અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિની હત્યા, ડલાસમાં ગેસ સ્ટેશન પર ગોળી મારી!
ટેક્સાસના ડલાસમાં ભારતીય વિદ્યાર્થી ચંદ્રશેખર પોલની ગોળી મારીને હત્યા. ગેસ સ્ટેશન પર કામ કરતી વખતે ઘટના બની. પરિવારની મૃતદેહ વતન લાવવા સરકારને ભાવુક અપીલ.
09:06 AM Oct 05, 2025 IST
|
Mihir Solanki
- અમેરિકાના ટેક્સાસમાં ભારતીય વિદ્યાર્થિની હત્યા (Indian Student Murder Texas)
- ચંદ્ર શેખર પોલ નામના વિદ્યાર્થિની ગોળી મારીને હત્યા
- ગેસ સ્ટેશન પર કામ કરતી વખતે બની આ ઘટના
- અમેરિકાથી મૃતદેહને પરત લાવવા માટે પરિવારની અપીલ
Indian Student Murder Texas : અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં ડલાસમાં અજાણ્યા હુમલાખોરોએ ભારતીય વિદ્યાર્થી ચંદ્રશેખર પોલની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ચંદ્રશેખર એક ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યા હતા. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોને શોધવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
ચંદ્રશેખર પોલ ભારતમાં ડેન્ટલ સર્જરીમાં સ્નાતક (ગ્રેજ્યુએશન) થયા પછી 2023માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. તેમણે છ મહિના પહેલાં જ માસ્ટર ડિગ્રી પૂરી કરી હતી અને હાલમાં તેઓ ફૂલ-ટાઇમ નોકરીની શોધમાં હતા. આ સમય દરમિયાન, તેઓ જીવનનિર્વાહ માટે ડાલ્ટન સ્થિત એક ગેસ સ્ટેશન પર કામ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલને આફ્રિકન-અમેરિકન મૂળના એક વ્યક્તિએ ગોળી મારી હતી.
મૃતદેહને વતન લાવવા પરિવારની સરકારને વિનંતી (Indian Student Murder Texas)
ચંદ્રશેખરના આકસ્મિક મૃત્યુથી તેમના પરિવાર અને તેલંગાણાના સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શોકાતુર પરિવારે ભારત સરકારને ભાવુક અપીલ કરી છે કે તેમના પુત્રના મૃતદેહને વહેલી તકે અમેરિકાથી તેમના વતન પાછો લાવવામાં મદદ કરે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ધારાસભ્ય સુધીર રેડ્ડી અને ભૂતપૂર્વ તેલંગાણા મંત્રી ટી. હરીશ રાવ સહિત પક્ષના નેતાઓએ પરિવારની મુલાકાત લીધી અને સંવેદના વ્યક્ત કરી.
તેલંગાણા સરકારને દરમિયાનગીરી કરવા વિનંતી (Indian Student Murder Texas)
હરીશ રાવે કહ્યું, "એલબી નગરના દલિત વિદ્યાર્થી ચંદ્રશેખર પોલ, જેમણે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું, તેમની હત્યા અમુક ગુનેગારો દ્વારા કરવામાં આવી તે અત્યંત દુઃખદ છે. આ માતા-પિતા માટે અસહ્ય પીડા છે, જેઓ પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી રહ્યા હતા." તેમણે તેલંગાણા સરકારને તાત્કાલિક દરમિયાનગીરી કરવા અને ચંદ્રશેખરના પાર્થિવ દેહને તેમના પૈતૃક ગામ લાવવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી.
વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ
યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની આ ઘટનાઓ વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય યુવાનોની સુરક્ષા અને જીવનના જોખમો અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. આ પ્રકારની ઘટનાઓ સરકાર અને ભારતીય સમુદાય માટે વિદેશમાં રહેતા નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મોટો પડકાર બની છે
Next Article