Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Iran નું અમેરિકાને યુદ્ધસંકેત આપતું પોસ્ટર, મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે તહેરાનમાં એક ડરામણું પોસ્ટર લગાવી ઈરાને અમેરિકાને સીધી ચેતવણી આપી છે. પોસ્ટરમાં અમેરિકન એરક્રાફ્ટ કેરિયર પર બોમ્બમારો અને યુદ્ધવિમાન ધ્વસ્ત થતા બતાવ્યા છે. USS Abraham Lincolnની મધ્યપૂર્વ તરફ વધતી હિલચાલ વચ્ચે આ સંદેશને સંભવિત યુદ્ધની ચેતવણી માનવામાં આવી રહી છે
iran નું અમેરિકાને યુદ્ધસંકેત આપતું પોસ્ટર  મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ
Advertisement

. IRAN ની રાજધાનીમાં અમેરિકાને ચેતવણી આપતું પોસ્ટર લગાવાયું
. સંભવિત હુમલાની સ્થિતિને લઈને પોસ્ટર દ્વારા ઈરાનની અમેરિકાને ચેતવણી
. મધ્યપૂર્વમાં અમેરિકાના સૈન્ય શસ્ત્રસરંજામના વધવાની સાથે તણાવ વધ્યો

US Iran Conflict: અમેરિકા અને ઈરાનમાં વધતા તણાવ વચ્ચે તહેરાને એક બેહદ આક્રમક અને ડરામણો સંદેશ દુનિયાની સામે મૂક્યો છે. ઈરાનના અધિકારીઓએ રાજધાની તહેરાનને એંગેજાબ સ્ક્વેરમાં એક વિશાળ હોર્ડિંગ પર એવું પોસ્ટર લગાવ્યું છે, જેને અમેરિકા માટે સીધી સૈન્ય કાર્યવાહીની ચેતવણી તરીકે જોવામાં આવે છે.

Advertisement

આ પોસ્ટરમાં ઉપરથી દર્શાવાયેલું એક અમેરિકન એરક્રાફ્ટ કેરિયર દેખાડવામાં આવ્યું છે, જેને ડેક પર ફાઈટર જેટ્સ સળગતા અને વિસ્ફોટ કરતા દેખાઈ રહ્યા છે. ડેક પર લાશો વિખરાયેલી છે અને લોહીની લાઈનો સમુદ્રમાં વહેતી અમેરિકાના ધ્વજની ધારીઓ જેવી આકૃતિ બનાવતી દેખાઈ રહી છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે જો તમે હવા વાવશો, તો તમે વાવાઝોડું કાપશો એટલે કે જો તમે પરેશાનીની શરૂઆત કરશો, તો બદલામાં તમને તેનાથી ઘણી મોટી મુશ્કેલી સહન કરવી પડશે.

Advertisement

આ પણ વાંચો: Israel Nuclear Test?: ઈરાન સાથે તણાવ વચ્ચે ઈઝરાયલે કર્યું પરમાણુ પરીક્ષણ?

આ પોસ્ટર એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકાની નૌસેનાનું યૂએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર અને તેની સાથે ઘણાં યુદ્ધજહાજ મધ્યપૂર્વની તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ કહી ચુક્યા છે કે આ તેનાતી આગમચેતીના ભાગરૂપે કરાઈ રહી છે. ટ્રમ્પે કહ્યુ હતુ કે અમારી પાસે એક વિશાળ ફ્લીટ આ દિશામાં આગળ વધી રહ્યું છે અને બની શકે કે અમારે તેનો ઉપયોગ કરવો પડે નહીં.

ઈરાનની ચેતવણી

ઈરાન તરફથી આકરા તેવર જોવા મળી રહ્યા છે. રિવોલ્યૂનશરી ગાર્ડના કમાન્ડરે તાજેતરમાં ચેતવણી આપી હતી કે તેમની ફોર્સ પહેલેથી વધારે તૈયાર છે અને આંગળી ટ્રિગર પર છે. એંગેલાબ સ્ક્વેર તે સ્થાન છે, જ્યાં ઈરાન સરકાર રાષ્ટ્રીય અને રાજકીય સંદેશાઓ માટે વખતોવખત પોસ્ટર બદલતી રહે છે.

આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે

હજારો મોત અને 40 હજારથી વધારે એરેસ્ટ

બંને દેશોની વચ્ચે તણાવ ઈરાનમાં તાજેતરના જનઆંદોલન બાદ વધુ ઘેરાયું છે. ડિસેમ્બરના આખરમાં શરૂ થયેલું આ વિરોધ પ્રદર્શન મુદ્રા રિયાલના ગગડવાથી શરૂ થયું અને જલ્દી આખા દેશમાં ફેલાયું. દાવો કરાય રહ્યો છે કે આ દેખાવોને ઈરાની શાસને બેરહેમીથી કચડયું. માનવાધિકાર સંગઠનો મુજબ, ખોમેનેઈની સેના દ્વારા કરવામાં આવેલા ક્રેકડાઉનમાં હજારો લોકો માર્યા ગયા અને 40 હજારથી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી.

અમેરિકા-બ્રિટનને સૈન્ય સંસાધનોની તેનાતી વધારી

અમેરિકાએ ઈરાન પર શાંતિપૂર્ણ દેખાવકારોનીહત્યા અને સામુહિક ફાંસીની યોજનાનો આરોપ લગાવ્યો છે. જો કે ઈરાને આ દાવાને નકારતા મૃત્યુંઆંક ઓછો દર્શાવ્યો છે. આ દરમિયાન અમેરિકા, યુકે અને અન્ય પશ્ચિમી દેશોએ પોતાના ફાઈટર જેટ્સ અને સૈન્ય સંસાધનોની તેનાતી વધારી છે.

ઈરાનના પોસ્ટરનો અર્થ

તહેરાનમાં લગાવવામાં આવેલા પોસ્ટરથી સ્પષ્ટ સંકેત છે કે ઈરાન અમેરિકાના કોઈપણ સંભવિત હુમલાને સીધો યુદ્ધનો પડકાર માની રહ્યું છે. આ માત્ર એક પોસ્ટર નથી, પરંતુ બંને દેશોની વચ્ચે ટકરાવની આશંકાને વધુ ઘેરી બનાવવાનું પ્રતીક બની ગયું છે. ઈરાનથી અમેરિકાની કબર ખોદાશે અને અમેરિકાનો ખાત્મો થશે- જેવા પોસ્ટર અને નિવેદનબાજી પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો: US Iran Conflict: ઓમાનની ખાડીમાં પહોંચ્યું USS Abraham Lincoln, મધ્યપૂર્વમાં THAAD એક્ટિવ

Tags :
Advertisement

.

×