India stand on Venezuela: અમેરિકાની વેનેઝુએલા પરની કાર્યવાહી પર ભારતે આપી પ્રતિક્રિયા
- વેનેઝુએલાના સમર્થનમાં ભારતે નિવેદન જાહેર કર્યું (India stand on Venezuela crisis )
- ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કર્યું
- વેનેઝુએલાની ઘટના પર કરી છે ચિંતા વ્યકત
અમેરિકાએ રાત્રે અચાનક વેનેઝુએલા (Venezuela) પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરીને વિશ્વને ચોંકાવી દીધા હતા. દુનિયાને બતાવી દીધું કે અમેરકા આજેપણ મહાસત્તા છે . અમેરિકન સેનાએ ('US Action) રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કરાકાસથી બળજબરીથી કેદ કરી લીધા. આ વિશ્વની મહત્વની અને અણધારી ઘટના પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ નિવેદનમાં વેનેઝુએલામાં ફસાયેલા ભારતીયોની સલામતીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેનેઝુએલાના મુદ્દા પર વિદેશ મંત્રાલયે શું કહ્યું છે તે જાણો.
વેનેઝુએલા પર ભારતના વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન
India stand on Venezuela crisis : નોંધનીય છે કે ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "વેનેઝુએલામાં તાજેતરની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભારત વેનેઝુએલાના લોકોની સુખાકારી અને સલામતી માટે પોતાનો ટેકો પુનરાવર્તિત કરે છે. અમે તમામ સંબંધિત પક્ષોને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ શોધવાની અપીલ કરીએ છીએ.
Press Release on recent developments in Venezuela ⬇️
🔗 https://t.co/PrU0nIRLiQ pic.twitter.com/jVBI5TcGMV
— Randhir Jaiswal (@MEAIndia) January 4, 2026
ભારતીયો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી
India stand on Venezuela crisis : વિદેશ મંત્રાલયે પણ વેનેઝુએલામાં ભારતીયોને ખાતરી આપી છે. ખાસ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કારાકાસમાં ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના સંપર્કમાં છે અને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવશે. અગાઉ, અન્ય એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વેનેઝુએલામાં તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોએ વેનેઝુએલાની બધી બિન-આવશ્યક મુસાફરી ટાળવી જોઈએ. વેનેઝુએલામાં રહેતા તમામ ભારતીયોને, કોઈપણ કારણોસર, અત્યંત સાવધાની રાખવાની, તેમની પ્રવૃત્તિઓ મર્યાદિત કરવાની અને કારાકાસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે, તેમના ઇમેઇલ સરનામાં - cons.caracas@mea.gov.in અથવા કટોકટી ફોન નંબર +58-412-9584288 (વોટ્સએપ કોલ્સ ) પણ કરી શકો છો.
આ પણ વાંચો: અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની બેડરૂમમાંથી કરી ધરપકડ


