ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Canada Relation : વડાપ્રધાન માર્ક કાર્નીની જીત અને ભારત સાથે દોસ્તી...વાંચો એક તાર્કિક વિશ્લેષણ

કેનેડામાં વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney) ની લિબરલ પાર્ટીએ સામાન્ય ચૂંટણી જીતી લીધી છે. Mark Carney ની જીત બાદ India-Canada Relation પર કેવી થશે અસર, વાંચો એક તાર્કિક વિશ્લેષણ...
07:06 PM Apr 29, 2025 IST | Hardik Prajapati
કેનેડામાં વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney) ની લિબરલ પાર્ટીએ સામાન્ય ચૂંટણી જીતી લીધી છે. Mark Carney ની જીત બાદ India-Canada Relation પર કેવી થશે અસર, વાંચો એક તાર્કિક વિશ્લેષણ...
Canada-India Relations Gujarat First

India-Canada Relation : કેનેડિયન સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટી ફરી એકવાર જીતી ગઈ છે. માર્ક કાર્ની (Mark Carney) અગાઉ લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) હતા. જેમણે જાન્યુઆરીમાં વડાપ્રધાન અને પાર્ટીના નેતા પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બની ગયા હતા. જો કે Mark Carney એ ઘણી વાર કહ્યું છે કે, તેઓ ભારત સાથે સંબંધો સુધારવા માટે ઉત્સુક છે.

Mark Carney ની પાર્ટી જીતી સામાન્ય ચૂંટણી

કેનેડિયન સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટી ફરી એકવાર જીતી ગઈ છે. કેનેડાના વડાપ્રધાન Mark Carney ની લિબરલ પાર્ટીએ હાઉસ ઓફ કોમન્સમાં 343 બેઠકોમાંથી 167 બેઠકો જીતી છે. પાર્ટી 172 બહુમતીથી સહેજ ઓછી રહી છે. સરકાર ચલાવવા માટે અન્ય પક્ષો સાથે ગઠબંધનની જરૂર પડશે. Mark Carney ના ભારત તરફી વલણથી સમગ્ર વિશ્વ પરિચિત છે. જ્યારે ટ્રુડોએ કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની થયેલ હત્યા બાદ ભારત પર આરોપો કર્યા હતા. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

Justin Trudeau નું વલણ

ભારત વિરોધી વલણ ધરાવતા Justin Trudeau એ કહ્યું હતું કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે. જૂન 2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને Justin Trudeau એ આ હત્યા માટે ભારતને દોષી ઠેરવ્યું હતું. જેને ભારતે નકારી કાઢ્યું હતું. આ હત્યાને લઈને બંને દેશો વચ્ચે ઘણો તણાવ હતો. કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સહિત કેનેડામાં કામ કરતા 6 રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. જવાબમાં, ભારતે પણ ડઝનબંધ કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. Justin Trudeau ની વિદેશ નીતિને તેમના જ પક્ષમાં ઘણો વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

Mark Carney નું વલણ

ભારત અંગે માર્ક કાર્ની (Mark Carney) નું વલણ જસ્ટીન ટ્રુડોથી સંપૂર્ણપણે વિપરીત છે. તાજેતરમાં માર્ક કાર્નીએ કહ્યું હતું કે, જો તેઓ ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટાશે તો તેઓ ભારત સાથેના સંબંધો સુધારવાને પ્રાથમિકતા આપશે. તેમણે કહ્યું હતું કે વિશ્વની અર્થવ્યવસ્થા હચમચી ગઈ છે અને આવી સ્થિતિમાં ભારત અને કેનેડા જેવા દેશો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. Mark Carney નું માનવું છે કે, નિજ્જર હત્યા કેસ પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ રહે છે. તેમણે કહ્યું કે, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઘણા સ્તરે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેનેડાના લોકો ભારત સાથે ગાઢ અંગત સંબંધો ધરાવે છે, તેમજ આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો પણ ધરાવે છે. એવા સંબંધોમાં તણાવ હોય છે જે આપણે પોતે બનાવ્યા નથી. આપણી પાસે પરસ્પર આદર સાથે આ સંબંધને સુધારવાની તક છે. આ વર્ષે માર્ચમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા કેનેડા પર 25% ટેરિફ લાદવામાં આવ્યા બાદ કાર્નેએ કહ્યું હતું કે, કેનેડાએ તેના વેપાર ભાગીદારોને વૈવિધ્યીકરણ કરવાની જરૂર છે. આ મહિનાની શરૂઆતમાં Mark Carney એ ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાંના ભારતીયોને રામનવમી (Ramnavmi) ની શુભેચ્છા પાઠવી હતી. કાર્નીએ વૈશાખીના અવસર પર ઓટાવા શીખ સોસાયટીના ગુરુદ્વારાની પણ મુલાકાત લીધી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ    ભારતનો ડિજિટલ પ્રહાર, પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાઝા આસિફનું 'X' એકાઉન્ટ Ban!

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધ

માર્ચમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ કેનેડા સાથે સંબંધો સુધારવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમને આશા છે કે આપણે પરસ્પર વિશ્વાસ અને સંવેદનશીલતાના આધારે આપણા સંબંધો ફરીથી બનાવીશું. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. 28 લાખ ભારતીય પ્રવાસી અને ભારતીય મૂળના લોકો રહે છે જેઓ કામચલાઉ નોકરી કરે છે અથવા વિદ્યાર્થીઓ છે. આમાંના ઘણા લોકો કેનેડાના કાયમી રહેવાસીઓ પણ છે. ફક્ત કેનેડામાં જ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 4,27,000 થી વધુ છે. જેઓ કેનેડાના શિક્ષણ અને શ્રમ બજારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટ્રુડોના કાર્યકાળ દરમિયાન રાજદ્વારી સંબંધો બગડ્યા હતા, પરંતુ ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર કોઈ અસર પડી ન હતી. એવું માનવામાં આવે છે કે કાર્ની ભારતીય ઈમિગ્રન્ટ્સ પ્રત્યે ઉદાર રહેશે.

13.49 બિલિયન કેનેડિયન ડોલરનો વેપાર

ભારત-કેનેડાના તણાવને કારણે બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (Comprehensive Economic Partnership Agreement-CEPA) પર વાતચીત બંધ થઈ ગઈ હતી. CEPA પર વર્ષોથી વાતચીત ચાલી રહી હતી પરંતુ નિજ્જર હત્યા કેસ સંબંધિત આરોપો બાદ ભારત-કેનેડા સંવાદ અટકી ગયો હતો. એવું તાર્કિત વિશ્લેષણ પણ છે કે માર્ક કાર્ની આ કરાર કરવામાં રસ દાખવશે. બંને દેશો વચ્ચેના વેપારની વાત કરીએ તો 2023માં ભારત-કેનેડા દ્વિપક્ષીય વેપાર 13.49 બિલિયન કેનેડિયન ડોલર હતો.

આ પણ વાંચોઃ    Pahalgam Attack બાદ UN માં ભારતનું નિવેદન, 'આંતરરાષ્ટ્રીય એકતા આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સનું સબુત'

Tags :
bilateral relationsCanada General ElectionCanada India RelationsComprehensive Economic Partnership Agreement (CEPA)Diplomatic TensionGujarat FirstGUJARAT FIRST NEWSHardeep Singh NijjarIndia-Canada TradeJustin TrudeauKhalistani issueLiberal PartyMark CarneyRam NavamiStrategic RelationsVaisakhi
Next Article