Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ચીન અત્યારે હુમલો કરે તો અમેરિકા યુદ્ધ હારી જશે! Trump સેના બોલી- અમે તૈયાર નથી

US Army Air Defense System: અમેરિકાના સંરક્ષણ મંત્રાલય (Pentagon) એ સ્વીકાર્યું છે કે તેમની વર્તમાન એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) ચીન અને રશિયાની હાઈપરસોનિક મિસાઈલો (Hypersonic Missiles) સામે રક્ષણ આપવા સક્ષમ નથી. આ ખતરાને પહોંચી વળવા ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ₹15 લાખ કરોડથી વધુના ખર્ચે 'ગોલ્ડન ડોમ' (Golden Dome) સુરક્ષા કવચ બનાવવાની યોજના અમલમાં મૂકી રહ્યા છે.
ચીન અત્યારે હુમલો કરે તો અમેરિકા યુદ્ધ હારી જશે  trump સેના બોલી  અમે તૈયાર નથી
Advertisement

. પેન્ટાગનના અધિકારીઓના મતે વર્તમાન સિસ્ટમ માત્ર નાના સ્તરના બેલેસ્ટિક હુમલા (Ballistic Attacks) રોકી શકે તેમ છે.
. ટ્રમ્પ સરકાર 185 અબજ ડોલરના ખર્ચે AI અને સ્પેસ સેન્સર્સ (Space Sensors) થી સજ્જ સુરક્ષા કવચ બનાવશે
. અમેરિકાની Space Force મુજબ, સુરક્ષાનું માર્જિન ખતમ થઈ ગયું છે અને 2028 સુધીમાં આ નવી સિસ્ટમ સક્રિય કરવાનું લક્ષ્ય છે

US Army Air Defense System: અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટી સચ્ચાઈ સામે આવી છે. અત્યાર સુધી દુનિયાની સૌથી શક્તિશાળી ગણાતી અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ (U.S. Air Defense System) હકીકતમાં એટલી મજબૂત નથી કે જેટલી સમજવામાં આવતી હતી. આ વાત ખુદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની સેના માની રહી છે.

Advertisement

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના હેડક્વોર્ટર એટલે કે પેન્ટાગન (Pentagon) ના અધિકારીઓનું માનવું છે કે આ સિસ્ટમ મોટા હુમલા ખાસ કરીને હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલોથી બચવામા લગભગ નાકામ છે.

Advertisement

ચીન (China), રશિયા (Russia) અને અન્ય દેશોની વધતી સૈન્ય શક્તિએ અમેરિકાની ચિંતા વધારી દીધી છે. આ કારણથી હવે એક નવા અને મોંઘા ગોલ્ડન ડોમ (Golden Dome) સંરક્ષણ સિસ્ટમની યોજન બનાવાઈ રહી છે, જે ભવિષ્યના ખતરાથી દેશને બચાવી શકે.

આ પણ વાંચો: 'લફંગા-લવજેહાદીઓ' દ્વારા હિંદુ (Hindu) યુવતીઓ આટલી 'મૂર્ખ' શા માટે સાબિત થઈ રહી છે?

પેન્ટાગન (Pentagon) એ શું માન્યું?

સોમવારે અમેરિકાના વરિષ્ઠ સૈન્ય અને સંરક્ષણ અધિકારીઓએ 2027ના બજેટને લઈને સંસદની સમક્ષ ગવાહી આપી. તેમણે કહ્યુ કે ચીન (China) , રશિયા (Russia) , ઈરાન (Iran) અને નોર્થ કોરિયા (North Korea) થી વધતા ખતરાને કારણે એડવાન્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની જરૂરત છે.

અધિકારીઓએ ચેતવણી આપી છે કે દુશ્મન દેશ હવે નોન-બેલેસ્ટિક ખતરો (non-ballistic threats) વિકસિત કરી રહ્યો છે. જેમાં હાઈપરસોનિક (Hypersonic) અને લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલો (cruise missiles) સામેલ છે. જે સીધા અમેરિકાને નિશાન બનાવી શકે છે.

