Iran Defense Minister Killed : ઈરાન પર આભ ફાટ્યું! નવા સંરક્ષણ મંત્રીની 48 કલાકમાં જ હત્યા, ઇઝરાયેલનો ઘાતક હુમલો
- Iran Defense Minister Killed : ઈરાન પર ઇઝરાયેલનો ઘાતક હુમલો!
- નવા સંરક્ષણ મંત્રી માજિદ ઈબ્ન અલ-રેઝાનું મોત
- પદ સંભાળ્યાના માત્ર 48 કલાકમાં જ થયો મિસાઈલ એટેક
- સૈન્ય મથકની મુલાકાત દરમિયાન ડ્રોન હુમલામાં ઠાર
- તેહરાનમાં હાઈ એલર્ટ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ
Iran Defense Minister Killed : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના નવા નિયુક્ત કાર્યવાહક સંરક્ષણ મંત્રી માજિદ ઈબ્ન અલ-રેઝા (Majid Ibn al-Reza) નું એક ભયાનક હવાઈ હુમલામાં મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો અમેરિકા અને ઇઝરાયેલની સેના દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાનના એક અત્યંત મહત્વના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું.
Iran Defense Minister Killed : માત્ર 48 કલાકમાં અંત
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે માજિદ ઈબ્ન અલ-રેઝાને સંરક્ષણ મંત્રી બન્યાને માત્ર 48 કલાક જ થયા હતા. શનિવારે તત્કાલીન રક્ષા મંત્રી નાસિરઝાદેહના નિધન બાદ તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, બદલાતી ભૌગોલિક પરિસ્થિતિ અને સતત વધી રહેલા હુમલાઓએ તેમને લાંબો સમય આપ્યો નહીં. જે સમયે હુમલો થયો, તે સમયે મંત્રી સૈન્ય મથકની સુરક્ષા અને લોજિસ્ટિક્સની સમીક્ષા કરી રહ્યા હતા. આ હુમલો એટલો શક્તિશાળી હતો કે મંત્રીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ઈઝરાયેલી મિડીયાના હવાલાથી મોટા સમાચાર
ઈઝરાયલના હુમલામાં ઈરાનના નવા રક્ષા મંત્રીનું પણ થયું મોત#IsraelIranWar #MiddleEastTensions #DefenseNews #BreakingNews #Iran #Israel #FactCheck #InternationalRelations pic.twitter.com/uJc3QY2VEQ— Gujarat First (@GujaratFirst) March 3, 2026
Iran Defense Minister Killed : કોણ હતા માજિદ ઈબ્ન અલ-રેઝા?
સૈયદ માજિદની ગણના ઈરાનના ટોચના સૈન્ય અધિકારીઓમાં થતી હતી. રક્ષા મંત્રી બનતા પહેલા તેઓ ઈરાની સેનામાં બ્રિગેડિયર જનરલ (Brigadier General) ના પદ પર તૈનાત હતા. તેમને સૈન્ય વહીવટ અને લોજિસ્ટિક્સના નિષ્ણાત માનવામાં આવતા હતા. આ ઉપરાંત, તેઓ ઈરાનના સશસ્ત્ર દળ સામાજિક સુરક્ષા સંગઠન (SATA) ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. આ સંસ્થા આર્મીના આર્થિક હિતો અને સૈનિકોના પરિવારની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.
ઈરાનમાં આક્રોશ અને હાઈ એલર્ટ
ઈરાન સરકારે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવી તેની આકરી નિંદા કરી છે. ઈરાની સત્તાધીશોએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે, તેમના સંરક્ષણ મંત્રીની હત્યાનો બદલો ચોક્કસ લેવામાં આવશે. હાલમાં રાજધાની તેહરાન (Tehran) સહિતના મોટા શહેરોમાં સુરક્ષા સખત કરી દેવામાં આવી છે અને દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
લોકો કરી રહ્યા છે સ્થળાંતર
યુદ્ધની આ સ્થિતિમાં સામાન્ય નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં વીજળી અને ઈન્ટરનેટ સેવાઓ (Internet Services) ખોરવાઈ ગઈ છે. હોસ્પિટલોમાં ઘાયલોની સંખ્યા વધી રહી છે અને લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે.
આ પણ વાંચો : તેહરાનના ટ્રાફિક કેમેરા બન્યા આયાતુલ્લા અલી ખામેનીના મોતનું કારણ! જાણો મોસાદે કેવી રીતે કર્યું કેમેરા હેકિંગ


