ઈરાને સાઉદીની ઓઇલ રિફાઇનરી કંપની Aramco પર કર્યો ભીષણ હુમલો, તમામ પ્લાન્ટ કરાયા બંધ
- સાઉદીની ઓઇલ રિફાઇનરી કંપની અરામકો પર હુમલો (Saudi Aramco Attack)
- તેલના ઉત્પાદનમાં મોટા ઘટાડાથી આંતરરાષ્ટ્રીય બજારમાં હાહાકારની ભીતિ
- ખાડી દેશોમાં યુદ્ધ વ્યાપક બનતા અનેક રાષ્ટ્રો સંઘર્ષની લપેટમાં આવ્યા
મધ્ય પૂર્વ (Middle East) માં તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાન (Iran) દ્વારા સાઉદી અરેબિયાની વિશ્વવિખ્યાત તેલ કંપની અરામકો (Saudi Aramco) પર ડ્રોન હુમલો (Drone Attack) કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ હુમલા બાદ અરામકોએ તેના તમામ ઓપરેશન્સ (Operations) તાત્કાલિક ધોરણે બંધ કરી દીધા છે, જેના કારણે તેલના પુરવઠા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે.
Saudi Aramco Attack : સાઉદી અરામકો પર ભીષણ હુમલો
ઈરાને પોતાની આક્રમક વ્યૂહરચના હેઠળ સાઉદી અરેબિયાના તેલ ઉત્પાદન કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. અરામકો પરના આ હુમલાને કારણે કંપનીના રિફાઇનરી પ્લાન્ટ્સમાં ભારે આગ લાગી હોવાના અહેવાલ છે. સુરક્ષાના કારણોસર સાઉદી વહીવટીતંત્રે હાલમાં તેલનું ઉત્પાદન અટકાવી દીધું છે, જેની અસર આગામી દિવસોમાં આખા વિશ્વના બજાર પર જોવા મળી શકે છે.
અમેરિકી સૈન્ય મથકો નિશાન પર
બદલાની આ જ્વાળામાં ઈરાને માત્ર સાઉદી જ નહીં, પરંતુ ઈઝરાયલ (Israel) અને ગલ્ફ આરબ દેશો (Gulf Arab Countries) માં સ્થિત અમેરિકન સૈન્ય મથકો (US Military Bases) પર પણ સેંકડો મિસાઈલોનો મારો ચલાવ્યો છે. તેહરાનનો દાવો છે કે આ હુમલો અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જડબાતોડ જવાબ છે.
ગલ્ફ રિજનમાં યુદ્ધની આગ
આ સંઘર્ષમાં હવે અબુ ધાબી, દુબઈ અને કુવૈત જેવા દેશો પણ લપેટાઈ રહ્યા છે. સાઉદી અરેબિયા (Saudi Arabia) અને ઈરાન વચ્ચેના સીધા ટકરાવે મધ્ય પૂર્વના અનેક દેશોને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધા છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) અને અન્ય વૈશ્વિક સંગઠનો આ મામલે મધ્યસ્થી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હાલમાં શાંતિના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી.
આ પણ વાંચો : Iran-US War: ખામેનીના મોત બાદ ઈરાનનો અમેરિકા સાથે વાતચીત કરવાનો ઇનકાર


