International Yoga Day : વોશિંગ્ટન ડીસીમાં ઈન્ડિયન એમ્બસી દ્વારા યોગસત્રનું આયોજન કરાયું
- વોશિંગ્ટન-ડીસીમાં લિંકન મેમોરિયલ ખાતે યોગસત્રનું આયોજન કરાયું
- આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઈન્ડિયન એમ્બેસી દ્વારા કરાયું હતું
- અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું
- સમગ્ર યોગસત્રનું નેતૃત્વ યોગ અને ધ્યાન પ્રશિક્ષક આચાર્ય ગોવિંદ બ્રહ્મચારીજીએ કર્યુ હતું
International Yoga Day : અમેરિકાના વોશિંગ્ટન-ડીસીમાં લિંકન મેમોરિયલ (Lincoln Memorial) ખાતે ઈન્ડિયન એમ્બસી દ્વારા યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક યોગાભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ભારતીયો ઉપરાંત અમેરિકન નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર યોગસત્રનું નેતૃત્વ યોગ અને ધ્યાન પ્રશિક્ષક આચાર્ય ગોવિંદ બ્રહ્મચારીજીએ કર્યુ હતું.
ભારતની પ્રાચીન સભ્યતાનો અદભુત વારસો
વોશિંગ્ટન-ડીસીમાં લિંકન મેમોરિયલ ખાતે યોજાયેલ યોગસત્રમાં અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા (Vinay Mohan Kwatra) એ કહ્યું, આપણે બધા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છીએ. યોગના રૂપમાં ભારતની પ્રાચીન સભ્યતાનો અદભુત વારસો આપણને મળ્યો છે. મોટી સંખ્યામાં અહીં વસતા ભારતીયો અને અમેરિકન નાગરિકો અમારી સાથે જોડાયા છે. આ એક અદ્ભુત દિવસ છે, અમારા માટે એક અદ્ભુત અનુભવ છે. ભારતના આ વારસાની ઉજવણી કરવા માટે આજે સવારે અહીં જોડાવા બદલ હું દરેકનો આભાર માનું છું.
International Yoga Day : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અમેરિકામાં ઉજવણી । Gujarat First
વોશિંગ્ટન ડીસીમાં લિંકન મેમોરિયલ ખાતે યોગ સત્ર
ભારતીય પ્રવાસીઓ સહિત લોકો યોગ સત્રમાં જોડાયા
આચાર્ય ગોવિંદ બ્રહ્મચારીના માર્ગદર્શનમાં યોગ સત્ર
ભારતના રાજદૂત વિનય ક્વાત્રા પણ રહ્યાં ઉપસ્થિત
ભારતના… pic.twitter.com/yMLr3VzndE— Gujarat First (@GujaratFirst) June 20, 2025
આ પણ વાંચોઃ Cybersecurity: Facebookથી લઇ Google સુધીના 16 અબજથી વધુ યુઝર્સના પાસવર્ડ થયા લીક!
એક પૃથ્વી, એક આરોગ્ય થીમ
વર્ષ 2025માં 21મી જૂને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. આ દિવસ નિમિત્તે આજે અમેરિકાના વોશિંગ્ટન-ડીસીમાં લિંકન મેમોરિયલ ખાતે ઈન્ડિયન એમ્બસી દ્વારા યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક યોગાભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. જેનું નેતૃત્વ યોગ અને ધ્યાન પ્રશિક્ષક આચાર્ય ગોવિંદ બ્રહ્મચારીજી (Acharya Govind Brahmachariji) એ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, અમે યોગને વિશ્વભરના દરેક ઘરમાં પહોંચાડવા માંગીએ છીએ કારણ કે તેના ઘણા ફાયદા છે. યોગના ઊંડા પાસાઓ કદાચ હજુ સુધી એટલા જાણીતા નથી. અમે યોગના મૂળ હેતુ વિશે જાગૃતિ ફેલાવવા માટે અહીં ઉપસ્થિત છીએ. તેમણે કહ્યું કે, 11 વર્ષ પહેલાં આ દિવસની શરૂઆત કરવા બદલ વડાપ્રધાન મોદીને હું અભિનંદન આપવા માંગુ છું, અને મને આજની થીમ 'એક પૃથ્વી, એક આરોગ્ય' (One Earth, One Health) ખુબજ પ્રાસંગિક છે.
આ પણ વાંચોઃ Rain in Gujarat: રાજ્યમાં 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર