Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IndiGo : CEO પીટર એલ્બર્સનું રાજીનામું, હવે રાહુલ ભાટિયા સંભાળશે એરલાઇનનું સુકાન

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હજારો ફ્લાઈટ્સ રદ થયાના થોડા જ સમયમાં સીઈઓની વિદાયે અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. હવે જ્યારે કંપનીના સ્થાપક અને સૌથી મોટા શેરહોલ્ડર પોતે મેદાનમાં ઉતર્યા છે, ત્યારે ગ્રાહકોને મળનારી સેવામાં કેવો બદલાવ આવશે?
indigo   ceo પીટર એલ્બર્સનું રાજીનામું  હવે રાહુલ ભાટિયા સંભાળશે એરલાઇનનું સુકાન
Advertisement
  • IndiGo એરલાઇનના CEO પીટર એલ્બર્સનું રાજીનામું!
  • ઓપરેશનલ મુશ્કેલીઓ વચ્ચે કંપનીના ટોચના સ્તરે મોટો ફેરફાર
  • MD રાહુલ ભાટિયા હવે એરલાઇનનું મેનેજમેન્ટ સીધું સંભાળશે
  • 4500 ફ્લાઈટ્સ રદ થવાના વિવાદ બાદ લેવાયો મહત્વનો નિર્ણય
  • નવા CEOની શોધ ચાલુ, કંપની કલ્ચર મજબૂત કરવા પર મૂકાયો ભાર
  • નેતૃત્વ પરિવર્તન વચ્ચે ઇન્ડિગોના શેરમાં 3.46% નો નોંધપાત્ર ઉછાળો

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) માં નેતૃત્વ પરિવર્તનના મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે (Pieter Elbers) મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એરલાઇન દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, નવા લીડરની નિમણૂક ન થાય ત્યાં સુધી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા (Rahul Bhatia) મેનેજમેન્ટની સંપૂર્ણ જવાબદારી સંભાળશે.

IndiGo માં ઓપરેશનલ મુશ્કેલીઓ બની કારણ?

નોંધનીય છે કે ડિસેમ્બરના શરૂઆતના અઠવાડિયામાં ઇન્ડિગોએ લગભગ 4,500 ફ્લાઇટ્સ કેન્સલ (Flight Cancellation) કરવી પડી હતી. પાઇલોટ્સ માટેના કડક નિયમોના અમલીકરણમાં રોસ્ટર મેનેજમેન્ટની નિષ્ફળતાને કારણે એરલાઇનને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ટરગ્લોબ એવિએશનના ચેરમેન વિક્રમ સિંહ મહેતાએ જણાવ્યું હતું કે, રાહુલ ભાટિયા કંપનીના કલ્ચરને મજબૂત કરવા અને ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે ફરી મેનેજમેન્ટમાં સક્રિય થયા છે.

Advertisement

રાહુલ ભાટિયાએ વચગાળાના ધોરણે એરલાઇનનું સંચાલન સંભાળ્યું

હાલમાં ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ વચગાળાના ધોરણે એરલાઇનનું સંચાલન સંભાળ્યું છે. સપ્ટેમ્બર 2022 માં સીઈઓ તરીકે એલ્બર્સના લગભગ ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ઇન્ડિગોએ 10 અરબ ડોલરથી વધુની આવક મેળવી હતી. આ દરમિયાન એયરલાઇનનો કાફલો પણ નોંધપાત્ર રીતે વિસ્તર્યો, જેમાં 440 થી વધુ વિમાનો સુધી પહોચ્યો. ઇન્ડિગોએ એરબસ સાથે 500 વિમાનો માટે ઐતિહાસિક ઓર્ડર પણ આપ્યો.

Advertisement

શેરબજારમાં તેજીનો માહોલ

નેતૃત્વમાં ફેરફાર છતાં મંગળવારે ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં (IndiGo Share Price) 3.46% નો ઉછાળો જોવા મળ્યો હતો. શેર રૂ. 4,382.45 પર બંધ થયો હતો. બજારના જાણકારોનું માનવું છે કે કાચા તેલની કિંમતોમાં ઘટાડો અને વૈશ્વિક સ્તરે યુદ્ધના વિરામની આશાને કારણે એવિએશન સેક્ટરમાં આ તેજી જોવા મળી છે. રાહુલ ભાટિયા, જેઓ કંપનીમાં 35.69% હિસ્સો ધરાવે છે, તેમના આગમનથી રોકાણકારોમાં ફરી વિશ્વાસ જાગ્યો છે.

આ પણ વાંચો : US Iran War: ટ્રમ્પની 'Madman Theory', ક્યારેક શાંતિ - ક્યારેક ભીષણ યુદ્ધની ધમકી!

Tags :
Advertisement

.

×