Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Iran-Israel Conflict : ટ્રમ્પની અપીલ છતા નેતન્યાહૂએ ઈરાન પર કરી દીધો હુમલો, મિડલ ઈસ્ટની પરિસ્થિતિ વધુ વણસી!

Iran-Israel Conflict : મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને ઈઝરાયલ પર 11 મિસાઈલો છોડતા યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ જાળવવાની અપીલને ફગાવીને ઈઝરાયલી સેનાએ તેહરાન એરપોર્ટ અને ડ્રોન ઉત્પાદન એકમ સહિત ઈરાનના અનેક શહેરો પર પ્રચંડ જવાબી હુમલા કર્યા છે. સુરક્ષાના કારણે ઈરાને ઇમામ ખોમેની એરપોર્ટની તમામ ફ્લાઈટ્સ સ્થગિત (Flights Locked) કરી દીધી છે.
iran israel conflict   ટ્રમ્પની અપીલ છતા નેતન્યાહૂએ ઈરાન પર કરી દીધો હુમલો  મિડલ ઈસ્ટની પરિસ્થિતિ વધુ વણસી
Advertisement

Iran-Israel Conflict : મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધની સ્થિતિ વધુ ભયાનક બની રહી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા ભારે તણાવની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલી વડા પ્રધાન (Israeli Prime Minister) બેન્જામિન નેતન્યાહૂને ઈરાન સામે જવાબી હુમલાઓ (Retaliatory Attacks) થી દૂર રહેવા માટે ખાસ વિનંતી કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ નેતન્યાહૂને વ્યક્તિગત રીતે ફોન કરીને ઈરાન સામે કોઈપણ નવા લડાયક પગલાં ન ભરવા સમજાવશે. જો કે, ટ્રમ્પની આ શાંતિ અપીલને અવગણીને ઈઝરાયલે ઈરાન પર ભયાનક હુમલા શરૂ કરી દીધા છે.

Tags :
Advertisement

.

×