Muhammad Yunus statement : મોહમ્મદ યુનુસે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું: કહ્યું, 'અમને ભારતથી આ કારણોસર સમસ્યા છે'
- બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસનું વિવાદાસ્પદ નિવેદન (Muhammad Yunus statement)
- અમને ભારતને કારણે અમને સમસ્યા થઈ રહી છે: મહોમ્મદ યુસુફ
- ભારતને બાંગ્લાદેશનું વિદ્યાર્થીઓનું પસંદ નથી : મહોમ્મદ યુસુફ
Muhammad Yunus statement : બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2025ના રોજ ભારત-બાંગ્લાદેશના સંબંધો પર એક વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં સમસ્યાઓ ચાલી રહી છે, કારણ કે ભારતને ગયા વર્ષે બાંગ્લાદેશમાં થયેલું વિદ્યાર્થી આંદોલન પસંદ નથી.
ન્યુયોર્કમાં એક સંબોધન દરમિયાન, યુનુસે કહ્યું, "ઢાકાના નવી દિલ્હી સાથેના સંબંધોમાં તણાવનું કારણ એ છે કે ભારતને ગયા વર્ષે થયેલા વિદ્યાર્થી પ્રદર્શનો પસંદ નહોતા આવ્યા, જેના કારણે શેખ હસીનાને પદ પરથી હટવું પડ્યું હતું." તેમણે એવો પણ આરોપ મૂક્યો કે ભારત હાલમાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને આશ્રય આપી રહ્યું છે, જે બાંગ્લાદેશમાં અનેક સમસ્યાઓનું કારણ બની રહી છે.
'અમને ઇસ્લામવાદી અને તાલિબાની તરીકે રજૂ કરાયા' (Muhammad Yunus statement)
મોહમ્મદ યુનુસે ભારતીય મીડિયા પર ખોટા અહેવાલો ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, "ભારતીય મીડિયાએ આ આંદોલનને ઇસ્લામવાદીઓ અને તાલિબાન તરીકે રજૂ કર્યું. આ એક પ્રોપાગેન્ડા હતો. શું તમે મને તાલિબાની કહેશો?"
ઉલ્લેખનીય છે કે, ભારતે અગાઉ પણ બાંગ્લાદેશમાં વધી રહેલા ભારત વિરોધી નિવેદનો અને ભારતના પૂર્વોત્તર પ્રદેશ પર કબજો કરવાની ધમકીઓ સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
SAARCને લઈને પણ ભારત પર નિશાન (Muhammad Yunus statement)
મોહમ્મદ યુનુસે દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહયોગ સંગઠન (SAARC)ના નિષ્ક્રિય થવા માટે ભારતને જવાબદાર ગણાવ્યું. તેમણે કહ્યું કે, આઠ દેશોનું આ સંગઠન છેલ્લા એક દાયકાથી કાર્યરત નથી. ભારત પર આડકતરો ઈશારો કરતાં તેમણે કહ્યું કે, "SAARC એટલા માટે કામ નથી કરી રહ્યું કારણ કે આ સંગઠન એક દેશની રાજનીતિમાં બંધબેસતું નથી." તેમણે ફરીથી SAARCને સક્રિય કરવા પર ભાર મૂક્યો.
પાડોશીએ અડચણ ન નાખવી જોઈએ
યુનુસે ભારતના પૂર્વોત્તર રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ સાત રાજ્યોને સમુદ્ર સુધી પહોંચ નથી. તેમણે SAARCને યુરોપિયન યુનિયન જેવું સંગઠન ગણાવીને કહ્યું કે, "આપણા પાડોશીએ તેમાં અડચણ ન નાખવી જોઈએ."
આ પણ વાંચો : શ્રીલંકાના બૌદ્ધ મઠમાં કેબલ ટ્રેન દુર્ઘટના, એક ભારતીય સહિત 7 સાધુઓના મોત