Indian Airlines Crisis : આસમાનમાં યુદ્ધના વાદળો! એર ઈન્ડિયા-ઈન્ડિગોની 800 ફ્લાઈટ્સ કેન્સલ
- Indian Airlines Crisis : ભારતીય એરલાઈન્સના અબજો રૂપિયા દાવ પર!
- ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે ગલ્ફ એરસ્પેસ બંધ, 800થી વધુ ઉડાન રદ
- એર ઈન્ડિયા અને ઈન્ડિગોના આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ પર આર્થિક સંકટ
- પાકિસ્તાન બાદ પશ્ચિમનો હવાઈ માર્ગ પણ ઠપ્પ, એરલાઈન્સને બેવડો માર
- ઈંધણના વધતા વપરાશ અને રૂટ ડાયવર્ઝનથી ટિકિટના ભાવ વધવાની શક્યતા
Indian Airlines Crisis : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન (US-Israel-Iran War) વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષની સૌથી મોટી અને માઠી અસર એવિએશન સેક્ટર (Aviation Sector) પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં મિસાઈલ હુમલા અને બોમ્બબારી વચ્ચે સુરક્ષાના કારણોસર ખાડી દેશોનું હવાઈ ક્ષેત્ર (Gulf Airspace) બંધ કરી દેવામાં આવતા ભારતીય એરલાઈન્સ કંપનીઓ, ખાસ કરીને એર ઈન્ડિયા (Air India) અને ઈન્ડિગો (IndiGo) માટે મોટું સંકટ ઉભું થયું છે.
Indian Airlines Crisis : 800 થી વધુ ફ્લાઈટ્સ રદ
DGCA ના આંકડા મુજબ, 1 માર્ચ સુધીમાં જ ભારતીય એરલાઈન્સની 800 થી વધુ ઉડાન રદ કરવામાં આવી છે. માત્ર 28 ફેબ્રુઆરીએ 410 અને 1 માર્ચે 440 જેટલી ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા અને સ્પાઈસજેટે મધ્ય પૂર્વ જતી અને ત્યાંથી આવતી તમામ લાંબા અંતરની ફ્લાઈટ્સ અટકાવી દીધી છે. ઈન્ડિગોએ 7 માર્ચ સુધી ફ્રી કેન્સલેશનની સુવિધા આપી છે, પરંતુ એરલાઈન્સની આવક પર તેની ગંભીર અસર પડશે.
આસમાનમાં બેવડી મુસીબત
ભારતીય એરલાઈન્સ માટે આ 'કરતા જાળ અને ઉપર આભ' જેવી સ્થિતિ છે. પાકિસ્તાની એરસ્પેસ (Pakistan Airspace) છેલ્લા 11 મહિનાથી બંધ હોવાને કારણે એરલાઈન્સ પહેલેથી જ લાંબા રૂટ અને વધુ ઈંધણના વપરાશને કારણે ખોટ કરી રહી હતી. હવે પશ્ચિમનો બીજો મુખ્ય કોરિડોર (Gulf Airspace) પણ બંધ થઈ જતાં આંતરરાષ્ટ્રીય ટ્રાફિકના 50% હિસ્સા પર બ્રેક લાગી ગઈ છે. એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સનના મતે, પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી વાર્ષિક 4,000 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું, જે હવે ગલ્ફ સંકટને કારણે અનેકગણું વધી શકે છે.
ચોથા ક્વાર્ટરમાં (FY26 Q4) એરલાઈન્સના નફા પર આ સંકટની સીધી અસર વર્તાશે. ઈંધણનો વધુ વપરાશ, સ્ટાફની વધારાની જરૂરિયાત અને રૂટ ડાયવર્ઝનને કારણે ટિકિટના ભાવમાં પણ મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
આ પણ વાંચો : US-Israel Iran War: ભારતનો 4.33 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય ખતરામાં! સુરતના ઉદ્યોગોને શું અસર?


