Iran-US War: ખામેનીના મોત બાદ ઈરાનનો અમેરિકા સાથે વાતચીત કરવાનો ઇનકાર
- ઈરાની નેતૃત્વએ અમેરિકા સાથેની મંત્રણાની શક્યતાઓ નકારી (Iran-US War:)
- ડોનાલ્ડ ટ્રમ્પના વાતચીતના દાવાને સુરક્ષા વડા અલી લારીજાનીએ ફગાવ્યો
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી ઈરાને વલણ કર્યું સ્પષ્ટ
- ખામેનીના નિધન બાદ ઈરાને રાજદ્વારી સંબંધોને બદલે યુદ્ધનો માર્ગ પસંદ કર્યો
મધ્ય પૂર્વ (Middle East) અત્યારે જ્વાળામુખીના ઢગલા પર બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei) ના નિધન બાદ સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાન સાથે વાતચીતની તૈયારી બતાવી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને કોઈપણ પ્રકારની સમજૂતીનો સ્પષ્ટ ઈન્કાર કરીને યુદ્ધનું રણશિંગું ફૂંકી દીધું છે.
Iran-US War: વાતચીતના તમામ દરવાજા બંધ
ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારીજાની (Ali Larijani) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટ કર્યું છે કે તેહરાન હવે અમેરિકા (USA) સાથે કોઈ પણ ટેબલ પર બેસવા તૈયાર નથી. ટ્રમ્પે 'ધ એટલાન્ટિક' (The Atlantic) મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈરાનનું નવું નેતૃત્વ વાત કરવા માંગે છે, પરંતુ લારીજાનીએ આ દાવાને પાયાવિહોણો ગણાવી ફગાવી દીધો છે.
Ali Larijani: Iran will not engage in any form of negotiations with the United States.
Earlier, Al Jazeera, citing The Wall Street Journal, had claimed that the Secretary of Iran’s Supreme National Security Council had initiated new efforts to resume talks with Washington. pic.twitter.com/3hEdlrUlAk
— Iran Military Monitor (@IRIran_Military) March 2, 2026
ઈરાન પર ભીષણ હુમલા
રવિવારે અમેરિકા અને ઈઝરાયલ (Israel) દ્વારા ઈરાનના સૈન્ય અને ગુપ્તચર ઠેકાણાઓ પર જોરદાર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલાઓમાં ખામેની સહિત ૨૦૦થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ વળતા પ્રહારથી સમગ્ર ગલ્ફ રિજનમાં અસ્થિરતાનો માહોલ પેદા થયો છે.
અબુ ધાબી અને દુબઈ નિશાન પર
ઈરાને આ હુમલાનો બદલો લેવા માટે ઈઝરાયલ અને પાડોશી આરબ દેશો પર સેંકડો મિસાઈલો (Missiles) છોડી છે. યુએઈ (UAE) ની રાજધાની અબુ ધાબી (Abu Dhabi) માં ઈરાની હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે વિશ્વપ્રસિદ્ધ બુર્જ અલ અરબ (Burj Al Arab) હોટેલ અને મુખ્ય બંદર પાસે આગની ઘટનાઓ બની છે. ઓમાન (Oman) અને જોર્ડન (Jordan) જેવા દેશોએ પણ અનેક ડ્રોન અને મિસાઈલો તોડી પાડી હોવાનો દાવો કર્યો છે.
તેલના ભાવમાં ભડકો અને આર્થિક મંદી
કુવૈત (Kuwait) માં અમેરિકાના ફાઈટર જેટ F-15 (F-15 Fighter Jet) ના ક્રેશ અને મિસાઈલ હુમલાઓને કારણે તેલના વૈશ્વિક પુરવઠા પર માઠી અસર પડી છે. ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવ આસમાને પહોંચ્યા છે, જે વિશ્વના અર્થતંત્રને નવી આર્થિક મંદી (Global Recession) તરફ ધકેલી શકે છે.
આ પણ વાંચો: Mohammad Raad Hezbollah Killed: લેબનોનમાં IDFની એરસ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહ નેતા મોહમ્મદ રાદનું મોત


