India US Trade Deal અંતિમ તબક્કામાં ! જાણો ભારતીય બજાર પર શું થશે અસર
- India US Trade Deal અંતિમ તબક્કામાં: વોશિંગ્ટનમાં મંત્રણા શરૂ
- ટેરિફ ઘટાડવા અને વેપાર સરળ બનાવવા ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક સમજૂતીના એંધાણ
- PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિઝન હેઠળ દ્વિપક્ષીય વેપારને મળશે મોટું પ્રોત્સાહન
- વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ દર્પણ જૈન વોશિંગ્ટનમાં અમેરિકી અધિકારીઓ સાથે કરશે બેઠક
- ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત: ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધોનો નવો અધ્યાય
India US Trade Deal : ભારત અને અમેરિકા (India-USA) વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વોશિંગ્ટન ડીસીમાં વેપાર વાટાઘાટોનો (Trade Negotiations) મહત્વપૂર્ણ રાઉન્ડ શરૂ થયો છે. બંને દેશો વચ્ચેના લાંબા સમયથી પડતર વેપાર કરારને આખરી ઓપ આપવા માટે ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેબલ પર બેઠું છે.
India US Trade Deal : અંતિમ તબક્કામાં મંત્રણા
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય મંત્રાલયના (Ministry of Commerce) અધિક સચિવ દર્પણ જૈન (Darpan Jain) કરી રહ્યા છે. તેઓ અમેરિકાના ચીફ નેગોશીયેટર બ્રેન્ડન લિંચ (Brendan Lynch) સાથે મુલાકાત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કામગીરી પૂર્ણતાને આરે છે.
ન્યૂઝ એજન્સી ANI ના અહેવાલ મુજબ, કરારનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર કેટલીક નાની તકનીકી વિગતોને જ આખરી ઓપ આપવાનો બાકી છે. જેમાં સકારાત્મક અભિગમ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration) અને ભારત વચ્ચેની આ ચર્ચા અત્યંત અર્થપૂર્ણ અને સકારાત્મક દિશામાં આગળ વધી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
વેપાર સરળ બનાવવા પર ભાર
આ સંભવિત કરારનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના ટેરિફ (Tariff) ઘટાડવાનો અને બજારમાં માલસામાનની પહોંચને વધુ સરળ બનાવવાનો છે. જો આ ડીલ સફળ થાય છે, તો તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા (અમેરિકા) અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા (ભારત) વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય જોડશે.
BTA પર ફોકસ
ઉલ્લેખનીય છે કે, 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ (PM Modi) દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement - BTA) પર કામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અગાઉ 7 ફેબ્રુઆરીના રોજ આ અંગે પ્રારંભિક માળખું તૈયાર કરવામાં આવ્યું હતું, જેનો અમલ હવે ટૂંક સમયમાં જોવા મળી શકે છે.
આ પણ વાંચો : Jashpur Plane Crash: છત્તીસગઢના જશપુરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ,ભીષણ આગમાં વિમાન બળીને ખાખ


