UNમાં ભારતે Pakistan ને આડે હાથે લીધુ, કહ્યુ નરસંહાર કરનાર દેશ કાશ્મીર પર ઉપદેશ ન આપે
- UNSCમાં Pakistan પર ભારતનો પ્રહાર!
- નરસંહારનો કાળો ઈતિહાસ ધરાવતો દેશ આપણને ઉપદેશ ન આપે: ભારત
- રમઝાનમાં તરાવીહની નમાઝ સમયે પાકે. હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો હતો
- 1971ના 'ઓપરેશન સર્ચલાઇટ'ના પાપ યાદ કરાવી ભારતે પાક.ને ભોંઠું પાડ્યું
- સરહદ પારની કાયરતાથી 94,000 થી વધુ અફઘાનીઓ વિસ્થાપિત થયા: UN રિપોર્ટ
Pakistan : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UN Security Council) માં ભારતે પાકિસ્તાનને આડે હાથે લીધુ છે. વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. સશસ્ત્ર સંઘર્ષોમાં નાગરિકોના રક્ષણ (Protection of civilians in armed conflict) પર આયોજિત વાર્ષિક ખુલ્લી ચર્ચા દરમિયાન, ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે લાંબા સમયથી નરસંહારનો રેકોર્ડ ધરાવતો દેશ ભારતને ઉપદેશ આપવાનું બંધ કરે.
UNSC માં Pakistan ને ભારતે બરાબરનું ઝાટક્યું
યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ (Permanent Representative of India to the UN) રાજદૂત હરીશ પરાવથનેનીએ (Harish Parvathaneni) પાકિસ્તાની પ્રતિનિધિ દ્વારા જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) નો ઉલ્લેખ કરવા પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની આ એક આદત અથવા પેટર્ન બની ગઈ છે કે તે પોતાની સરહદોની અંદર અને બહાર હિંસા ફેલાવીને પોતાની આંતરિક નિષ્ફળતાઓ (Internal failures) નો દોષ બીજાઓ પર નાખવાનો પ્રયાસ કરે છે. રાજદૂત હરીશે ઠપકો આપતા કહ્યું કે, "તે અત્યંત વિડંબનાપૂર્ણ છે કે પાકિસ્તાન એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે જે સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો (Internal matter of India) છે."
પવિત્ર મહિનામાં નમાઝીઓ પર કર્યો હતો બોમ્બમારો
આ વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાન (Afghanistan) પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ઘાતકી હવાઈ હુમલાનો પર્દાફાશ કરતા ભારતે દુનિયાને હચમચાવી દીધી હતી. ભારતીય પ્રતિનિધિ પરાવથનેનીએ જણાવ્યું કે, "દુનિયા ભૂલી નથી કે આ વર્ષે માર્ચમાં, રમઝાનના પવિત્ર મહિના દરમિયાન, પાકિસ્તાને કાબુલમાં આવેલી 'ઉમીદ વ્યસન સારવાર હોસ્પિટલ' (Omeed Addiction Treatment Hospital) પર બર્બર હવાઈ હુમલો કર્યો હતો."
અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાય મિશન (UNAMA) ના સત્તાવાર આંકડા ટાંકીને તેમણે જણાવ્યું કે, આ કાયર અને અમાનવીય હિંસામાં 269 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને 122 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. UNAMA ના રિપોર્ટ અનુસાર, આ હુમલો બરાબર એ સમયે કરવામાં આવ્યો હતો જ્યારે સાંજે તરાવીહની નમાઝ પૂરી થતાં જ લોકો અને દર્દીઓ મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા. મેડિકલ સેન્ટર જેવા સ્થળને કોઈપણ રીતે લશ્કરી લક્ષ્ય (Military target) તરીકે વાજબી ઠેરવી શકાય નહીં.
UNSC India Slams Pakistan: UNમાં ભારતે PAKને આડે હાથે લીધુ, કહ્યું નરસંહાર કરનાર દેશ કાશ્મીર પર ઉપદેશ ન આપે
UNSCમાં ભારતે પાકિસ્તાનના નરસંહારના કાળા ઈતિહાસ અને રમઝાન માસમાં કાબુલ હોસ્પિટલ પર કરેલા બોમ્બમારાનો પર્દાફાશ કરીને વૈશ્વિક મંચ પર તેને બરાબરનું ઝાટક્યું છે. કાશ્મીર… pic.twitter.com/lJcTSeh03Q
— Gujarat First (@GujaratFirst) May 21, 2026
પાકિસ્તાનના પાપનો ઘડો ફૂટ્યો: 94,000 લોકો બેઘર
ભારતે UNAMA ના મૂલ્યાંકનનો હવાલો આપતા વૈશ્વિક સમુદાય સામે ખુલાસો કર્યો કે, પાકિસ્તાન દ્વારા અફઘાન નાગરિકો સામે સરહદ પારથી આચરવામાં આવતી સશસ્ત્ર હિંસાને કારણે 94000 થી વધુ લોકો પોતાના ઘર છોડીને વિસ્થાપિત (Displaced civilians) થવા મજબૂર બન્યા છે. તેમણે ઉમેર્યું કે, જે દેશ પોતાના જ લોકો પર બોમ્બમારો કરતો હોય અને વ્યવસ્થિત રીતે નરસંહાર કરતો હોય, તેના તરફથી આવી કાયરતાપૂર્ણ હરકતો આશ્ચર્યજનક નથી.
1971ના કાળા ઈતિહાસથી પાક. આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લો પાડ્યો
પાકિસ્તાનના બેવડા ધોરણો (Double standards) ને ખુલ્લા પાડતા રાજદૂત હરીશે પાકિસ્તાન આર્મીના સૌથી શરમજનક કાળા ઈતિહાસના પાના ખોલ્યા હતા. તેમણે યાદ અપાવ્યું કે, 1971 માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન 'ઓપરેશન સર્ચલાઇટ' (Operation Searchlight) હેઠળ પાકિસ્તાની સેનાએ ચાર લાખ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર અને ભયાનક હત્યાકાંડનું વ્યવસ્થિત અભિયાન ચલાવ્યું હતું. જો કે પાકિસ્તાને આ આંતરરાષ્ટ્રીય ગુનાઓને પોતાની "આંતરિક બાબત" કહીને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતે સદંતર નકારી કાઢ્યો છે. એકતરફ આંતરરાષ્ટ્રીય કાયદા (International law) ની મોટી વાતો કરવી અને બીજી તરફ અંધારાના ઓથે નિર્દોષોનું લોહી વહાવવું – આ જ પાકિસ્તાનનો અસલી ચહેરો છે.
Italy : એક વૃક્ષ માતાને નામ અભિયાન હેઠળ PM મોદીનો ખાસ સંદેશ, પર્યાવરણ માટે રોમમાં કર્યું વૃક્ષારોપણ


