Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

India Russia Trade: રશિયાથી ઈમ્પોર્ટમાં 40%નો મોટો ઘટાડો, ભારત-અમેરિકા ટ્રેડ ડીલની દેખાવા લાગી અસર!

India Russia Imports: ભારત અને રશિયાના દ્વિપક્ષીય વ્યાપારમાં લગભગ 80 ટકા હિસ્સેદારી એકલા ખનીજતેલની હોય છે. ગત ત્રણ વર્ષો (2023થી 2025)માં ભારતે રશિયા સાથે મોટી રાહત પર ખનીજતેલની ખરીદી કરી હતી, જેનાથી ભારતા કુલ ખનીજતેલની આયાતમાં રશિયાની ભાગીદારી 35 ટકાથી ઉપર પહોંચી હતી. જો કે જાન્યુઆરીના આંકડા જણાવે છેકે ભારતીય રિફાયનરીઓએ હવે રશિયન ખનીજતેલની ખરીદી ધીમી કરી દીધી છે.
india russia trade  રશિયાથી ઈમ્પોર્ટમાં 40 નો મોટો ઘટાડો  ભારત અમેરિકા ટ્રેડ ડીલની દેખાવા લાગી અસર
Advertisement

. ભારતે રશિયાથી એક વર્ષ પહેલા $4.81 અબજનો સામાન મંગાવ્યો હતો
. આ વર્ષે જાન્યુઆરીમાં રશિયાથી આયાત ઘટીને માત્ર $2.86 અબજ થઈ
. ભારતની કુલ ખનીજતેલની આયાતમાં રશિયાની ભાગીદારી 35 ટકાથી વધુ હતી

India's Imports From Russia: જાન્યુઆરી, 2026માં રશિયા (Russia) થી ભારત (India) માં આયાતમાં 40.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. અન્ય માલસામાન સાથે ખનીજતેલની ખરીદીમાં આવેલા આ ઘટાડાનું મુખ્ય કારણ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી નવી વ્યાપાર સમજૂતી (India-Us Trade Deal) માનવામાં આવે છે. એક વર્ષ પહેલા ભારતે રશિયા પાસેથી $4.81 અબજનો સામાન મંગાવ્યો હતો, તે આ વર્ષે જાન્યુઆરીમાં ઘટીને માત્ર $2.86 અબજ રહી ગયો છે.

Advertisement

ખનીજતેલ (Crude Oil) ની ખરીદીમાં ઘટાડો

ભારત અને રશિયાના દ્વિપક્ષીય વ્યાપારમાં લગભગ 80 ટકા ભાગીદારી એકલા ખનીજતેલની હોય છે. ગત ત્રણ વર્ષ એટલે કે 2023થી 2025 દરમિયાન ભારતે રશિયા પાસેથી મોટી રાહતે ખનીજતેલ (Crude Oil) ની ખરીદી કરી હતી, જેનાથી ભારતની કુલ ખનીજતેલની આયાતમાં રશિયાની ભાગીદારી 35 ટકાથી ઉપર પહોંચી હતી. જો કે જાન્યુઆરીના આંકડા જણાવે છે કે ભારતીય રિફાયનરીઓએ હવે રશિયાના ખનીજતેલની ખરીદીને ધીમી કરી દીધી છે. ઊર્જા વિશ્લેષકો મુજબ, હવે ખરીદીનો નિર્ણય માત્ર છૂટછાટ પર નહીં, પરંતુ વૈશ્વિક રાજનીતિ અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને લેવાય રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: India-Russia Ralation: ભારતીય મિત્ર નહીં બદલે, OIL મુદ્દે Russia એ કહી મોટી વાત- જુઓ VIDEO

ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી (India-Us Trade Deal) ની અસર

રશિયાથી આયાત ઘટવાનું સૌથી મોટું કારણ અમેરિકા સાથે થયેલા નવા વ્યાપાર કરારને માનવામાં આવે છે. આ વ્યાપાર કરાર હેઠળ વોશિંગ્ટને ભારતીય માલસામાન પર લગાવેલા ટેક્સને ઘટાડીને 18 ટકા કરી દીધો છે. અમેરિકાએ એ 25 ટકાનો વધારાનો ટેરિફ પણ હટાવ્યો છે, જે ભારત દ્વારા રશિયન ખનીજતેલ ખરીદવાના વિરોધમાં લગાવાયો હતો. બદલામાં ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકાથી ઊર્જા અને તકનીકની આયાત વધારશે. બંને દેશોએ પરસ્પર વ્યાપારને $500 અબજ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પણ વાંચો: 'ભારત OIL-Gas માટે માંગી રહ્યું છે ભીખ': કેનેડિયન નેતા એંડ્ર્યૂ શીરેની વિવાદીત ટીપ્પણી

મહત્ત્વપૂર્ણ છે કે ટ્રેડ ડીલ થતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતીય નિકાસો પર 50 ટકા સુધી ટેરિફ લગાવવાની ધમકી આપી હતી અને તેને સીધેસીધું રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી સાથે જોડવામાં આવ્યું હતું. એક કાર્યકારી આદેશ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ હતું કે ટેક્સમાં રાહત ત્યારે મળશે, જ્યારે ભારત રશિયાના ખનીજતેલ પર પોતાની નિર્ભરતા ઘટાડવા પ્રતિબદ્ધતા દર્શાવશે. નવી ટ્રેડ ડીલમાં અમેરિકાએ એ દાવો કર્યો છે કે ભારત હવે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી નહીં કરે.

આ પણ વાંચો: રશિયા પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી?: RIL વેનેઝુએલાથી સીધું OIL ખરીદશે, USની લીલીઝંડી

Tags :
Advertisement

.

×