Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump : 'ભારત પાકિસ્તાન વચ્ચે મેં સિઝફાયર નથી કરાવ્યું', ડોનાલ્ડ ટ્રમ્પે મારી પલટી

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી (Donald Trump)એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ તેઓ સીધા એવું કહેવા માંગતા...
donald trump    ભારત પાકિસ્તાન વચ્ચે મેં સિઝફાયર નથી કરાવ્યું   ડોનાલ્ડ ટ્રમ્પે મારી પલટી
Advertisement

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી (Donald Trump)એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ તેઓ સીધા એવું કહેવા માંગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહેતો કે મેં મધ્યસ્થી કરી, પરંતુ મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ ખતરનાક બની રહેલી સમસ્યાને ઉકેલવામાં મદદ કરી.

ટ્રમ્પ પોતાના જ નિવેદનથી પાછળ હટી ગયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર સ્વીકાર્યું છે કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું નથી. ટ્રમ્પે કહ્યું કે તેમણે મધ્યસ્થી કરી નથી. ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત-પાકિસ્તાન સમસ્યા ઉકેલવામાં મદદ કરી છે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે અમેરિકન રાષ્ટ્રપતિએ પહેલા દાવો કર્યો હતો કે, તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવ્યા છે. પરંતુ હવે તેઓ પોતે કહી રહ્યા છે કે મેં યુદ્ધવિરામ નથી કરાવ્યું પરંતુ હું કહેવા માંગુ છું કે, મેં જરૂરી મદદ પૂરી પાડી હતી.છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -India vs US Tariff: 'હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો', ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકથી કરી ખાસ વાત

યુદ્ધવિરામના નિવેદનથી પાછા હટી ગયા

એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ ખતરનાક બની રહેલી સમસ્યાને ઉકેલવામાં મદદ કરી. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પે આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે. સામાન્ય સમજ અને મહાન શાણપણ દર્શાવવા બદલ બંને દેશોને અભિનંદન. અમેરિકાએ યુદ્ધવિરામના નિર્ણયને બંને દેશોની શાણપણ અને બુદ્ધિમત્તા ગણાવી હતી. ટ્રમ્પે આ નિર્ણય માટે ભારત અને પાકિસ્તાન બંનેને અભિનંદન પણ આપ્યા.

આ પણ  વાંચો -TikTok Influencer Valeria Marquez : લાઇવસ્ટ્રીમ દરમિયાન મોડેલની હત્યા, Video Viral

બંને દેશો વચ્ચે વેપાર વિશે વાત કરી રહ્યા છે

જોકે, તેમણે એમ પણ કહ્યું કે મને આશા છે કે હું અહીંથી ગયા પછી પણ, મને અહીં સાંભળવા મળશે કે બંને દેશો શાંતિપૂર્ણ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને ભારત બંને ખૂબ ખુશ છે અને હવે વેપાર વિશે વાત કરી રહ્યા છે. પરંતુ આ વાતચીત દરમિયાન તે પોતે પણ ફસાઈ ગયા હતા. ખરેખર આ પછી તેણે કહ્યું, આ લોકો 1000 વર્ષથી લડી રહ્યા છે, મને ખબર નથી કે હું આનો ઉકેલ લાવી શકીશ કે નહીં. આ ખૂબ જ મુશ્કેલ બાબત છે.

Tags :
Advertisement

.

×