ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War : આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય - અમેરિકા

India-Pakistan War ચરમસીમા પર છે. આ સ્થિતિમાં White House ના Press Secretary એ એક નિવેદન આપીને અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, અમેરિકા ઈચ્છે છે કે આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય.
11:53 PM May 09, 2025 IST | Hardik Prajapati
India-Pakistan War ચરમસીમા પર છે. આ સ્થિતિમાં White House ના Press Secretary એ એક નિવેદન આપીને અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, અમેરિકા ઈચ્છે છે કે આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય.
US Statement Gujarat First

India-Pakistan War : આખી દુનિયા અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ (India-Pakistan War) પર નજર માંડીને બેઠી છે. આ યુદ્ધમાં કયા કયા દેશો કુદી પડશે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. હવે અમેરિકા તરફથી નિવેદન આવ્યું છે કે, આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ (Caroline Levitt) એ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump) એ વ્યક્ત કર્યુ છે કે બંને દેશો વચ્ચેનો તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય.

અમેરિકાના વલણ અંગે કરી સ્પષ્ટતા

આજે અમેરિકાના વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે India-Pakistan War પર અમેરિકાના વલણ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યુ છે કે આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય. President Donald Trump ઓવલ ઓફિસમાં આવ્યા તે પહેલાંથી ભારત અને પાકિસ્તાન બંને દેશો દાયકાઓથી એકબીજા સાથે વિરોધાભાસમાં છે. જો કે બંને દેશોના નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. પ્રેસ સેક્રેટરીએ India-Pakistan War અમેરિકા તરફથી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (NSA Marco Rubio) ની ભૂમિકા વિશે પણ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ  india Pakistan War: જેસલમેર, ફલોદીમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલો

NSA Marco Rubio ની ભૂમિકા

આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું છે કે, India-Pakistan War બાબતમાં સેક્રેટરી ઓફ સ્ટેટ અને આપણા NSA Marco Rubio પણ સામેલ છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે, આ સંઘર્ષને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે કેરોલિન લેવિટે જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં આવ્યા તે પહેલાંથી ભારત અને પાકિસ્તાન બંને દેશો દાયકાઓથી એકબીજા સાથે વિરોધાભાસમાં છે. જો કે બંને દેશોના નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. તેથી આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય તે જરુરી છે.

આ પણ વાંચોઃ  IndPakWar2025 : નફ્ફટ પાકિસ્તાને J&K માં 15 મિસાઇલ છોડી, ભારતનો વળતો પ્રહાર, અવંતીપોરામાં ડ્રોન તોડ્યું

 

Tags :
Caroline LevittGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan WarMarco RubioNSA Marco RubioPresident Donald TrumpPress SecretarySecretary of StateUS Foreign PolicyUS stanceUS StatementWashington DCWhite-House
Next Article