Hormuz Strait conflict: ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ હોર્મુઝ સ્ટ્રેટને લઇને આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું...
વિશ્વના સૌથી સંવેદનશીલ ગણાતા દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર ઈરાનના એક આકરા નિર્ણયથી વૈશ્વિક હલચલ મચી ગઈ છે. વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે આ રસ્તો કોના માટે ખુલ્લો છે અને કયા ચોક્કસ દેશોના જહાજો માટે સમુદ્રમાં 'લક્ષ્મણ રેખા' ખેંચાઈ છે. રશિયા અને ચીન સાથેના રહસ્યમય લશ્કરી સહયોગના ખુલાસાએ અમેરિકા અને ઈઝરાયલની ચિંતામાં વધારો કર્યો છે
Advertisement
- વિદેશ મંત્રી અરાઘચીએ હોર્મુઝ સ્ટ્રેટ પર સ્થિતિ સ્પષ્ટ કરી (Hormuz Strait conflict)
- અમેરિકા અને ઇઝરાયલના જહાજો પર પ્રવેશબંધી લાદવામાં આવી
- રશિયા અને ચીન ઈરાનના વ્યૂહાત્મક ભાગીદાર હોવાની કબૂલાત
- ભારતીય જહાજો સહિત અનેક વેપારી જહાજો મધદરિયે અટવાયા
ઇઝરાયલ (Israel) અને અમેરિકા (USA) સાથે વધતા તણાવ વચ્ચે ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) એ એક મહત્વના નિવેદનમાં જણાવ્યું છે કે આ દરિયાઈ માર્ગ તમામ દેશો માટે બંધ કરવામાં આવ્યો નથી, પરંતુ ચોક્કસ દેશો સામે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

