UNSC માં ભારતે પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાતીય હિંસા મુદ્દે કર્યા વાકપ્રહાર
- UNSC માં ભારતે દેખાડ્યો પાકિસ્તાનને અરિસો
- અલ્પસંખ્યકોના ધર્માંતરણ મુદ્દે ભારતનું નિવેદન
- પાકિસ્તાનમાં અપરાધીઓ જ ન્યાયના ઠેકેદાર - ભારત
- જાતીય હિંસાના અપરાધો આજે પણ ચાલુ જ છે - ભારત
UNSC : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની ખુલ્લી ચર્ચામાં 1971ના યુદ્ધનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. સંઘર્ષમાં જાતીય હિંસા (Sexual violence) પર ઓપન ડીબેટમાં ભારતીય રાજદ્વારી એલ્ડોસ મેથ્યુ પુનૂસ (Aldous Mathew Poonus) એ કહ્યું કે, યુદ્ધ દરમિયાન જાતીય હિંસા જેવા જઘન્ય ગુનાઓ કરનારાઓની સખત નિંદા કરવી જોઈએ અને તેમને ન્યાય અપાવવો જોઈએ. પુનૂસે કહ્યું કે, તે શરમજનક સત્ય છે કે 1971 ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં લાખો મહિલાઓ પર અમાનવીય જાતીય હિંસા કરી હતી. કમનસીબે આ નિંદનીય બનાવો આજે પણ અવરોધ વિના અને નિર્ભયતાથી ચાલુ છે.
UNSC માં ભારતે પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ
ભારતીય રાજદ્વારી એલ્ડોસ મેથ્યુ પુનૂસ (Aldous Mathew Poonus) એ કહ્યું કે, આજે પણ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની મહિલાઓ અને છોકરીઓ સાથે અપહરણ, માનવ તસ્કરી, બાળ લગ્ન, બળજબરીથી લગ્ન, ઘરેલુ ગુલામી, જાતીય હિંસા અને બળજબરીથી ધર્માતરણ જેવી ઘટનાઓ બની રહી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠન (OHCHR) ના તાજેતરના અહેવાલોમાં પણ આ ઘટનાઓનો ઉલ્લેખ અને પુષ્ટિ કરવામાં આવી છે.
UNSC Gujarat First-20-08-2025-
આ પણ વાંચોઃ Pakistan Govt : પાકિસ્તાન સરકાર IMF ની શરતોનું પાલન નહીં કરે તો...’!
પાકિસ્તાન ન્યાયતંત્રના બેવડા ધોરણો
ભારતીય રાજદ્વારી એલ્ડોસ મેથ્યુ પુનુસે જણાવ્યું હતું કે, અહેવાલો એ પણ દર્શાવે છે કે પાકિસ્તાનનું ન્યાયતંત્ર પણ ઘણી વખત આ ગુનાઓને ન્યાયી ઠેરવે છે. તે વિડંબના છે કે જેઓ આવા ગુનાઓ કરે છે તેઓ પોતે ન્યાયના ઠેકેદાર તરીકે પણ ઓળખ ધરાવે છે. તેમના બેવડા ધોરણો અને દંભ સ્પષ્ટપણે દેખાય છે.
આ પણ વાંચોઃ Afghanistan માં રુવાડા ઉભા કરી દે તેવો થયો અકસ્માત, 50થી વધુના મોત