Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran-Israel War : આ સંઘર્ષ વધતો રહેશે તો મધ્ય પૂર્વના દેશો સૌથી પહેલા ભોગ બનશે - ચીન

Iran-Israel War માં હવે ચીનની એન્ટ્રી થઈ ગઈ છે. ચીને બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ચીન (China) ના વિદેશ મંત્રીએ ઈરાન (Iran) અને ઈઝરાયલ (Israel) ના વિદેશ મંત્રી વચ્ચે ટેલીફોનિક વાતચીત કરી છે. વાંચો વિગતવાર.
iran israel war   આ સંઘર્ષ વધતો રહેશે તો મધ્ય પૂર્વના દેશો સૌથી પહેલા ભોગ બનશે   ચીન
Advertisement
  • Iran-Israel War માં હવે ડ્રેગનની એન્ટ્રી
  • ચીને બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે
  • ચીન, ઈરાન, ઈઝરાયલના વિદેશ મંત્રીઓએ વચ્ચે થઈ ટેલીફોનિક વાતચીત

Iran-Israel War : ચીન દ્વારા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધને અટકાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે. ચીન Iran-Israel War માં મધ્યસ્થી માટેનો પ્રસ્તાવ પણ મુક્યો છે. આ મુદ્દે ચીનના વિદેશ મંત્રીએ ઈરાન અને ઈઝરાયલના વિદેશ મંત્રી વચ્ચે ટેલીફોનિક વાતચીત કરી છે. જો કે ચીન દ્વારા પોતાના નાગરિકોને ઈઝરાયલ છોડવાનું ફરમાન કરી દીધું છે. જેમાં ચીનના નાગરિકોને જમીન માર્ગે જોર્ડન તરફ જવાની સલાહ આપી છે.

ઈરાન અને ઈઝરાયલના યુદ્ધમાં ચીનની એન્ટ્રી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજૂ સુધી શાંત થવાના કોઈ એંધાણ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાની વાત કરી હતી. જોકે આ બાબત હજૂ હકીકત બની નથી. હવે આ યુદ્ધમાં ચીનની એન્ટ્રી થઈ છે. ચીને કહ્યું છે કે, બંને દેશો સાથે વાત કરીને આ યુદ્ધને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા કહ્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ G7 Summit : સુરક્ષામાં ગંભીર ચૂક, આલ્બર્ટાના નો ફલાય ઝોનમાં પ્રાઈવેટ પ્લેન ઘુસી ગયું

Advertisement

ચીને પ્રેસ કોન્ફરન્સ કરી

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા કુઓ ચાયાખુ (Kuo Chaiyaku) એ પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી છે. કુઓ ચાયાખુને કહ્યું કે, અમે શક્ય તેટલી વહેલી તકે તણાવ ઘટાડવા માટે ઈરાન અને ઈઝરાયલને તાત્કાલિક પગલાં લેવા અને સમસ્યાના ઉકેલ માટે સંવાદનો માર્ગ અપનાવવા વિનંતી કરી છે. કુઓ ચાયાખુએ ભય વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધતો રહેશે કે ફેલાશે તો મધ્ય પૂર્વના દેશો સૌથી પહેલા ભોગ બનશે.

ફોન પર થઈ વાતચીત

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા Kuo Chaiyaku એ જણાવ્યું કે, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી (Wang Yi) એ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) અને ઈઝરાયલી વિદેશ પ્રધાન ગિડીઓન સાર (Gideon Saar) સાથે ફોન પર વાત કરી છે અને બંને પક્ષોને વાતચીત દ્વારા મતભેદો ઉકેલવા હાકલ કરી છે. ચીન સંબંધિત પક્ષો સાથે વાતચીત જાળવી રાખશે, શાંતિને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચોઃ  G-7 Summit : સભ્ય ન હોવા છતાં ભારતને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે?

Tags :
Advertisement

.

×