અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવું વર્તન, જમીન પર પછાડી હાથકડી પહેરાવી અને પછી..!
- અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવું વર્તન
- જમીન પર પછાડી હાથકડી પહેરાવી કર્યો ડિપોર્ટ
- ન્યૂજર્સીનો પોલીસ દમનનો વીડિયો થયો વાયરલ
- યુવક હરિયાણવીમાં બોલી રહ્યો હતો હું પાગલ નથી
- વિદ્યાર્થીને હાથકડી સાથે ભારત મોકલી દેવામાં આવ્યો
- અમેરિકન ઉદ્યોગપતિ કૃણાલ જૈને વીડિયો શેર કર્યો
- ભારતીય વિદેશ મંત્રીને હસ્તક્ષેપની કરી અપીલ
10 જૂન 2025ના રોજ ન્યૂજર્સીના નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ (Newark Liberty International Airport) પર એક ભારતીય વિદ્યાર્થી (Indian student) સાથે થયેલા કથિત દુર્વ્યવહારનો એક વીડિયો વાયરલ થયો, જેણે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. વીડિયોમાં દેખાય છે કે સુરક્ષા કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીને જમીન પર પછાડવામાં આવ્યો, તેના હાથ-પગમાં હાથકડીઓ (handcuffed) પહેરાવવામાં આવી, અને આખરે તેને ભારત ડિપોર્ટ (deported to India) કરવામાં આવ્યો. આ ઘટનાએ ભારતીય સમુદાય (Indian community) અને અન્ય લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને (Indian-American businessman Kunal Jain) આ વીડિયો શેર કરીને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકામાં ભારતીય દૂતાવાસને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
ઘટનાનો વાયરલ વીડિયો
આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો કુણાલ જૈન દ્વારા X પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં બે સુરક્ષા અધિકારીઓ વિદ્યાર્થીને જમીન પર પકડી રાખે છે, જ્યારે અન્ય બે અધિકારીઓ તેના હાથ-પગ બાંધે છે. વિદ્યાર્થી હરિયાણવીમાં બોલતો સાંભળાય છે, "હું પાગલ નથી," અને મદદ માટે વિનંતી કરે છે. કુણાલ જૈનના જણાવ્યા મુજબ, આ વિદ્યાર્થી તેમની સાથે એક જ ફ્લાઇટમાં ભારત પરત ફરવાનો હતો, પરંતુ તેને બોર્ડિંગની મંજૂરી ન મળી. વીડિયોમાં દેખાતા અધિકારીઓ પોર્ટ ઓથોરિટી પોલીસ ડિપાર્ટમેન્ટના હોવાનું જણાય છે, જે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના એરપોર્ટ્સની સુરક્ષા સંભાળે છે.
કુણાલ જૈનની પોસ્ટ અને અપીલ
કુણાલ જૈને X પર લખ્યું, "મેં ગત રાત્રે નેવાર્ક એરપોર્ટ પર એક યુવાન ભારતીય વિદ્યાર્થીને ડિપોર્ટ થતા જોયો. તેના હાથ બાંધેલા હતા, અને તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર થયો. તે ઘણા સપના સાથે અહીં આવ્યો હતો, નુકસાન પહોંચાડવા નહીં. એક NRI તરીકે હું લાચાર હતો. આ માનવીય દુર્ઘટના છે." તેમણે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને ટેગ કરીને ન્યૂજર્સીના સત્તાવાળાઓ પાસેથી આ મામલે તપાસની માંગ કરી. જૈને ઉમેર્યું કે આવા કેસો દરરોજ 3-4 વખત બની રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન અધિકારીઓને પોતાના આગમનનું કારણ સમજાવી શકતા નથી.
Here more videos and @IndianEmbassyUS need to help here. This poor guy was speaking in Haryanvi language. I could recognise his accent where he was saying “में पागल नहीं हूँ , ये लोग मुझे पागल साबित करने में लगे हुए हे” pic.twitter.com/vV72CFP7eu
— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025
ભારતીય દૂતાવાસનું નિવેદન
ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું, "અમે સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ્સ જોઈ છે, જેમાં નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો છે. અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છીએ. કોન્સ્યુલેટ ભારતીયોના હિતોની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે." આ નિવેદન બાદ લોકો આશા રાખે છે કે ભારતીય સરકાર આ મામલે યોગ્ય પગલાં લેશે.
અમેરિકામાં વધતી કડકાઈ
આ ઘટના અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સામે ચાલી રહેલી કડક ઇમિગ્રેશન નીતિઓનો ભાગ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ વિઝા રદ્દીકરણ અને ડિપોર્ટેશનની કાર્યવાહીઓ વધી છે. કેટલાક કિસ્સાઓમાં, પેલેસ્ટાઇનને સમર્થન આપવું અથવા નાના ટ્રાફિક ઉલ્લંઘન જેવા કારણો પણ ડિપોર્ટેશનનું કારણ બની રહ્યા છે. કુણાલ જૈનના જણાવ્યા મુજબ, ઘણા વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન અધિકારીઓને પોતાના આગમનનું હેતુ સ્પષ્ટ રીતે સમજાવી શકતા નથી, જેના કારણે તેમને "ગુનેગારો"ની જેમ દેશનિકાલનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : અમેરિકાના લોસ એન્જલસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, જાણો શું થયું કે ટ્રમ્પે ઉતારી દીધા નેશનલ ગાર્ડ્સ