Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hormuz Strait ખોલવાની છેલ્લી આશા પર ફેરવાયું પાણી, રશિયા-ચીને 'વીટો' વાપરી અમેરિકાને આપ્યો મોટો ઝટકો

હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગને ફરીથી ધમધમતો કરવા માટે બહેરીને રજૂ કરેલો શાંતિ પ્રસ્તાવ રશિયા અને ચીનના 'વીટો' ને કારણે ધૂળમાં મળ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદ્વારી હાર બાદ હવે પશ્ચિમ એશિયામાં સૈન્ય સંઘર્ષ અનિવાર્ય જણાતો હોય તેવો ઘાટ સર્જાયો છે. ટ્રમ્પની ગંભીર ચેતવણી અને સુરક્ષા પરિષદમાં સર્જાયેલી આ મડાગાંઠ વચ્ચે વિશ્વના અર્થતંત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
hormuz strait  ખોલવાની છેલ્લી આશા પર ફેરવાયું પાણી  રશિયા ચીને  વીટો  વાપરી અમેરિકાને આપ્યો મોટો ઝટકો
Advertisement
  • રશિયા અને ચીને UNSCમાં વીટો વાપરી અમેરિકાનો પ્રસ્તાવ ફગાવ્યો (Hormuz Strait UNSC Veto)
  • દોઢ મહિનાથી બંધ હોર્મુઝ સ્ટ્રેટ હવે અનિશ્ચિતકાળ સુધી બંધ રહેવાની ભીતિ
  • બહેરીન દ્વારા લવાયેલા શાંતિ પ્રસ્તાવને યુએઈનું મળ્યું હતું મજબૂત સમર્થન
  • સુરક્ષા પરિષદમાં 11 સભ્યો પક્ષમાં હોવા છતાં વીટો પાવરને કારણે ઠરાવ નાકામ

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પૈકીના એક એવા હોર્મુઝ સ્ટ્રેટ [Strait of Hormuz] ને ફરીથી ખોલવા માટેની તમામ રાજદ્વારી કોશિશો અત્યારે નિષ્ફળ સાબિત થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ [UNSC - United Nations Security Council] માં આ માર્ગ ખોલવા માટે રજૂ કરાયેલા પ્રસ્તાવ પર રશિયા [Russia] અને ચીન [China] એ પોતાના વિશેષ અધિકાર 'વીટો' [Veto Power] નો ઉપયોગ કરીને અમેરિકા અને તેના સાથી દેશોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ [Donald Trump] દ્વારા ઈરાનને નેસ્તનાબૂદ કરવાની આપેલી ધમકીની ડેડલાઈન શરૂ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×