IMFએ માન્યું- ગ્લોબલ ઈકોનૉમીનું એન્જિન છે ભારત, શું ગ્રોથનું અનુમાન બદલાશે?
. IMF પ્રમાણે, ભારત વિશ્વ માટે એક મુખ્ય વિકાસ એન્જિન છે
. IMFના પ્રવક્તા જૂલી કોજૈક પ્રમાણે, ભારતના આર્થિક આંકડા આશાથી ઘણાં વધારે મજબૂત
. કોજૈકે કહ્યું, અમે ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનને બહેતર બનાવીશું
નવી દિલ્હી: IMFએ માની લીધું છે કે ભારતના ગ્રોથ અનુમાનને જાહેર કરવામાં તેનાથી ભૂલ થઈ છે? પોતાના ગત રિપોર્ટમાં તેણે વર્ષ 2025-26 માટે ભારતનો વિકાસ દર 6.6 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. હવે ડિસેમ્બર, 2025માં ત્રિમાસિક ગ્રોથને જોતા IMFએ માન્યું છે કે આગળ તે ભારત માટે ગ્રોથ અનુમાનને સંશોધિત કરી શકે છે. IMF પ્રમાણે, ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે એક મુખ્ય વિકાસ એન્જિન બનેલું છે, અને આ આર્થિક પ્રદર્શન મજબૂત અને લચીલું બનેલું છે.
એએનઆઈના રિપોર્ટ મુજબ, IMFના પ્રવક્તા જૂલી કોજૈક (IMF સંચાર વિભાગના પ્રમુખ)એ મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારતના વધતાં મહત્વ પર પ્રકાશ પાડયો. તેમણે કહ્યું કે ભારતના તાજેતરના આર્થિક આંકડા આશાથી ઘણાં વધારે મજબૂત આવ્યા છે, જે વૈશ્વિક વિકાસના મુખ્ય ચાલકના રૂપમાં દેશની ભૂમિકાને વધુ મજબૂત કરે છે.
તેમણે કહ્યું છે કે ભારતમાં અમે જે જોયું છે, તે એ છે કે ભારત વિશ્વ માટે એક મુખ્ય વિકાસ એન્જિન છે. 2025માં ભારતના ગ્રોથ રેન્ટના સંબંધમાં, જ્યારે અમે અમારા આર્ટિકલ - IV સ્ટાફ રિપોર્ટ તૈયાર કર્યો હતો, ત્યારે અમે નાણાંકીય વર્ષ 2025-26 માટે 6.6 ટકા ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું, જે મજબૂત કંઝપ્શન ગ્રોથ એટલે કે ઉપભોગ વૃદ્ધિ પર આધારીત છે.
ભારતના ગ્રોથનું અનુમાન સંશોધિત કરી શકે છે IMF
તેમણે આગળ કહ્યુ કે આર્ટિકલ-IV રિપોર્ટ જાહેર થયા બાદ ભારતનો ત્રીજો ત્રિમાસિક ગ્રોથ આશાથી ઘણો વધારે મજબૂત રહ્યો છે. આ ઘટનાક્રમથી એ સંભાવના વધી ગઈ છે કે નજીકના ભવિષ્યમાં IMF ભારત માટે પોતાના વૃદ્ધિ પૂર્વાનુમાનને સંશોધિત કરી શકે છે.
કોજૈકે ક્હ્યું છે કે અમે ત્યારથી જે જોયું છે, તે એ છે કે ભારતમાં ત્રીજો ત્રિમાસિક ગ્રોથ આશાથી ઘણો વધારે મજબૂત રહ્યો છે, અને તેનાથી એ સંભાવના બને છે કે અમે ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનને બહેતર બનાવીશું.
તેમણે એમ પણ કહ્યું કે IMF આગામી દિવસોમાં જાન્યુઆરીના વાસ્તવિક આંકડાઓના અપડેટ જાહેર કરવાનું છે, ત દરમિયાન ભારત માટે સંશોધિત આંકડાની ઘોષણા કરવામાં આવશે.
તેમણે કહ્યુ છે કે આગામી કેટલાક દિવસોમાં જાન્યુઆરીના વાસ્તવિક આંકડાની અપડેટ જાહેર થવાની છે, માટે તે સમયે અમને ભારત માટે સંશોધિત ગ્રોથ નંબર મળી જશે.
From today's press briefing: I announced the Managing Director’s trip to Ukraine, Italy, Liechtenstein, WEF in Switzerland, & Brussels, & answered questions on Argentina, Egypt, Ghana, India, Japan, Saudi Arabia, Senegal, Sri Lanka, Ukraine, and Venezuela: https://t.co/0XE9chKfVu
— Julie Kozack, IMF (@IMFSpokesperson) January 15, 2026
ભારત સંદર્ભે સકારાત્મક આકલન
વ્યાપક પરિપ્રેક્ષ્યમાં પ્રકાશ પાડતા કોજૈકે કહ્યું કે ભારત સંદર્ભે IMFનું સમગ્ર આકલન સકારાત્મક બનેલું છે. તેમના પ્રમાણે, પડકારપૂર્ણ આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિઓ છતાં પણ દેશે વૈશ્વિક વિકાસને સમર્થન આપવામાં સતત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
તેમણે કહ્યું છે કે ભારત સંદર્ભે અમારા માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વૈશ્વિક વિકાસનું એક મુખ્ય ચાલક રહ્યું છે, અને ભારતમાં વિકાસ ઘણો મજબૂત રહ્યો છે.
IMFની તાજેતરની ટીપ્પણીઓ ભારતના આર્થિક પાયામાં નિરંતર વિશ્વાસને દર્શાવે છે, જેમાં મજબૂત ઘરેલુ ખપત વિકાસનો એક મુખ્ય સ્તંભ છે.
આગામી અપડેટની રાહ જોવાઈ રહી છે, કારણ કે તેનાથી વિશ્વની સૌથી ઝડપથી વધતી ઈકોનોમીઓમાંથી એક તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે.
આ પણ વાંચો: જાપાનને પાછળ પાડી ભારત $ 4.18 ટ્રિલિયનની ચોથી સૌથી મોટી ઈકોનોમી, જાણો 2030 સુધીનું લક્ષ્ય


