Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Indian Students in Iran : "અમને અહીંથી બહાર કાઢો", ઇરાનમાં એરસ્ટ્રાઈક વચ્ચે વિદ્યાર્થીઓની ભારત સરકારને આજીજી

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભયાનક યુદ્ધના કારણે તેહરાન અને ઉર્મિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ મિસાઇલ હુમલાને કારણે ફસાયા છે. યુનિવર્સિટીની કડક પાબંદીઓ અને કરિયરની ચિંતામાં સમયસર ભારત ન ફરી શકનારી દીકરીઓએ ધ્રુજારી છૂટી જાય તેવા વીડિયો શેર કર્યા છે.
indian students in iran    અમને અહીંથી બહાર કાઢો   ઇરાનમાં એરસ્ટ્રાઈક વચ્ચે વિદ્યાર્થીઓની ભારત સરકારને આજીજી
Advertisement
  • Indian Students in Iran : તેહરાન અને ઉર્મિયામાં એરસ્ટ્રાઈક વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પોકાર
  • 'Tomahawk' મિસાઇલોના પ્રચંડ વિસ્ફોટો વચ્ચે વિદ્યાર્થીઓએ વીડિયો કર્યા જાહેર
  • યુનિવર્સિટીએ પરવાનગી ન આપતા સેંકડો ભારતીયો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં અટવાયા
  • એમ્બેસીની એડવાઇઝરી છતાં શૈક્ષણિક પાબંદીઓને કારણે વતન ન ફરી શક્યા વિદ્યાર્થીઓ
  • ભારત સરકાર દ્વારા સુરક્ષિત ઇવેક્યુએશન માટે પ્લાનિંગ અને કામગીરીની શક્યતા

Indian Students in Iran : ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત સૈન્ય હુમલાઓ (Joint Military Strikes) બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ પ્રબળ બની છે. આ ભયાનક સ્થિતિ વચ્ચે ઇરાનના તેહરાન (Tehran) અને ઉર્મિયા (Urmia) જેવા શહેરોમાં અભ્યાસ કરતા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students) ફસાઈ ગયા છે. આકાશમાં સતત થતા 'Tomahawk' મિસાઇલોના ધડાકા અને લાઇવ એરસ્ટ્રાઈક (Live Airstrike) વચ્ચે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી ભારત સરકાર પાસે તાત્કાલિક સુરક્ષિત ઇવેક્યુએશન (Evacuation) ની માંગ કરી છે.

Advertisement

Indian Students in Iran : યુનિવર્સિટીના નિયમો નડ્યા 

ભારતીય દૂતાવાસ (Embassy of India in Tehran) દ્વારા એક અઠવાડિયા પહેલા એડવાઇઝરી (Advisory) જાહેર કરીને દેશ છોડવા જણાવાયું હતું. જોકે, ઉર્મિયા યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ (Urmia University of Medical Sciences) માં ભણતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, યુનિવર્સિટીએ પરવાનગી ન આપતા અને કરિયરના જોખમે તેઓ સમયસર નીકળી શક્યા નહોતા. હવે જ્યારે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે, ત્યારે તેઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

Advertisement

Indian Students in Iran : વિકટ બનતી પરિસ્થિતિ

તેહરાનથી એક વિદ્યાર્થીનીએ વીડિયોમાં જણાવ્યું કે દર કલાકે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ખાણી-પીણી અને સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે. ચાબહાર પોર્ટ (Chabahar Port) નજીક પણ ભારે ગોળીબારીના અહેવાલો છે, જેનાથી ભારતીય કર્મચારીઓમાં ફફડાટ છે. અગાઉ 'ઓપરેશન ગંગા' (Operation Ganga) ની જેમ જ ભારત સરકાર (Government of India) હવે ઇરાનમાંથી પણ વિશેષ ફ્લાઇટ્સ દ્વારા રેસ્ક્યુ મિશન હાથ ધરે તેવી પરિવારજનો આશા રાખી રહ્યા છે. વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) હાલ ઇરાની સત્તાધીશો સાથે સતત સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : Iran-Israel War: ઈરાન–ઈઝરાયલ ટકરાવ, યુદ્ધની ટાઈમલાઈનથી લઈને હોર્મુઝ સ્ટ્રેટ, મિસાઈલ શક્તિ અને પરમાણુ જોખમ સુધી!

આ પણ વાંચો : Israel ના હુમલામાં Iran ના સેનાધ્યક્ષ આમિર હાત્મી અને ન્યાય પ્રમુખ મોહસની અજઈના મોત

Tags :
Advertisement

.

×