ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Iran-israel War : ઈઝરાયલના PM નેતન્યાહૂએ PM મોદીને કર્યો ફોન, જાણો શું વાતચીત થઈ

ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો PM મોદીને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી ઈઝરાયલી પીએમઓએ કોલ વિશે માહિતી આપી હતી PM Narendra Modi and Israeli PM : ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં...
10:58 PM Jun 13, 2025 IST | Hiren Dave
ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો PM મોદીને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી ઈઝરાયલી પીએમઓએ કોલ વિશે માહિતી આપી હતી PM Narendra Modi and Israeli PM : ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં...
PM Narendra Modi and Israeli PM

PM Narendra Modi and Israeli PM : ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. ઈઝરાયલની (Iran-israel War)એરસ્ટ્રાઈકમાં ઈરાનના 78થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 300થી વધુ ઈજાગ્રસ્ત છે. એવામાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ( Netanyahu)ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનાક્રમ મુદ્દે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે, કે 'મેં ઈઝરાયલના વડાપ્રધાનને વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી.'

ઈઝરાયલી પીએમઓએ કોલ વિશે માહિતી આપી હતી

ઈઝરાયલી પીએમ ઓફિસ દ્વારા X પર એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ જર્મન ચાન્સેલર, ભારતીય પીએમ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના નેતાઓ સાથે વાત કરી છે. તેઓ યુએસ પ્રમુખ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને બ્રિટિશ વડાપ્રધાન સાથે પણ વાત કરશે. ઈઝરાયલી પીએમ ઓફિસે પોસ્ટમાં આગળ જણાવ્યું છે કે, "ઈરાનના વિનાશના ભયને ધ્યાનમાં રાખીને નેતાઓએ ઈઝરાયલની સંરક્ષણ જરૂરિયાતો પ્રત્યે પોતાની સમજણ દર્શાવી હતી. વડાપ્રધાને કહ્યું કે તેઓ આગામી દિવસોમાં પણ તેમની સાથે સંપર્કમાં રહેશે.

આ પણ  વાંચો -Air India ના વિમાનને બોમ્બિંગ થ્રેટ મળતા થાઈલેન્ડમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

પીએમ મોદીએ પણ પોસ્ટ કરી હતી

તે જ સમયે, પીએમ મોદીએ એક પોસ્ટમાં નેતન્યાહૂ સાથે વાત કરવાની માહિતી પણ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, "ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મને ફોન કર્યો. તેમણે મને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. મેં ભારતની ચિંતાઓ શેર કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂક્યો.

આ પણ  વાંચો -Israel Attacks Iran : ડઝનબંધ લશ્કરી અને પરમાણુ સ્થળોનો નાશ, ઘણા પરમાણુ વૈજ્ઞાનિકો અને કમાન્ડરોને માર્યા હોવાનો દાવો

ભારતની પરિસ્થિતિ પર નજર

તમને જણાવી દઈએ કે અગાઉ ભારતે શુક્રવારે કહ્યું હતું કે તે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તાજેતરના વિકાસ અંગે 'અત્યંત ચિંતિત' છે અને પરિસ્થિતિ પર 'નજીકથી નજર' રાખી રહ્યું છે. ભારતે બંને દેશોને તણાવ વધારતા કોઈપણ પગલાથી બચવા અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ઇઝરાયલે ઈરાનમાં વિવિધ સ્થળોએ હુમલો કર્યો છે, જેમાં પરમાણુ અને મિસાઇલ સ્થળો અને ઉચ્ચ લશ્કરી અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

Tags :
Benjamin NetanyahuIsraelIsrael air forceIsrael airstrikeisrael attackIsrael attack TehranIsrael Defense ForcesIsrael foreign policyIsrael Iran warIsrael military actionIsrael missile attackIsrael nuclear attackIsrael Prime MinisterIsrael retaliationIsrael statementIsrael warningIsrael-Iran conflictNetanyahuOperation Rising Lion
Next Article