US-Iran Peace Talks : ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી પાકિસ્તાન સહિત ત્રણ દેશોના મહત્વના પ્રવાસે
- US-Iran Peace Talks : ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી પાકિસ્તાન, ઓમાન અને રશિયાના પ્રવાસે.
- ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે નવી શાંતિ દરખાસ્ત પર થશે ચર્ચા.
- પ્રાદેશિક સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધો મુદ્દે ભાગીદાર દેશો સાથે પરામર્શ.
- તેલના કુવાઓ પર હુમલો થયો તો વળતો પ્રહાર અત્યંત ભયાનક હશે'.
US-Iran Peace Talks : પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી (Foreign Minister of Iran) અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) પાકિસ્તાન, ઓમાન અને રશિયાના મહત્વપૂર્ણ પ્રવાસે નીકળ્યા છે. અમેરિકા અને ઈરાન (USA-Iran) વચ્ચે દ્વિતીય તબક્કાની શાંતિ વાટાઘાટો ફરી શરૂ થવાની અટકળો વચ્ચે અરાઘચીની પાકિસ્તાન મુલાકાત અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા તેમણે જણાવ્યું કે, પાડોશી દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને પ્રાદેશિક સુરક્ષા પર પરામર્શ કરવો એ તેમની પ્રાથમિકતા છે.
US-Iran Peace Talks : પાકિસ્તાન બનશે મધ્યસ્થી?
મળતા અહેવાલો અનુસાર, અરાઘચી ઇસ્લામાબાદ (Islamabad)માં પાકિસ્તાની નેતૃત્વ સાથે મુલાકાત કરશે અને એક ખાસ પ્રસ્તાવ રજૂ કરશે, જે બાદમાં અમેરિકાને મોકલવામાં આવી શકે છે. પાકિસ્તાન લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થી (Mediation)ના પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર (Ishaq Dar) સાથેની ટેલિફોનિક વાતચીત બાદ આ પ્રવાસની પુષ્ટિ કરવામાં આવી છે.
રશિયા અને ઓમાનની કરશે મુલાકાત
પાકિસ્તાન બાદ અરાઘચી મસ્કત (Muscat) અને મોસ્કો (Moscow)ની મુલાકાત લેશે. ઓમાન અગાઉ પણ પશ્ચિમી દેશો અને ઈરાન વચ્ચે વાતચીત માટેનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ પ્રાદેશિક વિકાસ પર ભાગીદારો સાથે ગાઢ સંકલન જાળવવાનો છે.
Embarking on timely tour of Islamabad, Muscat, and Moscow.
Purpose of my visits is to closely coordinate with our partners on bilateral matters and consult on regional developments.
Our neighbors are our priority.
— Seyed Abbas Araghchi (@araghchi) April 24, 2026
યુદ્ધનો ખતરો અને ઈરાનની કડક ચેતવણી
એક તરફ શાંતિની વાતો ચાલી રહી છે, તો બીજી તરફ યુદ્ધના વાદળો પણ ઘેરાયેલા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કરાર ન થવાની સ્થિતિમાં ઈરાનને ગંભીર પરિણામોની ધમકી આપી છે. તેના વળતા જવાબમાં ઈરાનના ઉપરાષ્ટ્રપતિ ઇસ્માઇલ સાગેબ એસ્ફહાનીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ઈરાનની ઓઈલ ફેસિલિટીઝ (Oil Facilities) પર હુમલો થશે, તો તેનો જવાબ 'આંખના બદલે આંખ' થી પણ વધુ ભયાનક હશે. તેમણે ઉમેર્યું કે જે દેશના વિસ્તારનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થશે, ત્યાંના તેલ કુવાઓને પણ નિશાન બનાવવામાં આવશે.
આ પણ વાંચો: મેલોની-નેતન્યાહૂ વચ્ચે ડખ્ખો, ઈટાલીએ ઈઝરાયલ સાથે Defence Deal કરી સસ્પેન્ડ!


