Strait of Hormuz Crisis : અમેરિકાએ હોર્મુઝ પર કર્યો હુમલો, 5 લોકોના મોત થયા હોવાનો ઈરાની મીડિયાનો દાવો
- Strait of Hormuz Crisis : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, યુએઈમાં ડ્રોન એટેક
- બહેરીનમાં નેશનલ ઇમરજન્સી જાહેર, રેડ એલર્ટની સ્થિતિ
- વૈશ્વિક તેલના ભાવમાં 6%નો ઉછાળો, ભારતની LPG સપ્લાય પર ખતરો
- ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી: "ઈરાન પર હુમલો થશે તો સર્વનાશ નક્કી"
- હોર્મુઝ જળમાર્ગમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, યુએસ નૌકાદળ તૈનાત
Strait of Hormuz Crisis : પશ્ચિમ એશિયામાં (West Asia) 18 દિવસના ટૂંકા યુદ્ધવિરામ (Ceasefire) બાદ ફરી એકવાર સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં (Strait of Hormuz) અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી સંઘર્ષ તેજ થયો છે. ઈરાની મીડિયાએ (Iranian Media)સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે યુએસ દળોએ ઈરાનનો સામાન લઈ જતી બે નાગરિક બોટને નિશાન બનાવી છે, જેમાં 5 લોકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ બાબતે મૌન જાળવ્યું છે પરંતુ જળમાર્ગ ખાલી કરાવવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.
Strait of Hormuz Crisis : UAEની તેલ સુવિધાઓ પર હુમલો
સંયુક્ત આરબ અમીરાતના (UAE) ફુજૈરાહમાં આવેલી મહત્વપૂર્ણ તેલ સુવિધા પર ઈરાની ડ્રોન હુમલાને (Drone Attack) કારણે ભીષણ આગ લાગી છે. ફુજૈરાહ એ હોર્મુઝને બાયપાસ કરતી મુખ્ય પાઇપલાઇનનું કેન્દ્ર છે. આ હુમલા બાદ વૈશ્વિક તેલ બજારમાં (Global Oil Market) ક્રૂડ ઓઈલના ભાવમાં 6 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. પરિસ્થિતિને જોતા બહેરીને (Bahrain) રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે.
Events in Hormuz make clear that there's no military solution to a political crisis.
As talks are making progress with Pakistan's gracious effort, the U.S. should be wary of being dragged back into quagmire by ill-wishers. So should the UAE.
Project Freedom is Project Deadlock.
— Seyed Abbas Araghchi (@araghchi) May 4, 2026
ટ્રમ્પની કડક ચેતવણી અને રાજદ્વારી ગતિરોધ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તે અમેરિકા કે તેના સાથી દેશોના જહાજો પર હુમલો કરશે, તો ઈરાનનો "નાશ" (Destroyed) કરી દેવામાં આવશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ (Abbas Araghchi) આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે આ કટોકટીનો કોઈ લશ્કરી ઉકેલ નથી અને અમેરિકાએ આ "દલદલ" માં પડવાથી બચવું જોઈએ.
ભારત પર અસર અને સુરક્ષા પરિષદની હિલચાલ
અમેરિકા હવે ભારત જેવા મિત્ર દેશોમાં એલપીજી (LPG) નો પુરવઠો સુનિશ્ચિત કરવા અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે ચીન પાસે પણ મદદ માંગી રહ્યું છે. યુએસ રાજદૂત માઈક વોલ્ટ્ઝ (Mike Waltz) સાથી દેશો સાથે મળીને સુરક્ષા પરિષદમાં (UN Security Council) ઈરાન વિરુદ્ધ ઠરાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો : Iran UAE Conflict : ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, 3 ભારતીય ઈજાગ્રસ્ત


