Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Iran New Supreme Leader: ઈરાનમાં નવા સુપ્રીમ લીડરનું એલાન: આયાતુલ્લાહ ખામેનીના નિધન બાદ પુત્ર મોજતબા ખામેનીને મળી કમાન

તેહરાનના સૈન્ય હુમલાએ ઈરાનના વર્ષો જૂના નેતૃત્વને હચમચાવી દીધું છે. સુપ્રીમ લીડરના નિધન બાદ હવે તેમના જ વારસદારના નામ પર મહોર મારી દેવામાં આવી છે. 40 દિવસનો શોક અને નવી નિયુક્તિઓ વચ્ચે ઈરાન કયા નવા જોખમો કે પરિવર્તનો તરફ આગળ વધશે? આ સત્તા સંક્રમણ માત્ર ઈરાન જ નહીં પણ સમગ્ર વિશ્વના રાજકારણ પર કેવી અસર પાડશે, તેની અંદરની વિગતો જાણવા જેવી છે.
iran new supreme leader  ઈરાનમાં નવા સુપ્રીમ લીડરનું એલાન  આયાતુલ્લાહ ખામેનીના નિધન બાદ પુત્ર મોજતબા ખામેનીને મળી કમાન
Advertisement
  • યુએસ-ઈઝરાયેલના હવાઈ હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત (Iran New Supreme Leader)
  • મોજતબા ખામેની ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત
  • તેહરાનમાં શનિવારે મોડી રાત્રે કાર્યાલય પર થયો હતો ભીષણ હુમલો
  • ઈરાન સરકાર દ્વારા દેશમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

મધ્ય-પૂર્વના રાજકારણમાં મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader of Iran) આયાતુલ્લાહ અલી ખામેની (Ayatollah Ali Khamenei) નું નિધન થયું છે. તેમના અવસાન બાદ હવે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે તેમના મોટા પુત્ર મોજતબા ખામેની (Mojtaba Khamenei) ની વરણી કરવામાં આવી છે.

Iran New Supreme Leader: તેહરાન પર હવાઈ હુમલો

ઈરાનના સત્તાવાર મીડિયા અને ન્યૂઝ એજન્સી IRNA ના અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરી, શનિવારના રોજ તેહરાનમાં યુએસ (US) અને ઇઝરાયેલ (Israel) દ્વારા કરવામાં આવેલા સંયુક્ત લશ્કરી હુમલામાં 86 વર્ષીય ખામેનીનું મોત નીપજ્યું હતું. આ હુમલો ચોકસાઈપૂર્વક તેહરાનમાં તેમના કાર્યાલયને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યો હતો. 1 માર્ચ, 2026 ના રોજ સવારે ઈરાની સ્ટેટ ટીવીએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

Advertisement

Advertisement

40 દિવસનો રાષ્ટ્રીય શોક

આ ઘટના બાદ ઈરાની સરકાર દ્વારા દેશમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, આગામી સાત દિવસ સુધી જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ હુમલો સરકારી મથકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચો: Iran Leadership Crisis: ઇરાનના સર્વોચ્ચ નેતા Ayatollah Ali Khamenei ના મોત બાદ IRGC ચીફ તરીકે અહમદ વાહિદીની નિયુક્તિ

Tags :
Advertisement

.

×