Iran Military Helicopter Crash: યુદ્ધ વચ્ચે ઈરાનમાં મોટી દુર્ઘટના, આખું હેલિકોપ્ટર આગમાં સ્વાહા!
- ઈરાનના ખોમેની શહેરમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, ચારેય સવારો ભડથું!
- તેહરાનથી 330 કિમી દૂર શાકભાજી માર્કેટમાં ખાબક્યું હેલિકોપ્ટર
- પાયલોટ, કો-પાયલોટ અને બે વેપારીઓ સહિત 4 ના કરુણ મોત
- ટેકનિકલ ખામી બાદ આખું હેલિકોપ્ટર આગના ગોળામાં ફેરવાયું
- યુદ્ધના ભય વચ્ચે માર્કેટ ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી
Iran Military Helicopter Crash : એક તરફ ઈરાન અત્યારે ઈઝરાયેલ અને અમેરિકા (US-Israel) સાથેના યુદ્ધના ખૌફનાક મંજરનો સામનો કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ એક મોટી આંતરિક દુર્ઘટના સામે આવી છે. મધ્ય ઈરાનના ખોમેની (Khomeini City) શહેરમાં ઈરાનની સેનાનું એક હેલિકોપ્ટર (Military Helicopter) ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું છે. આ ભયાનક અકસ્માતમાં પાયલોટ સહિત કુલ 4 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
Iran Military Helicopter Crash : રહેણાંક વિસ્તારમાં સર્જાયો અકસ્માત
ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના રાજધાની તેહરાનથી આશરે 330 કિલોમીટર દૂર દક્ષિણ વિસ્તારમાં બની હતી. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા તે સીધું જ રહેણાંક વિસ્તારમાં આવેલા એક શાકભાજી માર્કેટમાં તૂટી પડ્યું હતું. જમીન પર પડતાની સાથે જ હેલિકોપ્ટર આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માતમાં પાયલોટ, કો-પાયલોટ અને માર્કેટમાં હાજર બે સ્થાનિક શાકભાજી વિક્રેતાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
Iran Military Helicopter Crash : શાક માર્કેટ ખાલી હતુ
સામાન્ય રીતે આ માર્કેટમાં લોકોની ભારે ભીડ રહેતી હોય છે, પરંતુ સદનસીબે ઈઝરાયેલ અને અમેરિકાના સતત હુમલાઓના ડરને કારણે માર્કેટ લગભગ ખાલી હતું. આ જ કારણસર કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જોકે હેલિકોપ્ટર પડવાને કારણે અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
ઈરાન પર બેવડી આફત
નોંધનીય છે કે ઈરાન હાલમાં તેના ઇતિહાસના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાઓએ દેશમાં તબાહી મચાવી છે, તો બીજી તરફ આવી આંતરિક દુર્ઘટનાઓએ સેનાની ચિંતામાં વધારો કર્યો છે. ઈરાન પણ જવાબી કાર્યવાહીમાં આરબ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ, પાકિસ્તાન (Pakistan) માં પણ અમેરિકી દૂતાવાસ બહાર હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.
સૈન્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી
સૈન્ય અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાટમાળ કબજે કર્યો છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. સરકારે અકસ્માતના સચોટ કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. યુદ્ધના વાતાવરણમાં સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે.
આ પણ વાંચો : ખૌમેનીના મોત બાદ Pakistan માં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસ-સેનાના ફાયરિંગમાં 19ના મોત


