Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran Pakistan Border Tension: ઈરાને પાકિસ્તાન સરહદે આતંકીઓનો આખો યુનિટ ફૂંકી માર્યો!

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે શાંતિના પ્રયાસો ચાલુ હતા, ત્યાં જ સરહદ પર થયેલા એક ભયાનક એન્કાઉન્ટરે આખા પશ્ચિમ એશિયાને ચોંકાવી દીધું છે. ઈરાની સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા એક ખતરનાક આતંકી જૂથને નિશાન બનાવીને જે રીતે ડઝનબંધ આતંકીઓનો સફાયો કર્યો છે, તે જોતા બંને દેશો વચ્ચેના સંબંધો ફરી જોખમમાં મુકાયા છે. શું આ લોહીયાળ સંઘર્ષ કોઈ મોટા યુદ્ધની શરૂઆત છે?
iran pakistan border tension  ઈરાને પાકિસ્તાન સરહદે આતંકીઓનો આખો યુનિટ ફૂંકી માર્યો
Advertisement
  • ઈરાનના રક્ષક દળોએ પાકિસ્તાનથી ઘૂસતા આતંકીઓનો સફાયો કર્યો (Iran Pakistan Border Tension)
  • જૈશ અલ-અદલ આતંકી સંગઠનની આખી ઓપરેશનલ ટીમ નષ્ટ કરાઈ
  • ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના રાસ્ક વિસ્તારમાં સર્જાયો જંગ
  • આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં વિદેશી હથિયારોનો જથ્થો જપ્ત
  • શાંતિ વાટાઘાટો પહેલા બોર્ડર પર તણાવ વધતા બંને દેશોમાં એલર્ટ

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની સુરક્ષા દળોએ પાકિસ્તાની સરહદ (Pakistan Border) પરથી ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના (Jaish al-Adl) અનેક આતંકીઓને ઠાર કર્યા છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે બંને દેશો વચ્ચે શાંતિ વાટાઘાટો (Peace Talks) યોજવાની તૈયારીઓ ચાલી રહી હતી.

Iran Pakistan Border Tension: રાસ્ક વિસ્તારમાં મોટું ઓપરેશન

ઈરાનના સરકારી મીડિયા 'તસ્નીમ' (Tasnim) મુજબ, આતંકીઓ પાકિસ્તાનથી સરહદ ઓળંગીને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન (Sistan-Baluchestan) પ્રાંતના રાસ્ક વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સમયસૂચકતા વાપરી આતંકીઓની ઓપરેશનલ ટીમને ઘેરી લીધી હતી અને ડઝનબંધ આતંકીઓને મારી નાખ્યા હતા. સેનાએ ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

Advertisement

Advertisement

શું છે આ જૈશ અલ-અદલ?

જૈશ અલ-અદલ એ એક બલૂચ સુન્ની આતંકવાદી સંગઠન (Sunni Militant Group) છે, જે ૨૦૧૨ થી ઈરાન-પાકિસ્તાન સરહદ પર સક્રિય છે. આ જૂથ અગાઉના જુંદલ્લાહ (Jundallah) સંગઠનના સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે. આ સંગઠન ઈરાની પોલીસ અને સુરક્ષા દળો પર અનેક જીવલેણ હુમલાઓ માટે જવાબદાર છે. ઈરાનનો આરોપ છે કે આ સંગઠન પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરીને ઈરાનમાં અસ્થિરતા ફેલાવે છે.

સંબંધોમાં ફરી ખટાશ

આ ઓપરેશન બાદ સિસ્તાન સરહદ પર ભારે સૈન્ય તૈનાતી કરી દેવામાં આવી છે. પાકિસ્તાન જ્યારે વાટાઘાટોનું આયોજન કરી રહ્યું છે, ત્યારે જ આટલી મોટી સંખ્યામાં આતંકીઓની ઘૂસણખોરીએ ઈરાનની ચિંતા વધારી છે. આ ઘટના પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બંને પાડોશી દેશો માટે નવા સંકટના એંધાણ આપી રહી છે.

આ પણ વાંચો:  ભારત આવતા જહાજ પર IRGCનો હુમલો, ઈરાને મધદરિયેથી જહાજ જપ્ત કરી મચાવ્યો હાહાકાર

Tags :
Advertisement

.

×