અમેરિકાના યુદ્ધમંત્રી પીટ હેગસેથ ગુરુવારે સેનેટની આર્મ્ડ સર્વિસિઝ સબકમિટી સામે રજૂ થવાના છે. તે અહીં પેન્ટાગનના 1.5 ટ્રિલિયન ડોલરના બજેટનું સમર્થન કરશે અને રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મલ્ટી લેયર એર ડિફેન્સ સિસ્ટમની યોજનાને યોગ્ય ઠેરવશે. આ યોજનામાં 175થી 185 અબજ ડોલરની પડતરવાળા ગોલ્ડન ડોમનું સુરક્ષા કવચ સામેલ છે, જેવું કે ધ હિલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: હિંદુત્વના ગઢ ગુજરાતમાં BJP નો નવો પ્રયોગ: સફળતા મળશે તો દેશની રાજનીતિ બદલાઈ જશે!

અંતરિક્ષ નીતિ માટે અમેરિકાના સહાયક યુદ્ધ મંત્રી માર્ક જે બાર્કોવિટ્ઝે સોમવારે સેનેટમાં કહ્યુ છે કે હાલની અમેરિકાની ડિફેન્સ સિસ્ટમને આવા ખતરા માટે બનાવવામાં આવી ન હતી. તેમણે કહ્યુ છે કે અમારી પાસે જમીન પર આધારીત એક મર્યાદીત, એક લેયરવાળી ડિફેન્સ સિસ્ટમ છે, જેને માત્ર નાના સ્તરના હુમલા માટે બનાવવામાં આવી હતી.

તેમણે એમ પણ કહ્યુ હતુ કે બેલેસ્ટિક મિસાઈલો સિવાય અન્ય હુમલાઓની વિરુદ્ધ અમારી ક્ષમતા ઘણી મર્યાદીત છે અને આજે અમારી પાસે હાઈપરસોનિક હથિયારો અથવા ક્રૂઝ મિસાઈલોની વિરુદ્ધ કોઈ સુરક્ષા નથી.

આ પણ વાંચો: રામ માધવે BJP ની અંદર પોતાની વાપસીની સંભાવનાઓ પર પાણી ફેરવ્યું!

Trump ની ગોલ્ડન ડોમ (Golden Dome) યોજનાને સમર્થન

બર્કોવિટ્ઝના આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે ચીન જેવો દેશ પોતાની મિસાઈલ શક્તિ, ખાસ કરીને હાઈપરસોનિક હથિયારોમાં ઝડપથી બઢત બનાવી રહ્યો છે, જે પરંપરાગત સંરક્ષણ વ્યવસ્થાથી બચી નીકળે છે. આ નબળાઈને દૂર કરવા માટે અમેરિકાના અધિકારી ટ્રમ્પની ગોલ્ડન ડોમ યોજનાનું સમર્થન કરી રહ્યા છે. તેમાં અંતરિક્ષમાં સેન્સર, જમીન પર ઈન્ટરસેપ્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલનારી કમાન્ડ સિસ્ટમ અને ડાયરેક્ટેડ એનર્જી હથિયાર જેવી નવી તકનીકો સામેલ હશે.

આ સિસ્ટમનો ઉદેશ્ય ડ્રોન, ક્રૂઝ મિસાઈલ, હાઈપરસોનિક હથિયાર અને બેલેસ્ટિક મિસાઈલ જેવા તમામ ખતરાઓથી નિપટવાનું છે અને આખા અમેરિકાને સુરક્ષા આપવાની છે. અમેરિકાની સ્પેસ ફોર્સના જનરલ માઈકલ એ. ગુએટલાઈન આ પ્રોગ્રામને જોઈ રહ્યા છે.

તેમણે ક્હ્યુ છે કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે. તેમણે કહ્યુ કે એક પેઢીમાં પહેલીવાર અમારા દેશની સુરક્ષાનું માર્જિન ખતમ થઈ ગયુ છે. જનરલ ગુએટલાઈને કહ્યુ છે કે આજે અમેરિકાનું મુખ્ય ક્ષેત્ર ખુલ્લું છે અને પુરતી સુરક્ષા નથી.

અધિકારીઓનું કહેવું છે કે 2028 સુધી આ સિસ્ટમને શરૂ કરવાનું લક્ષ્ય છે. પરંતુ તેની પડતર 175થી 185 અબજ ડોલરની વચ્ચે હોઈ શકે છે.

આ પણ વાંચો: Google ને પાછળ પાડવા ભારતમાં સૌથી મોટું AI ડેટા હબ બનશે, રિલાયન્સે 1.6 લાખ કરોડ રોક્યા

Tags :
Advertisement

.

×