Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Hormuz Strait Conflict : અમેરિકાએ ઈરાની મિસાઈલ બેઝ પર ફેંક્યા 2,200 કિલોના 'બંકર-બસ્ટર' બોમ્બ, જાણો શું છે આ ખતરનાક હથિયાર

Hormuz Strait Conflict : મધ્ય પૂર્વમાં (Middle East) તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વૈશ્વિક તેલ પુરવઠા (Global Oil Supply) માટે લાઈફલાઈન સમાન ગણાતા હોર્મુઝ સ્ટ્રીટ પર (Strait of Hormuz) ફરીથી ખોલવા માટે અમેરિકાએ (USA) આક્રમક સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે.
hormuz strait conflict   અમેરિકાએ ઈરાની મિસાઈલ બેઝ પર ફેંક્યા 2 200 કિલોના  બંકર બસ્ટર  બોમ્બ  જાણો શું છે આ ખતરનાક હથિયાર
Advertisement
  • Hormuz Strait Conflict :  અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની મિસાઈલ બેઝ પર 2,200 કિલોગ્રામના 'બંકર-બસ્ટર' બોમ્બ ફેંક્યા
  • વૈશ્વિક તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ માર્ગને ખુલ્લો કરાવવા અમેરિકાની મોટી કાર્યવાહી
  • 5,000 પાઉન્ડના ખતરનાક બોમ્બથી ઈરાની દરિયાકાંઠે આવેલા સુરક્ષિત મિસાઈલ અડ્ડાઓનો નાશ
  • નાટો (NATO) સાથી દેશોએ મદદનો ઇનકાર કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ
  • વિશ્વના 20% તેલ પરિવહન પર સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવાની ભીતિ

Hormuz Strait Conflict : મધ્ય પૂર્વમાં (Middle East) તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વૈશ્વિક તેલ પુરવઠા (Global Oil Supply) માટે લાઈફલાઈન સમાન ગણાતા હોર્મુઝ સ્ટ્રીટ પર (Strait of Hormuz) ફરીથી ખોલવા માટે અમેરિકાએ (USA) આક્રમક સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકી સેનાએ ઈરાની મિસાઈલ બેઝ (Iranian Missile Base) પર અત્યંત શક્તિશાળી 5,000 પાઉન્ડના ‘બંકર-બસ્ટર’ (Bunker-Buster) બોમ્બથી હુમલો કર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Hormuz Strait Conflict : અમેરિકાએ ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો

યુએસ સેન્ટ્રલ કમાન્ડના (USCENTCOM) જણાવ્યા અનુસાર, ઈરાની દરિયાકાંઠે આવેલા ફોર્ટિફાઈડ મિસાઈલ બેઝનો આ ભારે બોમ્બમારો કરીને નાશ કરવામાં આવ્યો છે. આ તે જ સ્થાનો હતા જ્યાંથી આંતરરાષ્ટ્રીય જહાજો પર એન્ટી-શિપ મિસાઈલો (Anti-ship Missiles) છોડવામાં આવતી હતી. ઈરાને આ માર્ગ બંધ કરતા વિશ્વના 20% તેલના પરિવહન પર અસર પડી હતી, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel Prices) ભાવ આસમાને પહોંચ્યા હતા.

Advertisement

Advertisement

ટ્રમ્પ અને નાટો વચ્ચેના સંબંધોમાં ખટાશ !

મહત્વનું છે કે, આ લડાઈમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાને એકલા અનુભવી રહ્યા છે. તેમણે નાટો (NATO) સાથી દેશો પાસે મદદ માંગી હતી, પરંતુ મોટાભાગના દેશોએ આ યુદ્ધમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અમેરિકાએ વર્ષો સુધી જે દેશોને ટેકો આપ્યો, તેઓ આજે એક નાનું માઈનસ્વીપર (Minesweeper) જહાજ મોકલવા પણ તૈયાર નથી.

શું છે આ બંકર બસ્ટર બોમ્બ?

બંકર બસ્ટર એવા ખાસ બોમ્બ છે જે જમીનની અંદર ઊંડે સુધી ઉતરીને અથવા કોંક્રિટની જાડી દિવાલોને તોડીને અંદર છુપાયેલા લક્ષ્યોનો નાશ કરે છે. 2,200 કિલોગ્રામ વજન ધરાવતા આ એક બોમ્બની કિંમત અંદાજે $288,000 (આશરે 2.4 કરોડ રૂપિયા) છે. અમેરિકા પાસે આનાથી પણ શક્તિશાળી 30,000 પાઉન્ડના બોમ્બ ઉપલબ્ધ છે, પરંતુ ઈરાનના મિસાઈલ અડ્ડાઓને તોડવા માટે 5,000 પાઉન્ડના બોમ્બ પૂરતા સાબિત થયા છે.

ભૂરાજકીય સમીકરણો

આ સૈન્ય કાર્યવાહી પાછળ ઇઝરાયેલના (Israel) વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની (Benjamin Netanyahu) ભૂમિકા હોવાનું પણ માનવામાં આવે છે. બીજી તરફ, ઈરાન (Iran) હજુ પણ દાવો કરી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ (Nuclear Program) માત્ર વીજળી ઉત્પાદન જેવા શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે. હાલ સમગ્ર વિશ્વની નજર હોર્મુઝ પર છે કે ઈરાન આ ભયાનક હુમલાનો વળતો જવાબ કેવી રીતે આપશે.

આ પણ વાંચો : Israel નો મોટો દાવો : Tehran માં ઘૂસીને ઈરાનના સૌથી શક્તિશાળી કમાન્ડરને કર્યા ઠાર!

Tags :
Advertisement

.

×