ કરાયા બાદ આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Strait of Hormuz પર US-Iran વિવાદમાં નવો વળાંક, તેહરાનના ટેકામાં ચીન આવ્યું આગળ!

CENTCOM ની ઘોષણા

મંગળવારે એક્સ પર એક પોસ્ટમાં CENTCOM એ કહ્યુ કે નાકાબંધીના પહેલા 24 કલાક દરમિયાન કોઈપણ જહાજ તેની પાર જઈ શક્યું નથી. તેમણે આગળ કહ્યુ છે કે આ નાકાબંધી એ તમામ દેશોના જહાજો વિરુદ્ધ લાગુ છે, જે ઈરાની પોર્ટ્સ અને તટવર્તી વિસ્તારોમાં આવાગમન કરી રહ્યા છે.

CENTCOM ની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે પહેલા 24 કલાક દરમિયાન, કોઈપણ જહાજ અમેરિકાની નાકાબંધીને પાર કરી શક્યું નથી અને 6 વ્યાપારિક જહાજોએ અમેરિકાની સેનાના નિર્દેશનું પાલન કરતા ઓમાન (Oman) ની ખાડીમાં આવેલા એક ઈરાની પોર્ટમાં પાછા ગયા. અરબી સમુદ્ર અને ઓમાનની ખાડીમાં આવેલા ઈરાની પોર્ટ્સ અને તટવર્તી ક્ષેત્રોમાં પ્રવેશ કરનારા અથવા ત્યાંથી જનારા તમામ દેશોના જહાજો વિરુદ્ધ નાકાબંધી નિષ્પક્ષપણે લાગુ કરાઈ રહી છે. અમેરિકાની સેના Strait of Hormuz થી બિનઈરાની પોર્ટ્સથી આવાગમન કરનારા જહાજો માટે નૌવહનની સ્વતંત્રતાનું સમર્થન કરી રહી છે.

સોમવારે આ અભિયાનની શરૂઆતની પુષ્ટિ કરતા,યુનાઈટેડ કિંગ્ડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ જણાવ્યુ કે તેને એવા અહેવાલો મળ્યા છે કે ઈરાની પોર્ટ્સ અને તટવર્તી ક્ષેત્રો, જેમાં અરબી સમુદ્ર, ઓમાનની ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટનો પૂર્વમાં આવેલા અરબી સમુદ્રનો વિસ્તાર સામેલ છે, તેના પર સમુદ્રી પહોંચ પ્રતિબંધ લાગુ કરાઈ રહ્યા છે.

પાકિસ્તાન (Pakistan) માં શાંતિ માટેની વાટાઘાટોના નિષ્ફળ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) વિવાદના મુખ્ય બિંદુઓમાંથી એક બની ગયું છે. આ મહત્ત્વપૂર્ણ ઊર્જા માર્ગને પુનર્જીવિત કરવા માટે વૈશ્વિક પ્રયાસ ચાલુ છે.

આ પણ વાંચો : ભારત, ચીન, રશિયાને Iran ની હાકલ, અમેરિકાને રોકવા વાપરો તમારો પ્રભાવ

ફ્રાંસ-યુકે (France - UK) ના પ્રયાસો

હાલના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ફ્રાંસ (France) અને યુકે (UK) હોર્મુઝ (Strait of Hormuz) માં નેવિગેશનની સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવાના ઉદેશ્યથી 40થી વધારે દેશોને સાથેલાવાવા માટે એક સંયુક્ત સંમેલનની મેજબાની કરવા જઈ રહ્યા છે. એક્સ પર એક પોસ્ટમાં ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલ મેક્રોનએ પુષ્ટિ કરી છે કે વીડિયો કોન્ફરન્સ આ સપ્તાહના અંતમાં શુક્રવારે પેરિસ (Paris) માં થશે. જેમાં શાંતિપૂર્ણ પક્ષ એકસાથે આવશે અને વિશ્વની મહત્ત્વપૂર્ણ ઊર્જા ચોકપોઈન્ટમાં નેવિગેશનની સ્વતંત્રતાને બહાલ કરવાના ઉધેશ્યથી એક બહુપક્ષીય સંરક્ષણાત્મક મિશનમાં યોગદાન આપશે.

આ પણ વાંચો : શું ભારત ખોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે? Iran War ના આધારે Geo-Political Expert ની વોર્નિંગ

ટ્રમ્પ (Trump) ની પીએમ મોદી (PM Modi) સાથે ટેલિફોનિક વાતચીત

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નો ફોન આવ્યો હતો. જેમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિ પર ચર્ચા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને ખોલવા અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થવાથી પહેલા વૈશ્વિક ખનીજતેલ (Crude Oil) નો લગભગ 5મો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી પસાર થતો હતો. હવે આ એક મુખ્ય તણાવનું કેન્દ્ર બની ગયું છે, કારણ કે દુનિયાભરમાં ખનીજતેલની કિંમતો વધી રહી છે.

આ પણ વાંચો : મેલોની-નેતન્યાહૂ વચ્ચે ડખ્ખો, ઈટાલીએ ઈઝરાયલ સાથે Defence Deal કરી સસ્પેન્ડ!

Tags :
Advertisement

.

×