Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran-Israel War : ઈરાની મિસાઈલના પરિક્ષણથી ઈઝરાયલ ચોંકી ગયું, શું MIRV શસ્ત્રથી કરાયો હતો હુમલો ?

મધ્ય ઈરાનમાંથી ઈઝરાયલ પર જે મિસાઈલ હુમલા કરવામાં આવ્યા તેમાં કેટલીક મિસાઈલ સાબૂત મળી આવી હતી. જેના પરિક્ષણથી ઈરાન ચોંકી ગયું છે. ઈરાન અત્યારે હુમલામાં MIRV શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં ? તે સવાલનો જવાબ શોધી રહ્યું છે. વાંચો વિગતવાર.
iran israel war   ઈરાની મિસાઈલના પરિક્ષણથી ઈઝરાયલ ચોંકી ગયું  શું mirv શસ્ત્રથી કરાયો હતો હુમલો
Advertisement
  • Iran-Israel War માં MIRV ટેકનોલોજીનો ઉપયોગ થયો ?
  • ઈઝરાયલને ઈરાનની મિસાઈલના પરિક્ષણમાં મળ્યા ચોંકાવનારા તારણો
  • MIRV ટેકનોલોજીની શરુઆત 1970માં થઈ હતી

Iran-Israel War : અત્યારે વિશ્વના મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ દુનિયાના અનેક દેશોને અસર કરી રહ્યો છે. હવે આ યુદ્ધમાં અદ્યત્ન શસ્ત્રોના ઉપયોગે માઝા મુકી છે. તાજેતરમાં મધ્ય ઈરાનમાંથી ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સાબૂત રહી ગયેલ મિસાઈલનો ઈઝરાયલ અભ્યાસ કરી રહ્યું છે. જેમાં તેને ચોંકાવનારા પરિણામો મળી રહ્યા છે. ઈઝરાયલને ડર સતાવી રહ્યો છે કે ઈરાન તેના પર કરવામાં આવતા હુમલામાં MIRV ટેકનોલોજીથી સજ્જ શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે.

શું છે MIRV ટેકનોલોજી ?

ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેણે ડઝનબંધ સાબૂત ઈરાની મિસાઈલો જપ્ત કરી છે. જેમાં ક્લસ્ટર બોમ્બ વોરહેડથી ભરેલી મિસાઈલનો સમાવેશ થાય છે, જે મધ્ય ઈરાનથી ઈઝરાયલ પર છોડવામાં આવી હતી. આ બધી મિસાઈલોમાં રહેલા વોરહેડ્સ સુરક્ષિત છે. ઈઝરાયલ તપાસ કરી રહ્યું છે કે ઈરાનના શસ્ત્રાગારમાં MIRV (મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી-ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ) ટેકનોલોજીથી સજ્જ મિસાઈલો હાજર છે કે નહીં. આ એવી ક્ષમતા છે જે ફક્ત થોડા જ દેશો પાસે છે, જેમાં યુએસ, રશિયા, ચીન, ભારત, ફ્રાન્સ, ઈઝરાયલ અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. ક્લસ્ટર બોમ્બ એ એક કન્ટેનરાઈઝ્ડ વોરહેડ છે જે, તેના લક્ષ્ય ક્ષેત્રમાં પહોંચ્યા પછી, હવામાં ખુલે છે અને બોમ્બલેટ તરીકે ઓળખાતા ડઝનેક અથવા સેંકડો નાના વિસ્ફોટકોને વિશાળ વિસ્તારમાં ફેલાવી દે છે.

Advertisement

આ પણ વાંચોઃ Nepal માં મળી આવ્યો મિથેન ગેસનો મોટો ભંડાર, અર્થતંત્રને મળશે વેગ

Advertisement

1970માં પ્રથમ પ્રયોગ

MIRV સૌપ્રથમ 1970 ના દાયકાની શરૂઆતમાં યુએસ મિનિટમેન III ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પર જોવા મળી હતી. ત્યારબાદ સોવિયેત યુનિયન (Soviet Union) એ તેની મિસાઈલો માટે સ્વતંત્ર MIRV ટેકનોલોજી વિકસાવી હતી. તેમણે પરમાણુ વ્યૂહરચનામાં ક્રાંતિ લાવી જેનાથી યુદ્ધવિરામ માટે એક ઈન્ટરસેપ્ટર લોન્ચ કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે મિસાઈલ સંરક્ષણ ખર્ચાળ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પડકારજનક બન્યું છે.

કયા દેશો પાસે છે MIRV ટેકનોલોજી?

વિશ્વની સૌથી અદ્યતન MIRV સિસ્ટમ યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુનાઈટેડ કિંગડમ જેવા દેશો પાસે છે. આ દેશોએ જમીન અને પાણીમાંથી છોડી શકાતી મિસાઈલોને MIRV થી સજ્જ કરી છે. ભારતે તેના અગ્નિ-V મિસાઈલ પર આવા જ એક મલ્ટી-વોરહેડનું પરીક્ષણ કર્યુ છે. પાકિસ્તાન અને ઉત્તર કોરિયાએ MIRV પરીક્ષણોનો દાવો કર્યો છે, પરંતુ આ દાવા નક્કર હોવાનો વેપન એક્સપર્ટ્સ ઈનકાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ IRAN-ISRAEL CONFLICT : ઈરાનનો ઈઝરાયલની હોસ્પિટલ પર સૌથી મોટો હુમલો

Tags :
Advertisement

.

×