Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!

હંગેરીમાં ૧૬ વર્ષથી સત્તા પર રહેલા કટ્ટર દક્ષિણપંથી નેતા વિક્ટર ઓર્બનની ૨૦૨૬ની ચૂંટણીમાં કારમી હાર થઈ છે. પીટર મગ્યારની તિસ્જા પાર્ટીએ બે તૃતિયાંશ બહુમતી મેળવી સત્તા પરિવર્તન કર્યું છે. આ પરિણામો દર્શાવે છે કે માત્ર રાષ્ટ્રવાદી નારા નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને સુશાસન હવે મતદાતાઓ માટે સર્વોપરી છે, જેની અસર અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓ પર પણ પડી શકે છે.
હંગેરીમાં સત્તા પરિવર્તન us  europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત
Advertisement

. હંગેરીની જનતાએ ૭૭% ના વિક્રમી મતદાન દ્વારા ઓર્બન શાસનનો અંત આણ્યો
. ટ્રમ્પના નજીકના મનાતા ઓર્બનની હારથી વૈશ્વિક 'રાઈટ-વિંગ' સંગઠનોને મોટો આંચકો
. યુરોપની સુરક્ષા અને રશિયા-યુક્રેન યુદ્ધના સમીકરણોમાં મોટો બદલાવની શક્યતા

આનંદ શુક્લ (Anand Shukla) : વિશ્વભરમાં સમાજવાદી (socialist) -સામ્યવાદી (Communist) -ડાબેરી (Leftist) વિચારધારા રાજકીય રીતે બીજા વિશ્વયુદ્ધ (Second World War) બાદ એક યા બીજી રીતે એટલે કે સીધી કે આડકતરી રીતે પ્રભાવી રહી છે. મૂડીવાદી (Capitalist) દેશો પણ જાણે-અજાણે આ રાજકીય વિચારધારાઓથી પ્રભાવિત થઈને મિશ્ર રાજનીતિ પોતપોતાના દેશોમાં કરતા રહ્યા છે.

Advertisement

વિશ્વમાં દક્ષિણપંથી રાજનીતિનો ઉભાર

9/11ની વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Center) ની અલકાયદા (Al Queda) દ્વારા કરાયેલી આતંકવાદી હુમલાની ઘટનાએ વિશ્વના જનમતને ડાબેરી (Leftist) વિચારધારાથી દૂર કરીને દક્ષિણપંથી (Rightist) કે ઘોર દક્ષિણપંથી (Far- Right) વિચારધારા તરફ દોરવાનું કામ કર્યું છે.

Advertisement

યુરોપમાં હંગેરી, ફ્રાંસ, બ્રિટન, જર્મની, ઈટાલી સહીતના ઘણાં દેશોમાં દક્ષિણપંથી નેતાઓનો ઘણાં ટૂંકાગાળામાં રાજકીય ઉભાર થયો. દક્ષિણ એશિયામાં ભારતમાં 2014થી દક્ષિણપંથી વિચારધારાવાળી સરકાર છે. આવી જ સ્થિતિ અન્ય ઘણાં દેશોમાં પણ જોવા મળી હતી.

આ સિવાય અમેરિકામાં તો જાણે કે ઓબામા (Obama) ના બીજા કાર્યકાળ પછી દક્ષિણપંથી જનમતે એક મોટું પરિવર્તન જ ઉભું કરી દીધું અને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના પહેલા કાર્યકાળમાં ચૂંટાયા. જો કે તેમને તેના પછી સતત બીજો કાર્યકાળ મળ્યો નહીં અને જૉ બાઈડન (Jo Biden) અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ તરીકે ચૂંટાયા. પણ તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા.

