UN માં ભારતે પાકિસ્તાનને દેવાદાર અને ઉગ્રવાદી દેશ ગણાવ્યો, સરાજાહેર કરી ટીકા
- સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનની સરાજાહેર ટીકા કરી છે
- ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને દેવાદાર અને ઉગ્રવાદી દેશ ગણાવ્યો
- આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા એક મહત્વનો સિદ્ધાંત છે
UN : આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે પાકિસ્તાનની ઓળખ ઉગ્રવાદી અને દેવાદાર દેશ (Debtor Nation) તરીકે આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશ (Parvataneni Harish) એ આતંકવાદને ટેકો આપવા અને તેની અર્થવ્યવસ્થાને બગાડવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. શાંતિ અને બહુપક્ષીયતા પર ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભાગ લેતી વખતે ભારતે પાકિસ્તાનને વારંવાર IMF પાસેથી લોન લેતો દેશ અને ઉગ્રવાદ અને આતંકવાદમાં ડૂબેલો દેશ ગણાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે નિવેદન આપ્યું
પડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં શરમજનક સ્થિતિમાં મુકાયું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લીધું અને તેને અરીસો બતાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે આતંકવાદને ટેકો આપવા અને તેની અર્થવ્યવસ્થાને બગાડવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. શાંતિ અને બહુપક્ષીયતા પર ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભાગ લેતી વખતે, ભારતે પાકિસ્તાનને IMF પાસેથી વારંવાર લોન લેતો દેશ અને ઉગ્રવાદ અને આતંકવાદમાં ડૂબેલો દેશ ગણાવ્યો.
આ પણ વાંચોઃ America : B-2 બોમ્બર વિમાન અને કોમર્શિયલ વિમાન આવી ગયા આમને-સામને, સદનસીબે દુર્ઘટના ટળી
આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે આતંકવાદને ટેકો આપવા અને તેની અર્થવ્યવસ્થાને બગાડવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, એક તરફ ભારતમાં પરિપક્વ લોકશાહી, ઉભરતી અર્થવ્યવસ્થા અને સમાવેશી સમાજ છે. બીજી તરફ પાકિસ્તાન ઉગ્રવાદ અને આતંકવાદમાં ડૂબેલું છે. જે IMF લોન પર ચાલી રહ્યું છે. તે વારંવાર IMF પાસેથી લોન લે છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ સમજવું મહત્વપૂર્ણ છે કે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું સાર્વત્રિક રીતે સન્માન કરવું જોઈએ. આમાંનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા છે જે પાકિસ્તાન માટે યોગ્ય નથી.
આ પણ વાંચોઃ Russia-Ukraine War : આ ભયાનક યુદ્ધ અટકાવવા આજે તુર્કીમાં 3 જી શાંતિ-મંત્રણા યોજાશે