Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Natanz nuclear Attack: ઈરાનના નાતાન્ઝ ન્યુક્લિયર પ્લાન્ટ પર અમેરિકા-ઈઝરાયલે કર્યો હુમલો, રેડિયેશન ફેલાવાની ચેતવણી

મધ્ય પૂર્વના યુદ્ધે હવે પરમાણુ હોનારતનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાનના અત્યંત સંવેદનશીલ નાતાન્ઝ પરમાણુ મથક પર થયેલા હુમલાએ વૈશ્વિક સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. IAEA દ્વારા રેડિયેશન ફેલાવાની ચેતવણી અને વિયેનામાં યોજાનારી કટોકટીની બેઠકે સૂચવી રહી છે કે આ સંકટ હવે માત્ર યુદ્ધ પૂરતું સીમિત નથી રહ્યું. આ વિનાશક હુમલા પાછળની ગંભીર અસરો જાણવા જેવી છે.
natanz nuclear attack  ઈરાનના નાતાન્ઝ ન્યુક્લિયર પ્લાન્ટ પર અમેરિકા ઈઝરાયલે કર્યો હુમલો  રેડિયેશન ફેલાવાની ચેતવણી
Advertisement
  • અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના નાતાન્ઝ પરમાણુ મથકને બનાવ્યું નિશાન (Natanz nuclear Attack: )
  • હુમલા બાદ પરમાણુ રેડિયેશન લીક થવાની IAEA દ્વારા ગંભીર ચેતવણી
  • વિયેનામાં એટોમિક એનર્જી એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની ઇમરજન્સી બેઠક શરૂ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. ઈરાને (Iran) સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે રવિવારે અમેરિકા (USA) અને ઈઝરાયલ (Israel) દ્વારા તેના સૌથી મહત્વપૂર્ણ પરમાણુ મથક (Nuclear Site) પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિશ્વમાં પરમાણુ કટોકટી અને રેડિયેશનનો (Radiation) ભય ફેલાઈ ગયો છે.

Natanz nuclear Attack:  નાતાન્ઝ પરમાણુ મથક નિશાન પર

ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી [IAEA] માં ઈરાનના રાજદૂતે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે પશ્ચિમી દેશોના સૈન્ય દળોએ ઈરાનની નાતાન્ઝ પરમાણુ સુવિધા (Natanz Nuclear Facility) ને નિશાન બનાવી છે. આ હુમલામાં પ્લાન્ટને કેટલું નુકસાન થયું છે તેની વિગતો હજુ અકબંધ છે, પરંતુ ઈરાને આને સીધો સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો છે.

Advertisement

Advertisement

IAEA ની કટોકટીની બેઠક અને રેડિયેશન એલર્ટ

આ ગંભીર ઘટના બાદ વિયેના (Vienna) ખાતે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (International Atomic Energy Agency) ના બોર્ડ ઓફ ગવર્નર્સની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. IAEA એ આ હુમલા બાદ સંભવિત રેડિયેશન લીકેજની (Radiation Leakage) ચેતવણી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, જો રેડિયેશનનું સ્તર વધશે તો ઈરાનના ઘણા મોટા શહેરોને તાત્કાલિક ખાલી (Mass Evacuation) કરવા પડી શકે છે.

વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા પર અસર

પરમાણુ પ્લાન્ટ પરના હુમલાએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને નવા સ્તરે પહોંચાડી દીધું છે. જો રેડિયેશનની અસર પાડોશી દેશો સુધી પહોંચશે, તો આ સંઘર્ષમાં અન્ય રાષ્ટ્રો પણ સીધી રીતે જોડાય તેવી શક્યતા છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર વિયેનામાં ચાલી રહેલી બેઠક પર ટકેલી છે.

આ પણ વાંચો :  ઈરાને સાઉદીની ઓઇલ રિફાઇનરી કંપની Aramco પર કર્યો ભીષણ હુમલો, તમામ પ્લાન્ટ કરાયા બંધ

Tags :
Advertisement

.

×