જો કે તેમની પહેલી ટર્મ કરતા બીજી ટર્મમાં જનમતમાં ઘટાડો અવશ્ય થયો. પણ ટ્રમ્પે પહેલી ટર્મમાં જે કારનામા કરવાનું ટાળ્યું હતું, તેને તેમણે પોતાની બીજી ટર્મમાં વેનેઝુએલાથી માંડીને ઈરાન યુદ્ધ (Iran War) સુધી તો પાર પાડયા છે અને હજી આગળ ક્યૂબા, ગ્રીનલેન્ડ, કેનેડા જેવા મુદ્દા એજન્ડામાં છે.

આ પણ વાંચો : નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત

Hungary માં ઘોર-દક્ષિણપંથી ઓર્બનની હારના ગૂઢાર્થ

પણ ઈરાન યુદ્ધ પછી અમેરિકામાં પણ ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડાના સર્વેક્ષણ રિપોર્ટમાં દાવાઓ થઈ રહ્યા છે. પણ વાત કરવી છે હંગેરીના પોલિટિક્સની. એ એટલા માટે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં વ્હાઈટ હાઉસના મુખ્ય વ્યહરચનાકાર રહી ચુકેલા સ્ટીવ બેનને જેમને ‘Trump before Trump’ કહ્યા હતા તે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બનને ચૂંટણીમાં હારવું પડયું છે. વિક્ટર ઓર્બને હંગેરીના વડાપ્રધાન બન્યા બાદ ટ્રમ્પ પહેલા જ પોતાના દેશમાં રાષ્ટ્રવાદી અને કડક શરણાર્થી વિરોધી નીતિઓને લાગુ કરી દીધી હતી.

પણ 12 એપ્રિલ, 2026ના રોજ હંગેરી (Hungary) માં મતદાતાઓએ ઘોર-દક્ષિણપંથી વડાપ્રધાન વિક્ટર ઓર્બન (Viktor Orban) અને તેમની પાર્ટી ફિદેસ્જને 16 વર્ષના શાસન બાદ (2010થી 2026) સત્તામાંથી હટાવી હતી. પીટર મગ્યાર (Péter Magyar) અને તેમની તિસ્જા પાર્ટીએ 199 સાંસદો ધરાવતી હંગેરીની સંસદમાં 139 બેઠકોની જીત બાદ બે તૃતિયાંશ બહુમતી પ્રાપ્ત કરી હતી.

જ્યારે 2010થી સતત ચાર ચૂંટણીઓ જીતનારી ઓર્બનની ફિદેસ્જ માત્ર 55 બેઠકોમાં સમેટાઈ. 1989માં સામ્યવાદના પતન બાદ હંગેરીમાં 2026માં સૌથી વધુ 77 ટકાથી વધુ વોટિંગ થયું હતું. આ વોટિંગ પેટર્ન પણ જણાવે છે કે ઘોર-દક્ષિણપંથી ઓર્બનના શાસનમાં હંગેરીના સામાન્ય લોકો વાસ્તવિકતાઓ વચ્ચે રાજકીય પરિવર્તન ઈચ્છી રહ્યા હતા.

આ પણ વાંચો : "વ્યભિચારી મુસ્લિમને પણ ગાંધીથી શ્રેષ્ઠ માનું છું!": મુહમ્મદ અલીનો વિવાદ Dr. Ambedkar ના શબ્દોમાં

2025માં હંગેરીનો આર્થિક વિકાસ દર માત્ર 0.4 ટકા હતો. જે તેના પાડોશી દેશો પોલેન્ડ, બલ્ગેરિયા અને રોમાનિયાથી ઘણો ઓછો હતો. બેરોજગારીનો દર દશકના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો હતો. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે હંગેરીને યૂરોપિયન યૂનિયનનો સૌથી ભ્રષ્ટ દેશ ગણાવ્યો. કાયદાના શાસન સાથે જોડાયેલા મુદ્દાને કારણે 2022માં બ્રુસેલ્સ દ્વારા રોકવામાં આવેલા અબજો યૂરોના ઈયુ ફંડને કારણે હંગેરીના સરકારી ખજાના પર મોટું સંકટ આવ્યું.

