Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઈરાને ભારતીય જહાજ પર ગોળીબાર કર્યો, ભારતે ઈરાની દૂતાવાસ પાસે જવાબ માંગ્યો

હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે ભારતીય સુપરટેન્કર પર ગોળીબાર કરતા ગંભીર તણાવ પેદા થયો છે. ભારતે આ ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હીમાં ઈરાની રાજદૂતને તલબ કર્યા છે. અમેરિકી નાકાબંધીના વિરોધમાં ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ કરી દીધો છે, જેનાથી વૈશ્વિક તેલ સપ્લાય અને મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે.
ઈરાને ભારતીય જહાજ પર ગોળીબાર કર્યો  ભારતે ઈરાની દૂતાવાસ પાસે જવાબ માંગ્યો
Advertisement
  • Hormuz Strait માં ભારતીય ટેન્કર પર હુમલો (Iran Attack Indian Tanker)
  • દિલ્હીમાં ઈરાની રાજદૂતને વિદેશ મંત્રાલયે કર્યા તલબ
  • ભારતીય જહાજ પર ઈરાની નૌકાદળ દ્વારા અંધાધૂંધ ગોળીબાર
  • અમેરિકી નાકાબંધીના જવાબમાં ઈરાને સમુદ્રી માર્ગ કર્યો બંધ
  • વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની દહેશત

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની નૌકાદળની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા એક વિશાળ સુપરટેન્કર (Indian Supertanker) પર અંધાધૂંધ ફાયરિંગ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે ભારતે કડક વલણ અપનાવ્યું છે.

Iran Attack Indian Tanker : ભારતીય જહાજ નિશાન પર

રિપોર્ટ અનુસાર, જ્યારે ભારતીય સુપરટેન્કર આશરે 20 લાખ બેરલ ઈરાકી તેલ લઈને પસાર થઈ રહ્યું હતું, ત્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (Revolutionary Guard) (IRGC) ની બે ગનબોટ્સે હુમલો કર્યો હતો. ગોળીબારને કારણે જહાજને પાછળ હટવાની ફરજ પડી હતી. જોકે, રાહતની વાત એ છે કે જહાજ અને તેનો ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ હુમલા બાદ ભારતના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) એ તાત્કાલિક કાર્યવાહી કરતા દિલ્હીમાં ઈરાની રાજદૂતને તલબ કર્યા છે અને કડક શબ્દોમાં ખુલાસો માંગ્યો છે.

Advertisement

Advertisement

ઈરાનની સંપૂર્ણ નાકાબંધી

 ઈરાને જાહેરાત કરી છે કે અમેરિકાએ પોતાના વચનો પૂરા ન કરતા હવે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ઈરાની સૈન્ય કમાન્ડે ચેતવણી આપી છે કે જ્યાં સુધી ઈરાની બંદરો પરથી અમેરિકી નાકાબંધી હટશે નહીં, ત્યાં સુધી કોઈ પણ દેશનું જહાજ તેમની પરવાનગી વગર આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં.

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

હોર્મુઝ જળડમરુમધ્યમાંથી વિશ્વના કુલ તેલ વેપારનો પાંચમો ભાગ પસાર થાય છે. આ માર્ગ બંધ થવાથી અને જહાજો પરના સીધા હુમલાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવ આસમાનને આંબી શકે છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ઈરાન વચ્ચે વધતા વિખવાદે હવે યુદ્ધ જેવી સ્થિતિ સર્જી દીધી છે.

આ પણ વાંચો : ઈરાનનો ખતરનાક નિર્ણય: Hormuz Strait બંધ કરી જહાજ પર ગોળીબાર, વિશ્વમાં ફાળ પડી!

Tags :
Advertisement

.

×