પતિ નશીલી દવા ખવડાવી પત્નીનો કરાવતો બળાત્કાર, લોકોને મેસેજ કરીને બળાત્કાર માટે બોલાવતો
- પત્નીને રોજ ભોજનમાં નશીલી દવાઓ નાખતો
- બળાત્કાર માટે ઓનલાઇન લોકોને આમંત્રિત કરતો
- પોતે પણ બેભાન પત્ની સાથે વારંવાર કરતો હતો બળાત્કાર
Gisele Pelicot case: ગિસેલ પેલિકોટ રેપ કેસ મામલે ફ્રાંસની કોર્ટો પોતાનો ચુકાદો આપતા આરોપી ડોમિનિક પોલિકેટને 20 વર્ષની સજા ફટકારી છે. તે ઉપરાંત 49 અન્ય આરોપીઓને પણ દોષ સાબિત થતા જેલ મોકલી દેવામાં આવ્યા.
ફ્રાંસનો ખુબ જ ચર્ચિત કિસ્સો
ફ્રાંસની એક કોર્ટે ગુરૂવારે વિશ્વની સૌથી બહુચર્ચિત રેપ કેસ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. પીડિતા ગિસેલે પોલિકોટના પૂર્વ પતિ પર તેને નશીલો પદાર્થ આપવા, તેની સાથે બળાત્કાર કરવા અને અન્ય લોકોને નશાની હાલતમાં તેની સાથે બળાત્કાર કરવા દેવાના મામલે સજા ફટકારી છે. આ ઉપરાંત આ મામલે 50 અન્ય લોકોને પણ દોષીત ઠેરવવામાં આવ્યા.
આ પણ વાંચો : Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો
ડોમિનિક પર લાગેલા તમામ આક્ષેપ સાચા
કોર્ટે કહ્યું કે, ડોમિનિક પોલિકોટની વિરુદ્ધ લાગેલા તમામ આરોપ સાચા સાબિત થયા છે. તેમને 20 વર્ષની કેદની મહત્તમ સજા ફટકારવામાં આવે છે. 72 વર્ષની ઉંમરના ડોમિનિકને 20 વર્ષની સજા ફટકારવાનો અર્થ છે કે હવે તેનું બાકીનું જીવન લગભગ જેલમાં જ વિતશે. આ ઉપરાંત બાકી આરોપીઓને પણ જેલ મોકલી દેવાયા છે.
ફ્રાંસ સહિત સમગ્ર યુરોપનો ચર્ચાસ્પદ કિસ્સો
સમગ્ર ફ્રાંસને ઝકઝોરી નાખનારા આ બળાત્કારકાંડની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઇ હતી. આરોપી ડોમિનિક ફેલકોટે સ્વિકાર કર્યો હતો કે, તેને વર્ષો સુધી પોતાની પત્નીને નશીલી દવા આપીને તેનો બળાત્કાર કરાવ્યો અને તેના વીડિયો પણ બનાવ્યા. એટલું જ નહીં ઓનલાઇન લોકો સાથે ડિલ કરીને તેણે પોતાની પત્ની સાથે બળાત્કાર કરવા માટે આમંત્રીત પણ કર્યા. આ સિલસિલો વર્ષો સુધી ચાલતો રહ્યો. આ સમગ્ર મામલે ડોમિનિકની સાથે બાકી 50 લોકોમાંથી માત્ર એકને જ છોડવામાં આવ્યો. કોર્ટે તમામ આરોપીઓને બળાત્કાર અને હિનકૃત્યમાં હોવાનો આરોપ લગાવ્યો. ડોમિનિકે આ મામલે પોતાની ગવાહી આપી કે તેણે પોતાની પત્નીના ભોજનમાં ટેક્વિલાઇઝર મિલાવતો હતો. જેના કારણે તેને કલાકો સુધી હોશ રહેતો નહોતો. આ દરમિયાન તેની સાથે ગમે તે કરી શકાય તેવી સ્થિતિ હતી. જેના કારણે તેણે સતત પોતાની પત્નીનો ન માત્ર વારંવાર બળાત્કાર કર્યો પરંતુ ઓનલાઇન લોકોને પણ આમંત્રીત કરીને તેનો વારંવાર બળાત્કાર પણ કરાવ્યો.