ઓર્બન સામે જીતેલા મેગ્યાર પણ ભૂતકાળમાં ફિદેસ્જના સમર્થક રહ્યા હતા. તેમમે 2024માં એક ગોટાળા બાદ પાર્ટી છોડી હતી. તેમણે ઓર્બન પર હંગેરીને ભ્રષ્ટ તંત્ર એટલે કે ક્લેપ્ટોક્રસીમાં બદલી નાખ્યાનો આરોપ લગાવ્યો. ઓર્બને પોતાનું ચૂંટણી અભિયાન ભૂરાજકીય મુદ્દાઓ પર કેન્દ્રીત કરીને યુક્રેન અને યુરોપિયન યુનિયનને હંગેરીની સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે ખતરારૂપ ગણાવ્યા. જ્યારે દેશની આંતરિક આર્થિક સમસ્યાઓની મોટાભાગે અવગણના જ કરી.

હંગેરીમાં ઓર્બનના શાસનનો અંત યુરોપિયન યુનિયન (European Union) માટે રાહત હતી. ઓર્બનના શાસનકાળમાં હંગેરી દ્વારા રશિયા વિરુદ્ધ પ્રતિબંધ રોકવા, યુક્રેનને 90 અબજ યુરોના કર્જને વીટો કરવો અને ક્રેમલિન સાથે સંવેદનશીલ જાણકારી શેયર કરવા જેવી ઘટનાઓ બની ચુકી હતી.

મેગ્યોરે સત્તામાં આવ્યા બાદ ઈયુ (EU) અને નાટો (NATO) બંને સાથે સંબંધોને સુધારવાના વાયદા કર્યા છે. જે હંગેરીની રણનીતિમાં મોટું પરિવર્તન છે. આને કારણે બ્રુસેલ્સ રોકવામાં આવેલું હંગેરીનું ફંડ જાહેર કરવા પર વિચારણા કરી રહ્યું છે.

જો કે મેગ્યોર યુક્રેનને સીધી સૈન્ય અથવા નાણાંકીય મદદ નહીંઆપવાની અને ઈયુમાં તેની સદસ્યતાને ઝડપથી આગળ વધારવાની વાતના વિરોધી છે.

રશિયન ખનીજતેલ પર હંગેરીની નિર્ભરતા 2021માં 61 ટકા હતી, તે વધીને 93 ટકા થઈ ચુકી છે. યુક્રેનના જકારપાતિયા વિસ્તારમાં 1.5 લાખ જેટલા હંગેરિયન મૂળના લોકો પણ એક સંવેદનશીલ મુદ્દો છે. આવા સંજોગોમાં હંગેરી યુરોપની સુરક્ષામાં સહયોગ કરે છે, તો આ ઈયુની એકજૂટતામાં મોટો બદલાવ હશે.

આ પણ વાંચો : 2200 Hindus VS 700 Muslims : પાણીપતના ચોથા યુદ્ધનો મૌલાનાનો પડકાર Dr. Ambedkar ના શબ્દોમાં

Orban ની હાર વિશ્વના દક્ષિણપંથીઓ માટે આંચકો

ઓર્બનના શાસનકાળમાં બુડાપેસ્ટ MAGA સમર્થકો માટે એક કેન્દ્ર બની ગયું હતું. ઓર્બન દ્વારા હંગેરીને અલોકતાંત્રિક (illiberal state) બનાવવાની રણનીતિની વોશિંગ્ટનથી વારસૉ સુધી પ્રશંસા થઈ હતી અને તેનો અભ્યાસ કરાયો. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં વ્હાઈટ હાઉસના વ્યૂહરચનાકાર સ્ટીવબેનને ઓર્બનને રાષ્ટ્રવાદી નીતિઓ લાગુ કરવા માટે ‘Trump before Trump’ ગણાવી દીધા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે ફિદેસ્જની રેલીમાં ફોન કરીને પોતાનું સમર્થન આપ્યું હતું. તો અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેંસે ચૂંટણીના કેટલાક દિવસો પહેલા બુડાપેસ્ટ જઈને તેમના માટે પ્રચાર કરવા તથા બ્રુસેલ્સના બ્યૂરોક્રેટ્સના હસ્તક્ષેપની ટીકા કરતા દેખાયા હતા.

