Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Middle East Conflict : મિડલ ઈસ્ટ જંગમાં ભારતની પ્રથમ જાનહાનિ, ઓમાનના દરિયામાં ટેન્કર પર ત્રાટક્યું 'કામિકાઝે' ડ્રોન

મધ્ય પૂર્વના યુદ્ધની ભયાનક અસરો હવે ભારતીયો પર પડવા લાગી છે. ઓમાનના મસ્કેટ તટ પાસે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોને એક તેલ ટેન્કરને નિશાન બનાવતા ભારતીય નાવિકનું કરુણ મોત નીપજ્યું છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધતી અસ્થિરતા અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર તોળાઈ રહેલા જોખમે વૈશ્વિક વેપાર જગતમાં ફાળ પાડી છે. આ સ્ફોટક ઘટના પાછળના જવાબદાર કોણ અને તેની અસરો શું હશે?
middle east conflict   મિડલ ઈસ્ટ જંગમાં ભારતની પ્રથમ જાનહાનિ  ઓમાનના દરિયામાં ટેન્કર પર ત્રાટક્યું  કામિકાઝે  ડ્રોન
Advertisement
  • Indian Sailor Killed Oman : ભારતીય નાવિકનો લેવાયો ભોગ!
  • ઓમાનના મસ્કેટ તટ પર તેલ ટેન્કર પર ભીષણ ડ્રોન હુમલો
  • 'MKD VYOM' ટેન્કર પર હુમલામાં એક ભારતીયનું મોત
  • જહાજ પર સવાર 16 ભારતીયો પૈકી અન્ય 15 ક્રૂ મેમ્બર સુરક્ષિત
  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ડ્રોન અથડાતા એન્જિન રૂમમાં થયો બ્લાસ્ટ

Middle East Conflict : મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની ઝપેટમાં હવે નિર્દોષ ભારતીય નાગરિકો પણ આવી રહ્યા છે. ઓમાન (Oman) ના દરિયાકાંઠે એક તેલ ટેન્કર (Oil Tanker) પર થયેલા વિસ્ફોટક ડ્રોન હુમલામાં એક ભારતીય નાવિકનું (Indian Sailor) કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને અમેરિકા-ઈરાન સંઘર્ષમાં ભારતની પ્રથમ જાનહાનિ તરીકે જોવામાં આવી રહી છે.

Indian Sailor Killed Oman : ઓમાનના તટ પર ટેન્કર પર હુમલો

સોમવારે માર્શલ આઈલેન્ડ્સનો ધ્વજ ધરાવતા તેલ ટેન્કર 'MKD VYOM' પર ઓમાનના મસ્કેટ (Muscat) તટથી લગભગ ૫૨ નોટિકલ માઈલ દૂર આ હુમલો થયો હતો. ઓમાન ન્યૂઝ એજન્સી (Oman News Agency) ના જણાવ્યા મુજબ, વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન ટેન્કર સાથે અથડાતા જ એન્જિન રૂમમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને જહાજમાં આગ લાગી ગઈ હતી. જહાજ પર કુલ ૨૧ ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી ૧૬ ભારતીય (Indian Nationals) હતા. અન્ય સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ

આ હુમલો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) નજીક થયો છે, જે વૈશ્વિક તેલ વેપાર (Global Oil Trade) માટે સૌથી મહત્વનો માર્ગ ગણાય છે. ઓમાનના મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટર (Maritime Security Center) ના અહેવાલ મુજબ, આ ટેન્કર આશરે ૫૯,૪૬૩ મેટ્રિક ટન કાર્ગો લઈને જઈ રહ્યું હતું. ઈરાન (Iran) અને પશ્ચિમી દેશો વચ્ચે વધતા તણાવને કારણે આ રૂટ પર જહાજોની અવરજવર જોખમી બની છે.

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

તાજેતરમાં ઇઝરાયલ (Israel) અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કરેલા હવાઈ હુમલાના જવાબમાં ઈરાન સમર્થિત સંગઠનો આ પ્રકારના હુમલા કરી રહ્યા હોવાની આશંકા છે. જો આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવા હુમલા ચાલુ રહેશે, તો તેલની સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાઈ શકે છે, જેનાથી વિશ્વભરમાં ઉર્જા સંકટ (Energy Crisis) પેદા થઈ શકે છે.

આ પણ વાંચો : India Iran Trade Impact : તેલથી લઈને કેસર સુધી, ઈરાન જંગની ભારતની આયાત પર શું થશે અસર?

Tags :
Advertisement

.

×