Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran Israel War: ભારતનો રૂપિયો ગગડશે? જાણો યુદ્ધની તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

Iran Israel War: યુદ્ધનો ત્રીજો દિવસ, ભારતનો રૂપિયો વધુ ગગડી શકે છે રક્ષા વિશેષજ્ઞ પી.કે.સહેગલ સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત ઈઝરાઈલે ઈરાનના ટોચના નેતાઓ પર હુમલો કર્યો ઈરાન અઢી હજાર વર્ષથી કોઈ સામે ઝૂક્યું નથી અમેરિકા-ઈઝરાઈલનો અંતિમ ઉદ્દેશ હજુ અસ્પષ્ટ...
iran israel war  ભારતનો રૂપિયો ગગડશે  જાણો યુદ્ધની તમારા ખિસ્સા પર કેવી પડશે અસર
Advertisement
  • Iran Israel War: યુદ્ધનો ત્રીજો દિવસ, ભારતનો રૂપિયો વધુ ગગડી શકે છે
  • રક્ષા વિશેષજ્ઞ પી.કે.સહેગલ સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત
  • ઈઝરાઈલે ઈરાનના ટોચના નેતાઓ પર હુમલો કર્યો
  • ઈરાન અઢી હજાર વર્ષથી કોઈ સામે ઝૂક્યું નથી
  • અમેરિકા-ઈઝરાઈલનો અંતિમ ઉદ્દેશ હજુ અસ્પષ્ટ
  • 11 દેશોમાં સંઘર્ષ નાગરિકોને બહાર કાઢવા મુશ્કેલ
  • ભારત પાસે માત્ર 30 દિવસનું જ ઈંધણ છેઃ પી.કે.સહેગલ

Iran Israel War: ઈરાન અને ઈઝરાયેલ (Iran Israel War) વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ ગંભીર પરિસ્થિતિ પર રક્ષા વિશેષજ્ઞ પી.કે. સહેગલ (P.K. Sehgal) એ 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે ઈઝરાયેલે ઈરાનના ટોચના નેતાઓ પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે. ઈઝરાયેલને એમ હતું કે સર્વોચ્ચ નેતા ખામેનેઈ (Khamenei) ને નિશાન બનાવવાથી ઈરાન નબળું પડી જશે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે ઈરાન (Iran) છેલ્લા અઢી હજાર વર્ષથી કોઈની સામે ઝૂક્યું નથી.

પી.કે. સહેગલ (P.K. Sehgal)ના મતે, અમેરિકા (America) ઈરાનને વેનેઝૂએલા (Venezuela) સમજવાની ભૂલ કરી રહ્યું છે. અગાઉ ઈરાનના લોકો આંતરિક રીતે ખામેનેઈના વિરોધમાં હોઈ શકે, પરંતુ આ હુમલા બાદ ઈરાની પ્રજામાં પ્રબળ દેશપ્રેમ જાગ્યો છે અને તેઓ અમેરિકા તથા ઈઝરાયેલ વિરુદ્ધ એકજૂટ થયા છે.

Advertisement

Advertisement

વૈશ્વિક સંઘર્ષ અને અનિશ્ચિત ભવિષ્ય

હાલમાં લગભગ 11 દેશો (Countries) પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંઘર્ષમાં સંડોવાયેલા છે, જેના કારણે ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા અત્યંત મુશ્કેલ બન્યા છે. અમેરિકા ભલે દાવો કરતું હોય કે બધું નિયંત્રણમાં છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેની કોઈ સમયસીમા નથી. સહેગલે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'દુનિયાના દેશો યુદ્ધ શરૂ તો કરી દે છે, પણ તેમને યુદ્ધનો અંત લાવતા આવડતું નથી.' તેમણે રશિયા-યુક્રેન (Russia-Ukraine) યુદ્ધનું ઉદાહરણ આપતા કહ્યું કે મહાસત્તા રશિયા પણ હજુ સુધી તે યુદ્ધ ખતમ કરી શક્યું નથી.

ભારત પર આર્થિક સંકટના વાદળો

જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત (India) ને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. ભારતની ઈકોનોમી (Economy) પર તેની સીધી અસર પડશે અને ભારતીય રૂપિયો (Indian Rupee) વધુ ગગડી શકે છે. સૌથી ચિંતાજનક બાબત ઈંધણની છે. ચીન (China) પાસે એક વર્ષનો ઓઈલ સ્ટોક છે, જ્યારે ભારત પાસે માત્ર 30 દિવસનું જ ઈંધણ અનામત છે. જો સપ્લાય ચેઈન ખોરવાઈ તો ભારતમાં હાહાકાર મચી શકે છે.

ભારતની મધ્યસ્થી અને રશિયા-ચીનની ભૂમિકા

ભારત આ મામલે કોઈ પક્ષ લેશે નહીં કારણ કે ભારતના બંને પક્ષો સાથે સારા સંબંધો છે. સહેગલના મતે ભારત જ એક એવો દેશ છે જે આ લડાઈ ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, રશિયા અને ચીન સીધી રીતે યુદ્ધમાં નહીં ઉતરે, પરંતુ તેઓ આડકતરી રીતે ઈરાનને મદદ કરીને તેને વધુ મજબૂત બનાવશે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિશે વાત કરતા તેમણે કહ્યું કે ટ્રમ્પને યુદ્ધ કરતા આવડે છે પણ તેને પૂરું કરતા આવડતું નથી.

આ પણ વાંચો: US Israel Iran War: ગ્રાઉન્ડ ટ્રુપ્સ ઉતાર્યા વગર ટ્રમ્પ-નેતન્યાહૂને ઈરાનમાં સફળતા નહીં મળે!

Tags :
Advertisement

.

×