ઓર્બનની હાર બાદ સૌથી વધુ ચિંતા અમેરિકામાં દેખાઈ રહી છે. અમેરિકામાં મિડટર્મ પૉલ નજીક છે અને ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે. આમ જનમત એવી રીતે બદલાઈ રહ્યો છે કે રાષ્ટ્રવાદી સૂત્રોથી વધારે સુશાસન અને સામાન્ય લોકોની આર્થિક સમસ્યાઓ નિર્ણાયક નિવડી રહી છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીનું LS નું ભાષણ Caste Census બાદ હિંદુઓની રાજકીય એકતા તોડવાનો રોડમેપ!

Democracy માં મતદાતા સર્વોપરી

જો કે હંગેરીમાં સત્તા પર આવનારા પીટર મગ્યોર એક રુઢિવાદી નેતા છે. તેથી હંગેરીમાં ઓર્બનની હાર સંપૂર્ણપણે દક્ષિણપંથની હાર નથી. પરંતુ દક્ષિણપંથી રાજનીતિમાં વિકલ્પ મળે, તો તેની પસંદગી થઈ શકે છે તેવા સંકેત હંગેરીના ચૂંટણી પરિણામો આપી રહ્યા છે. ફિદેસ્જની સરખામણીએ મગ્યારની તિસ્જા પાર્ટી વધુ સેન્ટર-રાઈટ પાર્ટી ગણાય છ. આમ માત્ર વિચારધારા જ નહીં, પણ શાસનની ગુણવત્તા પણ નિર્ણાયક સાબિત થઈ છે.

હંગેરીના ચૂંટણી પરિણામોનો સ્પષ્ટ સંદેશ છે કે ગમે તેટલો શક્તિનો ઉપયોગ થાય અને બહારી સમર્થન પણ મળે, પણ લોકશાહીમાં જનતા પોતાના વોટથી જનમત ઈચ્છે ત્યારે સરકાર બદલી શકે છે. આમ જનતાની શક્તિ સૌથી મોટી છે અને ખોટી નીતિઓને જનતા હરાવી શકે છે.

રાજકારણમાં હવે વિચારધારાત્મક સંતુલન પણ જરૂરી થઈ ચુક્યું છે. માત્ર દક્ષિણપંથી વિચારધારા કે માત્ર વામપંથી -ડાબેરી વિચારધારાના વૈચારિક ઈન્જેક્શનો જનમતને જાળવી નહીં શકે કે વાળી પણ નહીં શકે. તેના માટે દેશ, દેશના લોકો, દેશના લોકોની સ્થિતિને વધુ સારી કરવાની રૂપરેખા, દેશની ઓળખનું સંરક્ષણ અને વિશ્વ સાથે દેશને નુકશાન કર્યા વગર વ્યવહાર કરવાની ક્ષમતા-કુશળતાને પણ હવે મતદાતાઓ જોઈ રહ્યા છે. ધારો કે હંગેરી જેવા પરિણામો અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં આવશે, તો અમેરિકાના રાજકારણ પર તેની કેવી અને કેટલી અસરો પડશે, તેના પર એક્સપર્ટ્સ નજર માંડીને બેઠાં છે.

આ પણ વાંચો : શીખો ન હોત તો ઉત્તર ભારત Pakistan હોત? Dr. Ambedkar એ ઉજાગર કર્યું હતું મોટું સત્ય!

Tags :
Advertisement

.

×