India-Pakistan War : પાકિસ્તાનના રાજકારણમાં નવાઝ શરીફની એન્ટ્રી...યુદ્ધ અટકાવવા કરી અપીલ
- PM Shahbaz Sharif પાકિસ્તાનને સંભાળવામાં અસમર્થ હોવાનું સાબિત થઈ રહ્યું છે
- પાકિસ્તાન રાજકારણમાં Nawaz Sharif ની એન્ટ્રી થઈ ગઈ છે
- PM Modi ના કાર્યકાળના શરૂઆતના દિવસોમાં Nawaz Sharif સાથે સારી મિત્રતા હતી
India-Pakistan War : અત્યારે Pakistan કરતા ભારતનું પલડું ભારે છે. સમગ્ર વિશ્વ ભારત સાથે છે જ્યારે Pakistan પર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. પાકિસ્તાનને પારોઠના પગલા ભરવા પડી રહ્યા છે. આ સ્થિતિમાં હવે પાકિસ્તાનના રાજકારણમાં નવાઝ શરીફ (Nawaz Sharif) ની એન્ટ્રી થઈ છે. નવાઝ શરીફ લંડનથી પાકિસ્તાન દોડી આવ્યા છે. તેમણે આવતાની સાથે જ પાકિસ્તાન પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ (Shahbaz Sharif) અને આર્મી ચિફ મુનિર (Army Chief Munir) સાથે મુલાકાત કરી છે. અહેવાલ અનુસાર નવાઝ શરીફે યુદ્ધ અટકાવવા અપીલ પણ કરી છે.
વાતચીત દ્વારા નિવેડો લાવો - Nawaz Sharif
ભારત સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે પીએમ શાહબાઝ શરીફ પાકિસ્તાનને સંભાળવામાં અસમર્થ હોવાનું સાબિત થઈ રહ્યું છે. આ સ્થિતિમાં હવે પાકિસ્તાન રાજકારણમાં Nawaz Sharif ની એન્ટ્રી થઈ ગઈ છે. Nawaz Sharif લંડનમાં પોતાની સારવાર છોડીને પાકિસ્તાન પહોંચી ગયા છે. તેમણે ભારત-પાકિસ્તાન તણાવ પર પીએમ હાઉસમાં યોજાયેલી બેઠકમાં નવાઝે પણ હાજરી આપી હતી.
યુદ્ધ રોકવાની અપીલ
Nawaz Sharif એ હવે પડદા પાછળથી ભારત સાથે મિત્રતા માટે વિનંતી કરવાનું શરૂ કરી દીધું છે જેથી તણાવ ઓછો થઈ શકે. પીએમ મોદીના કાર્યકાળના શરૂઆતના દિવસોમાં નવાઝ શરીફ સાથે સારી મિત્રતા હતી. હવે Nawaz Sharif આ મિત્રતાની યાદ અપાવીને ભારતને હુમલા રોકવાની અપીલ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ India Pakistan War: પાકિસ્તાની સાંસદે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને ગણાવ્યા કાયર
Nawaz Sharif નો વિશ્વાસ
પહલગામ હુમલા (Pahalgam Attack) અને ભારત દ્વારા સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સસ્પેન્ડ કર્યા પછી નવાઝ શરીફ ગભરાઈ ગયા હતા. આ પછી તેઓ તરત જ લંડનથી પાકિસ્તાન આવી ગયા છે. જેથી બંને દેશો વચ્ચે તણાવ ઓછો થઈ શકે. નવાઝ શરીફ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયથી ભારત સાથે સતત શાંતિ વાટાઘાટો કરી રહ્યા છે. હવે તે આનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. નવાઝને આશા છે કે મોદી સરકાર ફરી એકવાર તેમના શબ્દો પર વિશ્વાસ કરશે. લંડનથી આવ્યા પછી Nawaz Sharif પડદા પાછળ કામ કરી રહ્યા હતા પરંતુ હવે પહેલીવાર તેમણે સરાજાહેર રાજકારણ સભાઓમાં હાજરી આપવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની સાંસદે PM શરીફને 'કાયર' ગણાવ્યા, કહ્યું 'તે મોદીનું નામ લેતા પણ ફફડે છે'