Indus Water Treaty dispute: પાણીના એક એક ટીપા માટે તરસતું પાકિસ્તાન ભૂલ્યુ ભાન, સિંધુ સંધીના નામે ભારતને આપી ધમકી!
પહલગામ આતંકી હુમલા પછી ભારતે લીધેલા કડક વલણથી પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી સામે આવ્યો છે. સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થતા પાકિસ્તાની મંત્રીઓ ગભરાટમાં આડેધડ નિવેદનો આપી રહ્યા છે. 'હાથ કાપી નાખવા' જેવી વાહિયાત ધમકીઓ આપીને પાકિસ્તાન પોતાની આક્રમકતા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ભારત પોતાના આતંકવાદ વિરોધી સ્ટેન્ડ પર અડગ ઊભું છે.
Advertisement
Indus Water Treaty dispute: સિંધુ જળ સંધિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વર્ષ 2025માં થયેલા પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આ સંધિ સ્થગિત કરી દીધી છે. આ કોન્ટ્રાક્ટ રદ થયા પછી પાકિસ્તાન જાણે પાણી માટે રીતસરનું તરસી રહ્યું છે. ત્યારે પાણી માટે બેબાકળું બનેલું પાકિસ્તાન જાણે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનના મંત્રીઓના નિવેદનોએ આ તણાવમાં વધારો કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ આંતરરાષ્ટ્રીય સ્તરે જળ સુરક્ષા અને રાજદ્વારી સંબંધોના નવા સમીકરણો ઊભા કરી રહ્યો છે.

