Iran : ઈરાનમાં પોલીસ અધિકારીની હત્યા, ચાલતી કાર પર ધૂંઆધાર ફાયરિંગનો વીડિયો વાયરલ
- Iran : ઈરાનમાં પોલીસ અધિકારીની હત્યા
- અજાણ્યા વ્યક્તિએ ગોળીબાર કરતા થઈ હત્યા
- જૈશ અલ-અદલે હુમલાની લીધી જવાબદારી
Iran : ઈરાનમાં ખુલ્લેઆમ પોલીસ ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે. ત્યારે ઈરાનમાં પોલીસ સ્ટેશનના કમાન્ડર મહમૂદ હકીકતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિોયમાં તેમની સફેદ કાર પર ગોળીબાર થતો જોવા મળે છે. પોલીસ અધિકારીએ કારની સ્પીડ વધારી હોવા છતા ગોળીબાર થવાનું અટક્યું ન હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મહમૂદ હકીકત શહેરના ઈંટેલિજેંસ વિભાગના ભૂતપૂર્વ વડા હતા અને શહેરમાં સરકાર વિરોધી બલૂચ બળવાખોરો પર કાર્યવાહી કરવા માટે જવાબદાર હતા. તેમણે બલૂચ બળવાખોરો પર કાર્યવાહીનું નેતૃત્વ કર્યું હતું. હુમલા બાદ, એક આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી. બલૂચ અલગતાવાદી સંગઠન જૈશ અલ-અદલે હુમલાની જવાબદારી સ્વીકારી.
જૈશ અલ-અદલે હુમલાની જવાબદારી સ્વીકારી
સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના પોલીસ નિર્દેશાલયના ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટન નિવેદન અનુસાર પ્રાંતની આર્થિક સ્થિતિ સારી નથી, સુન્ની અને બલૂચ બહુમતી ધરાવતો પ્રદેશ છે. અધિકારીની સવારે અજાણ્યા લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મીડિયા એજન્સીઓના રિપોર્ટસ અનુસાર સુન્ની આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના સભ્યોએ તેમના વાહન પર ગોળીબાર કર્યો હતો. હત્યા અંગે વધુ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. જો કે પોપ્યુલર રેઝિસ્ટન્સ ફ્રન્ટએ પાછળથી તેના સોશિયલ મીડિયા પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
તે ઈરાનશહેરના ઇન્ટેલિજન્સ વિભાગના ભૂતપૂર્વ વડા હતા અને ઈરાનશહેરમાં સરકાર વિરોધી બલૂચ બળવાખોરો પર કાર્યવાહી કરવા માટે જવાબદાર હતા.
BREAKING:🚨 The moment of the assassination of Mahmoud Haqiqat, commander of the police station in Iranshahr, Iran. #Iran pic.twitter.com/lHNCFMXenJ
— Arslan Baloch⚔️🖤 (@Arslan_baloxh) January 8, 2026
જૈશ અલ-અદલ શું છે?(Iran )
જૈશ અલ-અદલ એક શિયા વિરોધી ઇસ્લામિક કટ્ટરવાદી જૂથ છે જેણે 2014 થી ઈરાની સુરક્ષા દળો પર અસંખ્ય આતંકવાદી હુમલાઓ કર્યા છે. ફક્ત 2023 માં, આ હુમલાઓમાં ઓછામાં ઓછા 22 ઈરાની કર્મચારીઓ માર્યા ગયા હતા.
ઈરાનના સુરક્ષા કર્મચારીઓને બનાવે છે નિશાન
JAA મુખ્યત્વે ઈરાની (Iran )સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવે છે, પરંતુ ઐતિહાસિક રીતે સરકારી અધિકારીઓ અને શિયા નાગરિકો પર પણ હુમલો કરે છે. તેના હુમલાઓમાં ઓચિંતો હુમલો, હત્યા, હિટ-એન્ડ-રન, અપહરણ અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો સમાવેશ થાય છે.
જોકે, મહમૂદ હકીકતની હત્યા એ પ્રદેશમાં બલૂચ અલગતાવાદીઓ દ્વારા વધતી જતી હિંસા અને તેઓ જે સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યા છે તેનો ગંભીર સંકેત છે. સુરક્ષા નિષ્ણાતો માને છે કે આવા હુમલાઓ માત્ર સ્થાનિક વહીવટ અને ગુપ્તચર એજન્સીઓ માટે ખતરો જ નથી, પરંતુ ઈરાનમાં રાજકીય અને સામાજિક તણાવને પણ વધારે છે.
આ પણ વાંચો: જમ્મુના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર, આતંકવાદીઓને ઘેર્યા


