Bushehr Nuclear Plant Attack: ઇરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટ પર મોટો હુમલો, એક વ્યક્તિનું મોત
અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે પરમાણુ મથકો સુધી પહોંચ્યો છે. બુશેહર પ્લાન્ટ નજીક થયેલા મિસાઈલ હુમલાએ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. એક તરફ પરમાણુ રેડિયેશનનો ભય છે, તો બીજી તરફ આકાશમાં અમેરિકી વિમાનને તોડી પાડવાના દાવા થઈ રહ્યા છે. પર્સિયન ગલ્ફમાં સર્જાયેલી આ ગંભીર સ્થિતિ અને IAEA ના ચોંકાવનારા ખુલાસા જાણવા જેવા છે.
Advertisement
- બુશેહર પરમાણુ પ્લાન્ટ પાસે પ્રોજેક્ટાઈલ પડતા સર્જાઈ જાનહાનિ (Bushehr Nuclear Plant Attack)
- પ્લાન્ટમાં રેડિયેશન લીક કે નુકસાન ન હોવાનો સત્તાવાર દાવો
- IAEA એ પરમાણુ સુરક્ષાને લઈ વૈશ્વિક ચેતવણી જારી કરી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઈરાન (Southwest Iran) માં આવેલા બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટ (Bushehr Nuclear Power Plant) નજીક એક શક્તિશાળી પ્રોજેક્ટાઈલ (મિસાઈલ અથવા બોમ્બ) પડતા હડકંપ મચી ગયો છે. આ હુમલામાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જોકે, પ્લાન્ટના સંચાલકોએ દાવો કર્યો છે કે પરમાણુ રિએક્ટર સુરક્ષિત છે.