આ પણ વાંચો : અજિત પવાર એક દિવસ Maharashtra ના CM બનશે, દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન
કોર્ટે કડકમાં કડક સજા ફટકારી
ત્રણ મહિના કરતા વધારે સમય સુધી ચાલેલા આ કેસમાં લોકોની યૌન હિંસા વિરુદ્ધ કાર્યવાીલડાઇને મજબુતી આપી. ફ્રાંસમાંહાલ બળાત્કાર જેવી હીન કૃત્યોને મુળમાંથી ખતમ કરવા માટે કડક પગલા ઉઠાવવા માટેનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે.
મહિલા પર દશકો સુધી થતો રહ્યો બળાત્કાર
આ સમગ્ર મામલે 72 વર્ષીય પીડિતા ગિસેલે પેલિકોટે પણ જબરજસ્ત સાહનનો પરિચય આપ્યો. દશકાઓ સુધી ભયાનક યાતનાઓ સહનારી ગિસેલના અુસાર તેના માટે લગ્ન એક સુંદર સંભારણું હતું. જો કે તેનો અંત ખુબ જ દુખદ હતો. આ દુખે જ તેને અન્ય મહિલાઓ સાથે લડવા માટે પ્રેરિત કરી. ગિસેલે આ સમગ્ર મામલે પોતાના નામને જાહેર કરવા અને પુરાવા જાહેરમાં દેખાડવાની બાબતને સ્વીકૃતિ આપી હતી.
આ પણ વાંચો : '41 સેકન્ડમાં 31 થપ્પડ...!, UP પોલીસના ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી
2020 માં સમગ્ર મામલે ખુલાસો થયો હતો
આ મામલે ખુલાસો ત્યારે થયો હતો જ્યારે 2020 માં ફ્રાંસ પોલીસે ડોમિનિક પેલિકોટને એક મોલમાં મહિલાઓની વીડિયો બનાવતા પકડ્યા હતા. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરીને તેના ઘરમાં શોધખોળ અભિયાન ચલાવ્યું. ત્યાર બાદ પોલીસે તેના ઘરનું સર્ચ ઓપરેશન કર્યું. જ્યાં તેને તેની પત્ની સાથે દશકાઓ સુધી બળાત્કારના વીડિયો અને ફોટો મળ્યા. તેની સંખ્યા 20 હજારની આસપાસ હતી. ડોમિનિકે તેને કેટેગરીના અનુસાર લગાવીને રાખ્યું હતું.
પુરાવાના આધારે 50 લોકો સુધી પહોંચી પોલીસ
પુરાવાના આધારે 72 લોકોને પકડ્યાં પરંતુ પોલીસ તમામ લોકો સુધી પહોંચવા સક્ષમ નહોતી. તેવી સ્થિતિમાં પોલીસે આશરે 50 લોકોની ધરપકડ કરી. આ ઘટનાક્રમમાં રહેલા અનેક લોકોએ જણાવ્યું કે, આ સમગ્ર કાંડ દરમિયાન તેમને લાગ્યું કે તેમની પત્ની પણ તેની સાથે છે અને તે બંન્ને સંમતીથી બધુ કરી રહ્યા છે. એક અન્ય આરોપીએ કહ્યું કે, તેને ડોમિનિકના મેસેજનો જવાબ આપ્યો હતો પરંતુ તેને આ અંદાજો નહોતો કે આ સેક્સ રેપ ગણાશે. મને લાગ્યું કે બંન્ને સંમતીથી જ આ કરી અથવા તો કરાવી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : રખિયાલમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી!