Iran Nuclear Update: ઈરાન હજુપણ પરમાણુ બોમ્બ બનાવી શકે છે? IAEA ના રિપોર્ટેથી દુનિયામાં ફફડાટ!
- ઈરાન હજુ પણ પરમાણુ બોમ્બ બનાવી શકે છે (Iran Nuclear Update)
- ઇસ્ફહાનની ભૂગર્ભ સુરંગોમાં યુરેનિયમ હોવાની આશંકા
- અમેરિકા-ઈઝરાયેલના હુમલા છતાં પરમાણુ મથકો સંપૂર્ણ નષ્ટ નથી થયા
- ઈરાન પાસે કુલ 10 પરમાણુ બોમ્બ બનાવી શકાય તેટલો કાચો માલ હોવાનો અંદાજ
વિશ્વ જ્યારે એમ માની રહ્યું હતું કે ગત વર્ષના ભીષણ હુમલાઓએ ઈરાનની (Iran) પરમાણુ ક્ષમતાને ખતમ કરી દીધી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (International Atomic Energy Agency - IAEA) ના વડાના એક નિવેદને વૈશ્વિક સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. રાફેલ ગ્રોસીએ (Rafael Grossi) ચોંકાવનારો દાવો કર્યો છે કે ઈરાન હજુ પણ પરમાણુ બોમ્બ (Nuclear Bomb) વિકસાવવાની ક્ષમતા ધરાવે છે અને તેનું સમૃદ્ધ યુરેનિયમ ઇસ્ફહાન (Isfahan) વિસ્તારની અત્યંત સુરક્ષિત ભૂગર્ભ સુરંગોમાં છુપાયેલું હોઈ શકે છે.
Iran Nuclear Update : શું ઈરાન પાસે 10 પરમાણુ બોમ્બ જેટલું યુરેનિયમ છે?
IAEA ના અંદાજ મુજબ, વર્ષ 2025 માં યુદ્ધ ફાટી નીકળ્યું તે પહેલા ઈરાન પાસે 60% સુધી શુદ્ધ કરેલું આશરે 440 કિલોગ્રામ યુરેનિયમ (Uranium) હતું. જો આ જથ્થાને વધુ શુદ્ધ કરવામાં આવે તો તેમાંથી આશરે 10 પરમાણુ બોમ્બ બનાવી શકાય છે. ઇસ્ફહાનમાં છેલ્લા નિરીક્ષણ દરમિયાન પણ 200 કિલોગ્રામ જેટલો મોટો જથ્થો હાજર હતો. અમેરિકાના (USA) અત્યાધુનિક બંકર બસ્ટર (Bunker Buster GBU-57) બોમ્બ હુમલા છતાં આ ભૂગર્ભ ટનલ સંકુલ સંપૂર્ણપણે નાશ પામ્યું નથી, જે ચિંતાનો વિષય છે.
ઓપરેશન મિડનાઇટ હેમર અને આગામી વ્યૂહરચના
ગત વર્ષે જૂન 2025 માં, અમેરિકા અને ઈઝરાયેલે (Israel) 'ઓપરેશન મિડનાઇટ હેમર' (Operation Midnight Hammer) હેઠળ ઈરાનના નતાન્ઝ (Natanz) અને ફોર્ડો (Fordow) જેવા પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આ કાર્યક્રમ નાબૂદ થયાનો દાવો કર્યો હતો, પરંતુ સેટેલાઇટ ઇમેજ (Satellite Imagery) સૂચવે છે કે પરમાણુ સામગ્રી હજુ પણ ખસેડવામાં આવી નથી. હવે સમાચાર મળી રહ્યા છે કે અમેરિકા આ ભંડારને નષ્ટ કરવા માટે પોતાના સ્પેશિયલ ફોર્સિસ (US Special Forces) ને ગુપ્ત મિશન પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે.


